In the video recorded at the hospital, Rishi Kapoor said that popularity comes only after hard work.|હોસ્પિટલમાં રેકોર્ડ કરવામાં આવેલા આ વીડિયોમાં રિશી કપૂરે કહ્યું હતું, મહેનત કર્યાં બાદ જ લોકપ્રિયતા મળે છે

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 05:58 PM IST

મુંબઈ. રિશી કપૂરના નિધન બાદ હાલમાં તેમનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. 30 એપ્રિલે અચાનક જ રિશી કપૂરનું નિધન થયું હતું અને ચાહકો ઘેરા શોકમાં સરી પડ્યાં હતાં. હાલમાં જે વીડિયો વાયરલ થયો છે તે ફેબ્રુઆરી મહિનામાં યુ ટ્યૂબ અકાઉન્ટ ડીકે કુમાર શાનુએ શૅર કર્યો હતો.

શું છે વીડિયોમાં?
વીડિયોમાં રિશી કપૂર હોસ્પિટલના પલંગ પર સૂતા છે. એક વ્યક્તિ તેમની બાજુમાં બેઠો છે અને કુમાર શાનુનું ગીત ગાય છે ‘તેરે દર્દ સે દિલ..’ આ ગીત રિશી કપૂરની ફિલ્મ ‘દિવાના’નું છે. આ ફિલ્મમાં શાહુરખ ખાન તથા દિવ્યા ભારતી હતાં. જ્યારે બાજુમાં બેઠેલી વ્યક્તિ ગીત ગાઈ લે છે ત્યારે રિશી કપૂર ધ્રૂજતા અવાજે તેના માથે હાથ મૂકીને આશીર્વાદ આપતા કહે છે, નામ અને લોકપ્રિયતા હંમેશાં મહેનત કર્યાં બાદ જ આવે છે. 

8.45 વાગે અંતિમ શ્વાસ લીધા
67 વર્ષીય રિશી કપૂરનું ગુરુવાર (30 એપ્રિલ)ના રોજ સવારે આઠ વાગીને 45 મિનિટે મુંબઈની એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં નિધન થયું હતું. અમિતાભ બચ્ચને તેમના નિધનની પુષ્ટિ કરી હતી. રિશી કપૂર લાંબા સમયથી કેન્સરથી પીડિત હતાં. તેમને ચેસ્ટ ઈન્ફેક્શન, શ્વાસ લેવામાં તકલીફ તથા તાવને કારણે 29 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમની તબિયત ગંભીર થતા તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતાં. જોકે, રાતના ત્રણ વાગે તેમણે રિસ્પોન્ડ કરવાનું બંધ કરી દીધું હતું અને તેમને 8.45 વાગે મૃત ઘોષિત કરવામાં આવ્યા હતાં. રિશીએ જ્યારે અંતિમ શ્વાસ લીધા ત્યારે પત્ની નીતુ તથા દીકરો રણબીર હાજર હતાં. દીકરી રિદ્ધિમા દિલ્હીથી મુંબઈ બાય રોડ આવશે, તેથી તે પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થઈ શકી નહીં. અંતિમ સંસ્કારમાં માત્ર 20 લોકો જ હાજર રહ્યાં હતાં. તેમના અંતિમ સંસ્કાર ચંદનવાડી સ્મશાનઘાટમાં કરવામાં આવ્યા હતાં.

Source link

Leave a Comment

%d bloggers like this: