Former Pakistan all-rounder Razzaq says Hardik is not even close to Kapil, Bumrah is on the way of becoming a world class bowler|પાકિસ્તાનના પૂર્વ ઓલરાઉન્ડર રઝાકે કહ્યું- કપિલ દેવની આસપાસ પણ નથી પંડ્યા, બુમરાહ વર્લ્ડ કલાસ બોલર બનવાની રાહ પર

  • અબ્દુલ રઝાકે કહ્યું, પંડ્યા સારો ક્રિકેટર છે, પરંતુ વર્લ્ડ કલાસ ઓલરાઉન્ડર બનવા તેને શારીરિક અને માનસિક રીતે મજબૂત થવું પડશે
  • રઝાકે કહ્યું, તમે જ્યારે વધુ પૈસા કમાવવા લાગો છો, તો રિલેક્સ થઈ જાવ છો, તેની અસર તમારી રમત પર થાય છે

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 06:03 PM IST

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અબ્દુલ રઝાકે કહ્યું કે, “હાર્દિક પંડ્યાની સરખામણી પૂર્વ ભારતીય કેપ્ટન કપિલ દેવ સાથે કરવી બહુ જ વહેલી ગણાશે. રઝાક મુજબ કપિલ દેવ અને ઇમરાન ખાન ક્રિકેટ ઇતિહાસના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. પંડ્યા તેમની આસપાસ પણ નથી. હું પણ એક ઓલરાઉન્ડર હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે હું ઈમરાન ભાઈ સાથે સરખામણી કરી શકું. કપિલ પાજી અને ઇમરાન ભાઈ અલગ લીગમાં હતા. પંડ્યાએ વર્લ્ડ ક્લાસ ક્રિકેટર બનવા માટે સખત મહેનત કરવાની જરૂર છે.”

પૂર્વ ઓલરાઉન્ડરે ન્યૂઝ એજન્સી સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે પંડ્યા સારો ખેલાડી છે, પરંતુ તે વધુ સારો ઓલરાઉન્ડર બની શકે છે. તે ફક્ત મહેનત દ્વારા જ થશે. જ્યારે તમે રમતને વધુ સમય આપતા નથી, ત્યારે તે તમારી ક્ષમતાને અસર કરે છે. પંડ્યાએ શારીરિક અને માનસિક રીતે મજબૂત બનવું પડશે. તમે જોઈ શકો છો કે તેઓ સતત ઇજાગ્રસ્ત થાય છે. ગયા વર્ષે જ તેણે પીઠની સર્જરી કરાઈ હતી. જ્યારે તમે વધુ પૈસા કમાવવાનું શરૂ કરો છો, ત્યારે તમે રમત વિશે થોડા રિલેક્સ થઈ જાઓ છો. તે દરેક ખેલાડી માટે એક જેવું છે. સફળ થયા બાદ મોહમ્મદ આમિરે પણ એટલી મહેનત કરી નહોતી, જેની અસર તેના પ્રદર્શન પર પડી.

બુમરાહ અંગેના નિવેદનને ખોટી રીતે લેવામાં આવ્યો હતો
રઝાકે ગત વર્ષે જસપ્રીત બુમરાહ અંગે આપેલા નિવેદન પર સ્પષ્ટતા આપી હતી. તેણે કહ્યું કે મને બુમરાહ સાથે કોઈ વ્યક્તિગત નારાજગી નથી. હું તેની સરખામણી ગ્લેન મેકગ્રા, વસીમ અકરમ, શોએબ અખ્તર જેવા બોલરો સાથે કરી રહ્યો હતો. કારણ કે તેમનો સામનો કરવો બેટ્સમેનનો માટે સૌથી વધુ મુશ્કેલ હતું. પરંતુ મારા નિવેદન અંગે બધાને ગેરસમજ થઈ હતી. મને લાગે છે કે બુમરાહ વર્લ્ડ ક્લાસ બોલર બનવાની રાહ પર છે. પરંતુ આપણા સમયના બોલરો આજ કરતા સારા હતા. આ વાતનો કોઈ ઇનકાર કરી શકે નહીં. ગયા વર્ષે પાકિસ્તાનના આ ભૂતપૂર્વ ઓલરાઉન્ડર અન્ય બોલરોની તુલનામાં બુમરાહને ‘બેબી બોલર’ કહ્યો હતો. તેમના નિવેદન પર ઘણો વિવાદ થયો હતો.

છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટનું સ્તર ઘટ્યું
રઝાકે કહ્યું કે છેલ્લા કેટલાક વર્ષોમાં ક્રિકેટનું સ્તર ઘટી ગયું છે. બેટ્સમેન આજના બોલરોનો સામનો કરતી વખતે દબાણ અનુભવતા નથી. આ ક્રિકેટનો ખરાબ તબક્કો છે. આપણે વર્લ્ડ ક્લાસ પ્લેયર્સ બનાવતા નથી, જેમ 10-15 વર્ષ પહેલા કરતા હતા. ત્યારે સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, સૌરવ ગાંગુલી જેવા ખેલાડીઓ હતા. તે વિશ્વની કોઈપણ ટીમમાં સ્થાન મેળવી શકતા હતા. 

વર્લ્ડ કપમાં ભારત અમારી સામે જીતવાનું ચાલુ રાખશે’
ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ અંગે રઝાકે કહ્યું કે 90ના દાયકામાં અમારી ટીમ મજબૂત હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ભારત હાવી રહ્યું છે. વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા 7 વખત હરાવી ગઈ છે. મને લાગે છે કે ભારત આ રેકોર્ડ હજી પણ જાળવી રાખશે. કારણ કે દબાણનો સામનો કરવામાં ભારતીય ટીમ અમારા કરતા સારી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: