Husband gets angry after losing ludo game, beats wife in vadodara|લોકડાઉનની અસરઃ પતિ લૂડો ગેમ હારી જતાં પત્નીને ફટકારી, કરોડરજ્જુના 2 મણકામાં ઇજા

  • અભયમની ટીમ તુરંત મદદે પહોંચી, પતિનો ગુસ્સો ઉતરી જતા મહિલાએ ફરિયાદ કરવાનું ટાળ્યું
  • અભયમની ટીમે પત્નીને તેના માતા-પિતા પાસે મોકલી આપી

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 11:51 PM IST

વડોદરા. વડોદરાના સમા સાવલી રોડ પર વેમાલી વિસ્તારમાં રહેતી મહિલા અને તેનો પતિ લોકડાઉનમાં ટાઇમ પાસ કરવા લૂડો ગેમ રમ્યા બાદ મહિલા ગેમ જીતી જતાં પતિનો પારો ગયો હતો અને તેણે પત્નીને ફટકારી હતી, જેથી તેને કમરના ભાગે ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવી પડી હતી. પતિના શારિરીક અત્યાચારથી કંટાળેલી મહિલાએ 181 મહિલા સુરક્ષા હેલ્પલાઇનને ફોન કરતાં અભયમની ટીમ પહોંચી હતી અને પતિ-પત્નીને સમજાવી મામલો થાળે પાડયો હતો.

મહિલાને અચાનક દુખાવો ઉપડતા હોસ્પિટલ ખસેડાઈ હતી
શહેરના વેમાલી વિસ્તારમાંથી રોશની (નામ બદલ્યું છે) નામની મહિલાએ સોમવારે અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં ફોન કરી તેના પતિએ લૂડો ગેમ રમ્યા બાદ તેને માર માર્યો હોવાની ફરિયાદ કરી હતી, જેથી અભયમની રેસ્ક્યુ વાન તાત્કાલિક તેના ઘેર પહોંચી હતી. અભયમે રોશનીની પુછપરછ કરતાં તેણે જણાવ્યું હતું કે તે અને તેનો પતિ અમીત (નામ બદલ્યું છે) ટયુશન ક્લાસ ચલાવે છે. હાલ ટયુશન ક્લાસ બંધ હોવાથી લોક ડાઉનમાં ટાઇમ પાસ કરવા બંને રોજ  મોબાઈલમા લૂડો  ગેમ રમતા હતા. જો કે બે દિવસ પહેલાં રોશની લૂડો ગેમ જીતી જતાં અમીત ઉશ્કેરાયો હતો અને તેને માર મારતાં તેને કમરમાં દુખાવો ઉપડયો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલમાં જવું પડયું હતું. લોકડાઉનના આ એક મહિનામાં તે જ્યારે પણ લૂડોમાં જીતતી હતી ત્યારે તેનો પતિ અમીત તેને મારતો હતો અને તે સહન કરતી હતી પણ બે દિવસ પહેલાં તેણે ફરીથી મારતાં તેને કમરમાં દુખાવો થયો હતો અને સારવાર લેવી પડી હતી. 

Source link

Leave a Comment

%d bloggers like this: