Italian Serie A and the Europa League will be played without spectators in the stadium to tackle the spread of coronavirus|કોરોનાવાયરસના કારણે સીરી-એ અને યુરોપા લીગના મુકાબલા ખાલી સ્ટેડિયમમાં થશે, દેશમાં અત્યાર સુધીમાં 5નાં મોત

  • રમત મંત્રીએ કેબિનેટ બેઠક પછી કહ્યું- અમે સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રી બંધ કરવાનો નિર્ણય લીધો
  • યુરોપમાં સૌથી વધુ 80 પોઝિટિવ કેસ ઇટલીમાં જોવા મળ્યા

Divyabhaskar.com

Feb 25, 2020, 11:07 AM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇટલીમાં કોરોનાવાયરસના કારણે સીરી-એ અને યુરોપા ફૂટબોલ લીગના મુકાબલા ખાલી સ્ટેડિયમમાં રમાશે. રમત મંત્રી વિનસેન્જો સ્પાડાફોરાએ સોમવારે કેબિનેટની બેઠક પછી આ અંગે જાહેરાત કરી હતી. સ્પાડાફોરાએ કહ્યું કે, દેશમાં કોવિડ-19થી પીડિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. નોર્થ ઇટલીના 6 શહેરોમાં આને કારણે રમતના આયોજન પર પ્રતિબંધ લાગ્યો છે. તેથી અમે સ્ટેડિયમમાં ફેન્સની એન્ટ્રીને બંધ કરવાનો નિર્ણય લીધો છે. જોકે રમતમંત્રીએ એ નથી કહ્યું કે આની અસર સીરી-એની કેટલી મેચો પર થશે. દેશમાં અત્યાર સુધીમાં 5 લોકોના મોત થયા છે, જ્યારે 80 પોઝિટિવ કેસ રજીસ્ટર્ડ થયા છે. કોરોનાવાયરસથી પ્રભાવિત નોર્થ ઇટલીમાં લીગની 6 મેચ થશે. તેમાં રવિવારે યુવેન્ટ્સ અને લીગમાં ત્રીજા સ્થાને હાજર ઇન્ટર મિલાનની મેચનો પણ સમાવેશ થાય છે.

ઇન્ટર મિલાન- લુડોગોરેટ્સની મેચમાં પણ દર્શકોની એન્ટ્રી નહીં થાય
ઇન્ટર મિલાને પણ નિર્ણય લીધો છે કે આ અઠવાડિયે ગુરુવારે યુરોપા લીગમાં લુડોગોરેટ્સ સામેની મેચમાં પણ દર્શકોને મેચમાં એન્ટ્રી મળશે નહીં. જોકે ચેમ્પિયન્સ લીગમાં મંગળવારે નેપાલી અને બાર્સેલોનાની વચ્ચેની મેચના આયોજન પર અત્યારે કોઈ સંકટ નથી.

Source link

Leave a Comment

%d bloggers like this: