IOC wants to get Tokyo Olympic done on schedule, athletes said – not 4 months later, you are putting us in danger now|IOC ટોક્યો ઓલિમ્પિક શેડ્યુલ પ્રમાણે કરાવવા માંગે છે, એથલીટસે કહ્યું

  • ગ્રીસની ખેલાડી કેટરિના સ્ટેફનીદીએ કહ્યું- IOC ઇચ્છે છે કે અમે પોતાનું અને પરિવારનું સ્વાસ્થ્ય જોખમમાં મૂકીને ટ્રેનિંગ કરીએ
  • IOC સભ્યો પણ એસોસિએશનના વલણથી નાખુશ, કહ્યું – આવા વાતાવરણમાં ઓલિમ્પિક યોજવાના નિર્ણય અસંવેદનશીલ અને બેજવાબદાર છે
  • IOCના પ્રમુખ અને જાપાનના વડા પ્રધાન શિંઝો આબેએ કહ્યું છે કે, ટોક્યો ગેમ્સ 24 જુલાઇથી 9 ઓગસ્ટની વચ્ચે શેડ્યૂલ મુજબ યોજાશે

દિવ્ય ભાસ્કર

Mar 18, 2020, 03:19 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: કોરોનાવાઇરસના વધતા ખતરા છતાં ઇન્ટરનેશનલ ઓલિમ્પિક એસોસિએશન (IOC) શેડ્યૂલ મુજબ, 24 જુલાઈથી 9 ઓગસ્ટની વચ્ચે ટોક્યો ઓલિમ્પિકનું યોજવાન કરવા માંગે છે. ખેલાડીઓ અને IOC સભ્યો હવે આ નિર્ણયનો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. ગ્રીસની એથ્લેટ અને ઓલિમ્પિક પોલ વોલ્ટ ચેમ્પિયન કેટરિના સ્ટેફનીદી અને બ્રિટનની હેપ્ટાથ્લેટ કેટરિના જોહ્ન્સનને આ અંગે ચિંતા વ્યક્ત કરી છે. સ્ટીફનીદીએ ટ્વીટ કર્યું છે કે IOC ઇચ્છે છે કે અમે પોતાના અને પરિવારના સ્વાસ્થ્યને જોખમમાં મૂકીને ટ્રેનિંગ કરીએ. 4 મહિના પછી નહીં, તમે અત્યારથી જોખમમાં મૂકી રહ્યા છો.

તેમણે વધુમાં કહ્યું કે આ ખરેખર આશ્ચર્યજનક છે. ટીમ રમતો સાથે સંકળાયેલા ખેલાડીઓનું શું થશે? સ્વીમિંગ અને જિમ્નાસ્ટિકનું શું થશે? તેના ખેલાડીઓએ સાથે મળીને પ્રેક્ટિસ કરવી પડે છે. આવી સ્થિતિમાં તેઓને ચેપ લાગવાની સંભાવના છે. બ્રિટિશ એથ્લેટ જ્હોનસને પણ સમર્થન કરતાં કહ્યું કે IOC બધું જાણે છે તેમ છતાં ખેલાડીઓને જોખમમાં મૂકી રહ્યું છે. હું જાતે તાલીમ લેવાનું દબાણ અનુભવું છું. આવા વાતાવરણમાં આ રમતો માટે મારી જાતને તૈયાર કરવી મારા માટે મુશ્કેલ છે.

IOC સભ્યએ ચેતવણી આપી છે કે આ કટોકટી ઓલિમ્પિક કરતા મોટી છે
IOCના સભ્યએ પણ ઓલિમ્પિક એસોસિએશનના વલણ અંગે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે આઇઓસીનું આ વર્તન અસંવેદનશીલ અને બેજવાબદાર છે. કારણ કે આ વાઇરસને કારણે થતાં મૃત્યુ વચ્ચે, ખેલાડીઓ ડરેલા અને તાલીમથી નર્વસ છે. કેનેડાની IOC સભ્ય અને ચાર વખત આઇસ હોકી વિજેતા હેલી વિકેનહાઇઝરે પણ ચેતવણી આપી હતી કે આ કટોકટી ઓલિમ્પિક્સ કરતા પણ મોટી છે. હું ખેલાડીઓના પોઇન્ટ ઓફ વ્યુથી સમજી શકું છું કે તેમના પર શું વીતતી હશે. આ મુશ્કેલ પરિસ્થિતિમાં હું તેની સાથે ઉભી છું. મને લાગે છે કે આવા વાતાવરણમાં ઓલમ્પિક યોજવાનો IOCનો નિર્ણય બેજવાબદાર છે.

ટોક્યોમાં જિમ્નેસ્ટિક્સની ઓલિમ્પિક ક્વોલિફાયર ઇવેન્ટ રદ થઈ
IOC લાખો દાવા કરી શકે છે, પરંતુ શેડ્યૂલ મુજબ ટોક્યો ઓલિમ્પિક્સ ન થવાની સંભાવના વધી રહી છે. બુધવારે જ, ટોક્યોમાં જિમ્નેસ્ટિક્સ માટેની ઓલિમ્પિક ક્વોલિફાયર ઇવેન્ટ રદ કરવામાં આવી હતી. એક દિવસ અગાઉ, જાપાનની ઓલિમ્પિક સમિતિના ડેપ્યુટી ચીફને કોરોનાવાયરસથી ચેપ લાગ્યો હતો. IOCએ કહ્યું કે ગભરાવાની જરૂર નથી, એવી કોઈ પરિસ્થિતિ નથી કે કોઈ રીતે કોઈ મોટો નિર્ણય લેવામાં આવે.

કોરોનાવાઇરસ ચેપ 2 લાખથી વધુ લોકોને થયો
3 મહિના પહેલા ચીનમાં તેનો મામલો સામે આવ્યો ત્યારથી કોવિડ -19 વિશ્વભરમાં ફેલાયો છે. ચેપગ્રસ્ત લોકોની સંખ્યા 2 લાખ પર પહોંચી ગઈ છે. તે જ સમયે, મૃત્યુઆંક પણ 7900 ને વટાવી ગયો છે. આ વાયરસનું નવું કેન્દ્ર યુરોપ છે. ઇટાલી આમાં સૌથી વધુ અસરગ્રસ્ત છે. અહીં મૃત્યુઆંક 2500 ને વટાવી ગયો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: