Gambhir conducted the funeral of the housemaid, saying she was a family member|ગંભીરે ઘરમાં કામ કરનાર નોકરાણીના અંતિમ સંસ્કાર કર્યા, કહ્યું- તે પરિવારની સદસ્ય હતી

દિવ્ય ભાસ્કર

Apr 24, 2020, 03:32 PM IST

ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ભાજપના સાંસદ ગૌતમ ગંભીરએ ઘરની નોકરાણી સરસ્વતી પાત્રા(49)ના અંતિમ સંસ્કાર કર્યા હતા. ઓડિશાની સરસ્વતીએ 21 એપ્રિલે અંતિમ શ્વાસ લીધો હતો. તે લાંબા સમયથી સુગર અને બ્લડ પ્રેશરની બીમારી સામે લડી રહી હતી. ગંભીરે ટ્વીટ કરીને માહિતી આપી હતી અને સરસ્વતીને પરિવારના સભ્ય તરીકે વર્ણવી હતી. ગંભીર આ કાર્યની સોશિયલ મીડિયા પર પ્રશંસા થઈ રહી છે.

ગંભીરએ ટ્વીટ કર્યું હતું કે, “જે મારા બાળકોનું વિશેષ ધ્યાન રાખતી હતી, તે કોઈ દિવસ નોકરાણી હોય શકે નહિ. મારા પરિવારનો હિસ્સો હતી. તેના અંતિમ સંસ્કાર કરવા મારી ફરજ હતી. ઓમ શાંતિ. હંમેશા જાતિ, ધર્મ અથવા સામાજિક સ્થિતિ છતાં ગરિમામાં વિશ્વાસ ધરાવુ છું. મારા માટે સારો સમાજ બનાવવાની આ જ રીત છે. મારા વિચારમાં ભારત આ જ છે. ઓમ શાંતિ.

ગંભીરના ઘરે 6 વર્ષથી કામ કરી રહી હતી સરસ્વતી
સરસ્વતી છેલ્લા 6 વર્ષથી ગંભીરના ઘરે કામ કરી રહી હતી. સુગર અને બ્લડ પ્રેશરના કારણે તેને દિલ્હીની પ્રાઇવેટ હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવી હતી. તે ઓડિશાના જાજપૂર જિલ્લામાં રહેતી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: