Gambhir says Rohit is more effective than Kohli in ODIs and T20s, but Virat will be ahead in terms of runs scored|ગંભીરે કહ્યું- રોહિત વનડે અને T-20માં કોહલીથી વધુ અસરકારક, પરંતુ રન બનાવવાના મામલે આગળ રહેશે વિરાટ

  • રોહિત વનડેમાં ત્રણ ડબલ સેન્ચુરી મારનાર એકમાત્ર બેટ્સમેન છે
  • વિરાટે 248 વનડેમાં 11867, જ્યારે રોહિતે 224 વનડેમાં 9115 રન કર્યા છે

દિવ્ય ભાસ્કર

May 04, 2020, 02:56 PM IST

પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીરનું કહેવું છે કે, રોહિત શર્મા વન ડે અને T-20માં વિરાટ કોહલી કરતા વધુ અસરકારક છે. પરંતુ રન બનાવવાના મામલે વિરાટ તેનાથી આગળ રહેશે. ગંભીરે એક ટીવી ચેનલને આ વાત કહી હતી.

ગંભીરે કહ્યું કે, મને લાગે છે કે રોહિત વનડે અને T-20 બંને ફોર્મેટમાં વિશ્વનો શ્રેષ્ઠ બેટ્સમેન છે. તે ઓલટાઇમ ગ્રેટ નથી, પરંતુ અત્યારે વ્હાઇટ બોલ ફોર્મેટમાં શ્રેષ્ઠ ખેલાડી છે. વનડેમાં ત્રણ બેવડી સદી ફટકારવા ઉપરાંત, તેણે એક જ વર્લ્ડ કપમાં પાંચ સદી મારી છે.

રોહિત વધુ પ્રભાવશાળી: ગંભીર
ગંભીરે વધુમાં કહ્યું કે, વિરાટ અને રોહિતની સરખામણી કરવી યોગ્ય નથી. વિરાટ પણ બેસ્ટ બેટ્સમેન છે. તેના આંકડાઓ આને સાબિત કરવા માટે પૂરતા છે. પરંતુ રોહિત વિશે વાત કરતા તેણે કહ્યું કે એક ખેલાડી તરીકે તમારું કદ આ પ્રકારનું બની જાય છે કે લોકો નાની-નાની ભૂલ પર પણ સવાલ કરે છે. જ્યારે તમે મેચમાં 100થી વધુ રન બનાવો છો, ત્યારે લોકોની અપેક્ષાઓ વધે છે, તેઓ વિચારે છે કે તમે ડબલ સદી ફટકારશો, જ્યારે દરેક વખતે આ સંભવ નથી. જ્યારે તમે આ કરી શકતા નથી, ત્યારે લોકોને લાગે છે કે તમે ડબલ બનાવવાનું ચૂકી ગયા છો.

કોહલી રન બનાવવાના મામલે રોહિતથી આગળ
રોહિતે અત્યાર સુધીમાં 224 વનડેમાં 49.27 ની સરેરાશથી 9115 બનાવ્યા છે. તેના નામે 29 સદી અને 43 અડધી સદી છે. T-20માં રોહિતે 138.78ની સ્ટ્રાઇક રેટથી 108 મેચમાં 2273 રન બનાવ્યા છે. તે જ સમયે, વિરાટ કોહલીએ 248 વનડેમાં 59.33 ની સરેરાશથી 11867 રન બનાવ્યા છે. આ સમય દરમિયાન, તેની સ્ટ્રાઇક રેટ પણ 93 કરતા વધારે રહ્યો છે. કોહલીએ વનડેમાં 43 સદી અને 58 અડધી સદી ફટકારી છે. તેણે T-20માં 2794 રન બનાવ્યા છે. આમાં તેનો સ્ટ્રાઇક રેટ 138થી વધુ છે. 

Source link

Leave a Comment

%d bloggers like this: