Former English footballer Norman died, he was a member of the 1996 World Cup winning team; A total of 8 deaths from Corona in the sports world|પૂર્વ ઇંગ્લિશ ફૂટબોલર નોર્મનનું નિધન, તે 1996 વર્લ્ડ કપ વિજેતા ટીમના સદસ્ય હતા; રમતજગતમાં કોરોનાથી કુલ 8 મોત

દિવ્ય ભાસ્કર

Apr 17, 2020, 06:15 PM IST

ઇંગ્લેન્ડના પૂર્વ ફૂટબોલર નોર્મન હન્ટરનું કોરોનાવાયરસના કારણે અવસાન થયું છે. તે 76 વર્ષના હતા. ડિફેન્ડર હન્ટર 1966ની વર્લ્ડ કપ વિજેતા ટીમના સદસ્ય હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 એપ્રિલ હન્ટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો. રમત જગતમાં ત્રણ અઠવાડિયાની અંદર આઠમા દિગ્ગજનું અવસાન થયું છે. સૌથી પહેલા 28 માર્ચે ઇંગ્લેન્ડમાં જ પાકિસ્તાનના સ્ક્વોશ લેજેન્ડ આઝમ ખાનનું 95 વર્ષની વયે નિધન થયું હતું. તેઓ 1959થી 1962 દરમિયાન સતત ચારવાર બ્રિટિશ ઓપન જીત્યા હતા. 

નોર્મન હન્ટર પોતાના કરિયરમાં પહેલીવાર લીડ્સ ફૂટબોલ કલબ સાથે જોડાયા હતા. જ્યારે ઇંગ્લિશ ક્લબ લિવરપૂલના જ લેજેન્ડ કેની ડગ્લિશ કોરોનાને હરાવીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયા છે. અત્યારે તે સેલ્ફ આઇસોલેશનમાં છે.

આ 6 દિગ્ગજોએ જીવ ગુમાવ્યો 
ફ્રાન્સના ફૂટબોલ ક્લબ રીમ્સના ડોકટર બર્નાર્ડ ગોન્ઝાલેઝ (60), ઇંગ્લેન્ડના લેંકશાયર ક્રિકેટ ક્લબના અધ્યક્ષ ડેવિડ હોજકિસ (71), ફ્રાન્સના ઓલિમ્પિક ડી માર્શલ ફૂટબોલ ક્લબના પૂર્વ અધ્યક્ષ પેપ દિઓફ (68), આઈસ હોકી લેજેન્ડ રોજર શૈપો (79), પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર ઝફર સરફરાઝ (50) અને રનર દોનાતો સાબિયા (56)એ જીવ ગુમાવ્યો છે. 

બર્નાર્ડે ડિપ્રેશનના કારણે આપઘાત કર્યો
રીમ્સ ક્લબના ડોકટર બર્નાર્ડ કોરોના સંક્રમિત થયા પછી ડિપ્રેશનમાં આવી ગયા હતા. તે પછી તેમણે 5 એપ્રિલના રોજ આપઘાત કર્યો હતો. તેમણે એક સ્યુસાઇડ નોટ પણ છોડી હતી. જેમાં કોરોના સંક્રમિત હોવાની વાત કરી હતી. તેઓ 20 વર્ષથી રીમ્સ ક્લબ સાથે જોડાયા હતા.

Source link

Leave a Comment

%d bloggers like this: