Hospital like care will be taken in hotels, 50% people will enter the restaurant|હોસ્પિટલમાં લેવાય તેવી કાળજી હોટેલ્સમાં લેવાશે, રૂમમાં ઉકાળો હશે, રેસ્ટોરાંમાં 50% લોકોને એન્ટ્રી

  • હોટેલ્સના એ.સીને પણ 3 લેયર વાળા માસ્ક પહેરાવીને ચલાવાશે, રેસ્ટોરન્ટ્સમાં 50 ટકા ગ્રાહકોને જ એન્ટ્રી હશે

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 06:13 AM IST

વડોદરા. કોરનાને પગલે ચાલી રહેલા લોકડાઉનમાં મોટાભાગના લોકો વર્ક ફ્રોમ હોમ કરી રહ્યા છે. આવશ્યક સેવાઓ જ ચાલુ છે. જે રીતે હોસ્પિટલમાં દરેક નાની બાબતનું ધ્યાન રખાય છે તેવી જ રીતે હોટેલમાં પણ કાળજી રખાઇ રહી છે. શહેરની ખ્યાતનામ હોટેલ લોકડાઉનની વર્તમાન પરીસ્થિતીમાં કઈ રીતે કાર્ય કરી રહી છે અને ભવિષ્યમાં આ સ્થિતીના કારણે તેઓ કેવા પ્રકારની યોજના ઘડી રહ્યાં છે તે અંગે શહેરના હોટેલીયર્સે સિટી ભાસ્કર સાથે વાત કરી કહ્યું હતું કે હોસ્પિટલમાં લેવાય તેટલી કાળજી હોટેલમાં લેવાશે.
હોટેલમાં ટેમ્પરેચર, ઓક્સિજન, પલ્સ રેટ ચકાસ્યા વિના નો એન્ટ્રી
સુર્યા પેલેસ હોટેલના MD પિયુષ શાહે જણાવ્યું હતું કે, હોસ્પિટલ જેવી જ કાળજી હોટેલ દ્વારા રખાશે. હોટલ ઇન્ડસ્ટ્રી માટે હવે કપરા દિવસો છે. હોટેલ શરૂ થતાં ગ્રાહક કે સ્ટાફનું ટેમ્પરેચર, ઓક્સિજન લેવલ, પલ્સ રેટ ચકાસી તેમને સેનેટાઇઝ કરી એન્ટ્રી અપાશે. કોઇ પણ હોટેલમાં ક્યાંય ડાયરેક્ટ ટચ ન કરે તેવી સુવિધા રખાશે. રૂમની દરેક વસ્તુ સ્ટેરીલાઈઝ અને એસીને 3 લેયર માસ્ક પહેરાવાશે. રૂમમાં ગરમ પાણી અને ઉકળાની વ્યવસ્થા હશે. સાવચેતી રાખવી અને નુકસાન ઓછું કરવું તેનું ધ્યાન રખાશે.
કોવીડ-19ના નિષ્ણાત હોય તેવા 2 ઓફિસરની ભરતી કરાશે
એક્સપ્રેસ હોટેલના ડાયરેક્ટર તેમજ ફેડરેશન ઓફ હોટેલ -રેસ્ટોરન્ટ એસો.ના એક્ઝિક્યુટીવ કમિટી મેમ્બર નીરવ ગાંધીએ જણાવ્યું હતું કે, હોટેલમાં ફેડરેશનની 39 પાનાની ગાઈડ લાઈન પ્રમાણે કાળજી લેવાય છે. શાકભાજીને 100 PPM કલોરીનના પાણીથી ધોવાય છે. હોટલના 47 પોઇન્ટને 15 મિનિટે ડીસઈનફેક્ટ કરાય છે. રૂમની સુવિધાઓ ઓછી કરાશે. ટુથબ્રશ, પેસ્ટ, શેમ્પૂ માંગ પ્રમાણે અપાશે. કોવીડ 19ના 2 સ્પેશિયલ ઓફિસરની ભરતી કરાશે. રેસ્ટોરન્ટમાં 50% ગ્રાહકોને જ એન્ટ્રી અપાશે. 
ફાસ્ટફૂડની જગ્યાએ સ્વાસ્થ્ય સુધરે તે પ્રકારનું મેનુ બનાવાશે
કબીર હોટલ એન્ડ સ્પાના MD સુભાષ ભગતે જણાવ્યું હતું કે, લોકડાઉન પૂરું થયા બાદ 2 મહિના સુધી હોટલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણ પણે શરૂ કરવાની પરવાનગી મળશે નહીં. સ્ટાફ તેમજ ગ્રાહકોની સુરક્ષા માટે સેનીટાઇઝેશન ટનલ મુકાશે. સરકારે આપેલી ગાઈડ લાઇન પ્રમાણે નિયમો બનાવાશે. હોટલમાં ફાસ્ટ ફૂડની જગ્યાએ સ્વાસ્થ્ય સારું રહે તેવું મેનુ બનાવવામાં આવશે. 150 લોકોની ક્ષમતા હશે તો 60 લોકોને જ રેસ્ટોરન્ટમાં પ્રવેશ અપાશે. હોટલના સ્ટાફની અને ગ્રાહકની તમામ પ્રકારની અને પુરતી કાળજી રાખવામાં આવશે.

Source link

Leave a Comment

%d bloggers like this: