Frontline Warrior Fire and Emergency Services employee admitted to hospital|ફ્રન્ટલાઈન વોરિયર ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝના કર્મચારીની તબિયત લથડતા હોસ્પિટલમાં દાખલ

  • અચાનક ચક્કર આવી પડી જતા સારવાર અર્થે નવી એલ.જી હોસ્પિટલના આઇ.સી.યુ વોર્ડમાં દાખલ
  • ડોકટરોના જણાવ્યા મુજબ બ્રેઈન હેમરેજ થયું છે

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 10:49 PM IST

અમદાવાદ. અમદાવાદ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝમાં નવરંગપુરા ફાયર સ્ટેશન ખાતે ફાયરમેન તરીકે ફરજ બજાવતા શ્રી કલ્પેશ એસ. પટેલ કે જે હાલની કોરોના વાઈરસની વૈશ્વિક મહામારીમાં પોતાની ફરજ નિભાવી રહ્યા છે ત્યારે પોતાની જવાબદારી ભરી રોજેરોજની કામગીરી પૂર્ણ કરી સાંજે પોતાના સરકારી ક્વાટર્સમાં સેનેટાઇઝેશન અને કેમીકલની આડઅસરોથી બચવા બાથરૂમમાં નાહવા ગયા હતા અને તે સમયે અચાનક ચક્કર આવી પડી જતા સારવાર અર્થે નવી એલ.જી હોસ્પિટલના આઇ.સી.યુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

નવરંગપુરા ફાયર સ્ટેશનનો સમગ્ર ફાયર સ્ટાફ ચિંતાતુર
જેઓને ડોકટરોના જણાવ્યા મુજબ બ્રેઈન હેમરેજ થયું છે, અને હાલમાં અતિગંભીર પરીસ્થિતીમાં વેન્ટીલેટર પર સારવાર આપવામાં આવી રહી છે. સતત કાર્યરત રહેતા ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝની તમામ પ્રકારની જોખમી, લોકોના જાન માલના રક્ષણની કામગીરી, ઉપરાંત સ્ટેશન લેવલના બંદોબસ્તની કામગીરી સાથે સાથે અમદાવાદના મેયરના સિક્યોરીટી ગાર્ડ તરીકે પણ જવાબદારી પૂર્વક ફરજ બજાવતા રહેતા જીવંત, હસમુખા, અને સતત કાર્યશીલ,  ફરજનિષ્ઠ કર્મચારી તરીકેની ઓળખ ઘરાવતા ફાયરમેન કલ્પેશભાઇ પટેલ ઉપર અચાનક આવી પડેલ આ બ્રેઈન  હેમરેજની ગંભીર માંદગીથી તેમના કુટુંબીજનોની સાથે સાથે નવરંગપુરા ફાયર સ્ટેશનનો સમગ્ર ફાયર સ્ટાફ ચિંતાતુર બન્યો છે. ફાયરમેન  કલ્પેશભાઇ જલ્દી સારા થઈ જાય એ જ પ્રાર્થના સૌ કોઈ કરી રહ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: