“I cried all night and was very annoyed when I was rejected for the first time in the state team,” Kohli said.|કોહલીએ કહ્યું- પહેલીવાર સ્ટેટ ટીમમાં રિજેક્ટ કરવામાં આવ્યો ત્યારે આખી રાત રોયો અને ઘણો હેરાન રહ્યો હતો

  • વિરાટ કોહલીએ 2006માં હોમ ટીમ દિલ્હી અને 2008માં ભારતીય ટીમ માટે ડેબ્યુ કર્યું હતું
  • કોહલીની કપ્તાનીમાં ભારતે 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો

દિવ્ય ભાસ્કર

Apr 22, 2020, 01:03 PM IST

ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આજે વિશ્વના સૌથી સફળ ક્રિકેટર્સમાંથી એક છે. પરંતુ એક સમય એવો પણ હતો જ્યારે તેને ઘણું સ્ટ્રગલ કરવું પડ્યું હતું. ‘અનએકેડેમી’ ઓનલાઈન કલાસમાં કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ સંઘર્ષ વિશે ખુલીને વાત કરી હતી. કોહલીએ કહ્યું કે, એક વાર સ્ટેટ ટીમમાં પસંદગી થઈ નહોતી. ત્યારે તે ઘણો હેરાન થયેલો અને આખી રાત રોયો હતો. કોહલીની કપ્તાનીમાં ભારતે 2008માં અંડર-19 વર્લ્ડ કપ જીત્યો હતો. તેણે 86 ટેસ્ટમાં 7240, 248 વનડેમાં 11867 અને 82 T-20માં 2794 રન કર્યા છે.

કોહલીએ કહ્યું, ‘સ્ટેટ ટીમમાં પસંદગી દરમિયાન મને પહેલીવાર રિજેક્ટ કરવામાં આવ્યો હતો. મને યાદ છે, પછી હું આખી રાત રડતો રહ્યો. હું એકદમ નિરાશ હતો અને રડતાં રડતાં રાતના ત્રણ વાગી ગયા હતા. મને મારી જાત પર વિશ્વાસ નહોતો કે હું રિજેક્ટ થઈ ગયો” કોહલીએ 2006 માં હોમ ટીમ દિલ્હીથી શરૂઆત કરી હતી. 2 વર્ષ બાદ તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી. તેણે શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું.

સારા પ્રદર્શન છતાં ટીમમાં પસંદગી નહોતી થઈ
ભારતીય કેપ્ટને કહ્યું કે, મેં તમામ મેચોમાં સારો દેખાવ કર્યો હતો. બધું બરાબર ચાલતું હતું. લોકો પણ મારા પ્રદર્શનથી ખુશ હતા. મેં દરેક સ્તરે સારું પ્રદર્શન કર્યું. આ છતાં હું રિજેક્ટ થઈ ગયો. મેં આ વિશે મારા કોચ સાથે 2 કલાક વાત કરી. મને તે વિશે હજી કઈ ખબર નથી પડી. હું માનું છું કે જ્યાં ધૈર્ય અને પ્રતિબદ્ધતા હોય છે, ત્યાં પ્રેરણા આપમેળે આવે છે અને સફળતા મળે છે. “

મહામારીને કારણે હવે આપણે વધુ ઉદાર બની ગયા છીએ
કોહલીએ કહ્યું, ‘આ સંકટનો એક સકારાત્મક ભાગ એ છે કે આપણે બધા એક સમાજ તરીકે વધુ ઉદાર બની ગયા છે. આપણે કોરોના સામે લડતા બધા યોદ્ધા પોલીસ, ડોકટરો અથવા નર્સો પ્રત્યેનો આભાર વ્યક્ત કરી રહ્યા છીએ. આશા છે કે, આ ભાવના સંકટમાંથી બહાર નીકળ્યા પછી પણ કાયમ રહેશે. જીવન વિશે કશું કહી શકાય નહિ. જે પણ તમને ખુશ કરે છે તે કરો અને બધા સમયની તુલના કરતા ન રહો. આ મહામારી પછી જીવન ખૂબ બદલાશે. “

Source link

Leave a Comment

%d bloggers like this: