irrfan khan friend shared his life story|NSDમાં સિલેક્શન લિસ્ટ જોતો હતો, તેણે મને પૂછ્યું- મુસ્લિમ છો?, મેં પૂછ્યું કે તું બંગાળી છો?; આવી હતી અમારી પહેલી વાતચીત

  • આલોક ચેટર્જી તથા ઈરફાન ખાન 1984-87 સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સાથે રહ્યાં હતાં
  • આલોકના મતે, શરૂઆતથી જ તે ગંભીર એક્ટર હતો, ઓછું બોલતો, હસાવવામાં માહિર હતો
  • નસીર, ઓમપુરી તથા અનુપમ ખેર બાદ NSDનો તે ચોથો વિદ્યાર્થી હતો, જેણે આંતરરાષ્ટ્રીય સિનેમામાં ઓળખ બનાવી

અતુલ તિવારી

Apr 29, 2020, 06:42 PM IST

ભોપાલ. નીચે જે વાતો લખી છે, એ બધી આલોક ચેટર્જીએ ફોન પર કહી છે. તેઓ મધ્યપ્રદેશ સ્કૂલ ઓફ ડ્રામાના ડિરેક્ટર છે. અત્યારે ભોપાલમાં છે. બંને 1984-1987 સુધી નેશનલ સ્કૂલ ઓફ ડ્રામામાં સાથે ભણતા હતાં, ત્યારથી બંને મિત્રો છે. ફોન કર્યો તો ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યાં. પહેલાં કહ્યુ, નહીં બોલી શકું. પછી થોડો શ્વાસ લીધો અને કહ્યું, આ લૉકડાઉન ના હોત તો અત્યારે હું મુંબઈમાં હોત. પછી ચૂપ થઈ ગયા અને પછી બોલ્યા. જેવું એમને કહ્યું…

અમે લોકો નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં 1984-77 સુધી સાથે ભણ્યાં હતાં. અમે ત્રણ વર્ષ દરેક નાટકમાં લીડ રોલ પ્લે કર્યો હતો. ઈરફાન એક્ટિંગને ઘણી જ ગંભીરતાથી લેતો હતો. શરૂઆતથી જ તે ગંભીર અને સારો એક્ટર હતો. ઓછું બોલતો પણ મિત્રોમાં લોકપ્રિય હતો અને હસાવવામાં માહિર. 

NSDમાં ઈન્ટરવ્યૂ દરમિયાન તેણે કહ્યું હતું કે FTII (ફિલ્મ એન્ડ ટેલિવિઝન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડિયા)માં હજી એક્ટિંગનો કોર્સ નથી અને તેથી જ હું NSDમાં આવ્યો છું, કારણ કે મારે સિનેમાના એક્ટર બનવું છે. સિનેમાના પણ એવા એક્ટર બનવું છે કે જેની એક્ટિંગ જોઈને ડિરેક્ટર જાતે આવે. આ સપનું હતું અને જીવનમાં તેણે આ સપનું સાકાર કર્યું. 

આ વાત ત્યારની છે, જ્યારે અમે લોકો NSDમાં સિલેક્શન લિસ્ટ જોતા હતાં. તે મારી પાછળ ઊભો હતો. મેં પૂછ્યું કે તું કઈ ડોરમેટ્રીમાં છો? તો તેણે જવાબ આપ્યો કે પાંચ. પછી તેણે મને પૂછ્યું કે શું તું મુસ્લિમ છો? આના પર મેં તેને પૂછ્યું કે તું બંગાળી છો? તો બોલ્યો કે ના હું તો મુસ્લિમ છું. મેં કહ્યું કે હું બંગાળી છું. આ રીતે NSDમાં અમારું પહેલું ઈન્ટરેક્શન થયું હતું. 

NSDમાં ત્રણ વર્ષ અમે સાથે રહ્યાં હતાં, ત્યારબાદ પણ અમારી વચ્ચે સંપર્ક હતો. 2005માં જ્યારે મુંબઈમાં હું અનુપમ ખેર સાહેબના ઘરે આવ્યો ત્યારે તેને પણ મળ્યો હતો. ત્યારે તે બહુ મોટો સ્ટાર બની ગયો હતો પરંતુ અમે NSDના દિવસોમાં જે રીતે એકબીજાને મળતા, તે જ રીતે મળ્યાં હતાં.

ત્રણ વર્ષ પહેલાં એક અખબારના કાર્યક્રમમાં ભોપાલ આવ્યો હતો, તે સમયે હું તેને મળવા ગયો હતો. તે સમયે તેની સુરક્ષામાં પાંચથી છ કમાન્ડો હતો. મેં પૂછ્યું કે તને મળવું હશે તો કમાન્ડોને મળવું પડશે તો તેણે જવાબ આપ્યો હતો કે આ તારા માટે થોડી છે. 

તેની સાદગી અને બેફિકર સ્વભાવનો અંદાજ એ વાતથી લગાવો કે મેં સિગારેટ પીધી અને તેણે બીડી. અમે સાથે ચા પીધી, બદામ ખાધી. 20 વર્ષ પહેલાં દૂરદર્શનની સિરિયલ ‘સલમા સુલ્તાન’ના શૂટિંગ માટે તે ભોપાલ આવ્યો હતો ત્યારે મારા ઘરે આવ્યો હતો. 10 વર્ષ પહેલાં ‘મકબૂલ’નું શૂટિંગ પણ ભોપાલમાં થયું હતું. આ ફિલ્મ શેક્સપીયરના નાટક ‘મેકબેથ’ પર આધારિત હતી. તેણે મારી પાસેથી આ નાટકની અંગ્રેજી કોપી માગી હતી. હું તેને જહાંનુમા હોટલ પર આ બુક આપવા ગયો હતો. 

કહી શકાય કે અમે એકબીજાને મળતા રહેતા હતાં. હું તેની પત્ની સુતપાને પણ સારી રીતે ઓળખું છું અને તે મારી પત્ની શોભાને પણ ઓળખે છે. કારણ કે અમારા પ્રેમસંબંધ NSDમાં સાથે જ રહ્યો હતો. એમ કહેવાય કે હું તેનો એક મેસેન્જર હતો. તેના લવ મેરેજનો પ્રસ્તાવ પણ હું જ લઈને ગયો હતો. બંગાળી હોવાને કારણે તેણે મને કહ્યું હતું કે તું ભરોસાપાત્ર વ્યક્તિ છો અને તું જ વાત કર. જોકે, NSDમાંથી બહાર આવ્યાના થોડાં વર્ષો બાદ તેણે લગ્ન કર્યાં હતાં. આનું કારણ કદાચ મુંબઈમાં તેનો સંઘર્ષ હોઈ શકે છે. તેની સાથે પારિવારિક સંબંધો હતાં. હું તેની માતાને પણ ઓળખતો અને નાના ભાઈને પણ મળ્યો હતો. 

તેણે શરૂઆતમાં મુંબઈમાં ઘણો જ સંઘર્ષ કર્યો હતો. છ કલાક કોલ સેન્ટરમાં નોકરી કરી હતી. બાકીના સમયમાં સ્ટૂડિયો તથા ડિરેક્ટરના ચક્કર કાપતો. પહેલી સીરિયલ ‘ડિસ્કવરી ઓફ ઈન્ડિયા’માં બ્રેક મળ્યો. આઠ વર્ષ બાદ ટીવીનો સૌથી લોકપ્રિય સ્ટાર બન્યો. પછી પહેલી ફિલ્મ મળી. 42 વર્ષની ઉંમરમાં કદાચ તે સિનેમામાં આવ્યો અને જ્યારે આવ્યો ત્યારે અમિતાભ બચ્ચનથી લઈ ટોમ હેંક્સ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું. 

લીડ એકટ્રેસ દીપિકા પાદુકોણ તથા ઐશ્વર્યા રાય સાથે સ્ક્રીન શૅર કરી. તેની તુલના થઈ શકે તેમ નહોતી. નસીરૂદ્દીન શાહ, ઓમપુરી, અનુપમ ખેર બાદ તે NSDનો ચોથો વ્યક્તિ હતો, જેણે આંતરરાષ્ટ્રીય સિનેમામાં પોતાની આગવી ઓળખ બનાવી હતી અમારી બેંચનો હતો, અમારો યાર હતો (આટલું કહીને આલોક રડી પડ્યાં). લૉકડાઉન ના હોત તો હું મુંબઈ જાત. 

તે શરૂઆતથી જ નસીરૂદ્દીન શાહને બહુ માનતો હતો. તે કહેતો કે ફિલ્મમાં રિયાલિસ્ટક એક્ટિંગ નસીરસાહેબ કરે છે. સારા રોલ મળે તો વ્યક્તિ સફળ થઈ શકે છે. ‘પાન સિંહ તોમર’માં તેણે સર્વશ્રેષ્ઠ અભિનય કર્યો હતો. તે કેરેક્ટરને પી ગયો હતો. હી વોઝ અ કિંગ.

Source link

Leave a Comment

%d bloggers like this: