Japan spends 90 thousand crores so far, impossible to cancel or avoid Tokyo Olympics|ટોકિયો ઓલિમ્પિક રદ અથવા ટાળવું અશક્ય જેવું, જાપાને અત્યાર સુધી 90 હજાર કરોડ ખર્ચ્યા

  • જાપાનમાં 27 ફેબ્રુઆરી સુધી કોરોનાવાઈરસથી સંક્રમિત લોકોનો આંકડો 200 સુધી પહોંચ્યો, શાળા બંધ 
  • જૂલાઈમાં યોજાનારા ટોકિયો ઓલિમ્પિક પર અસરની આશંકા, પરંતુ આને રદ કરવું ટાળવું અશક્ય 

Divyabhaskar.com

Feb 28, 2020, 10:39 AM IST

સ્પોર્ટ્સ ડેસ્કઃ ચીનમાંથી શરૂ થયેલા કોરોનાવાઈરસનું સંક્રમણ ધીમે ધીમે આખી દુનિયાના ઘણા દેશો સુધી ફેલાઈ રહ્યું છે. જોપાન પણ આમાંથી બાકાત નથી રહ્યું. શુક્રવારે વડાપ્રધાન શિન્જો આબેએ 2 માર્ચથી તમામ શાળા બંધ કરવાના આદેશ આપ્યા છે. 24 જૂલાઈથી અહીંયા ટોકિયોમાં ઓલિમ્પિક સ્પોર્ટ્સ પણ યોજાશે. જેને રદ કરવા અથવા ટાળવાની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટિ (IOC)ના સભ્ય ડિક પાઉન્ડ આને અશક્ય માને છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, જાપાન આ રમતો પર અત્યાર સુધી 12.6 અબજ ડોલર(લગભગ 90 હજાર કરોડ રૂપિયા) ખર્ચી ચુક્યું છે. આર્થિક નુકસાન પોતાની જગ્યાએ પણ એ એથલીટ્સ પર આની ગંભીર અસર થશે જે ઓલ્મપિકનો ભાગ બનવા અને પદક જીતવા માટે આખું જીવન સમર્પિત કરી દે છે.

IOC પાસે બે વિકલ્પ
જો કોરોનાવાઈરસના સંક્રમણ પર કાબૂ નહીં મેળવવામાં આવે તો ટોકિયો ઓલિમ્પિક 2020નું શું થશે? આ સવાલ અત્યારથી ઉઠવા લાગ્યો છે. જેના માટે બે વિકલ્પ છે. પહેલો- ઓલિમ્પિક રમતોની તારીખ વધારી દેવામાં આવે. બીજો- આને રદ કરી દેવામાં આવે. પરંતુ CNN અને CNBC સાથે જ IOCના સભ્ય ડિક પાઉન્ડ પણ બન્ને વિકલ્પોને ફગાવે છે. જેના પ્રમાણે, આવું કરવું એકદમ મુશ્કેલ હશે. આનાથી આર્થિક અને માનવીય રીતે ખોટા પરિણામ આવશે.

ટાળવું મુશ્કેલ શા માટે
જ્યારે ઓલિમ્પિક ગેમ રમાઈ રહી હતી, એ વખતે દુનિયામાં ક્યાંય પણ રમતની કોઈ મોટી ઈવેન્ટ નહોતી થતી. IOC સહિત દરેક સ્પોર્ટ્સ ફેડરેશનનું કેલેન્ડર ઓલમ્પિક શિડ્યુઅલના હિસાબથી નક્કી થાય છે. આવું એટલા માટે થાય છે, જેથી દુનિયાના તમામ બેસ્ટ એથલીટ્સ આ રમતનો ભાગ બની શકે. બ્રોડકાસ્ટર્સથી માંડી સ્પોન્સર્સ સુધી પણ એ નક્કી કરે છે, જેથી પ્રસારણમાં કોઈ પણ પ્રકારની ખામી ન આવી શકે. જ્યારે ઓલિમ્પિક ન હતું, એ વખતે તમામ પ્રકારની રમતનું આયોજન થતા રહે છે. ફુટબોલ, બાસ્કેટબોલ અને બેસ બોઝની સીઝન ચાલતી રહે છે.

કોઈ પ્લાન ‘બી’નથી
ઓલમ્પિક રમતોનો વૈકલ્પિક યજમાન પણ નથી હોતો. જો કો દુનિયાની આ મોટી રમતોનું આયોજન ઉતાવળમાં કોઈ અન્ય દેશ કે શહેરમાં પણ નથી કરી શકાતું. પાઉન્ડના જણાવ્યા પ્રમાણે, આ રમતોને રદ કરવા અથવા તેને ટાળવાની સૌથી ગંભીર અસર એથલીટ્સ પર પડશે. આ રમતોમાં ભાગ લેવા અને પદક જીતવા માટે તે આખુ જીવન સમર્પિત કરી દે છે.

આર્થિક નુકસાન કેટલું?
CNBC પ્રમાણે, 2016થી અત્યાર સઉદી IOCએ ટોકિયો ઓલિમ્પિક 2020 માટે 5.7 અબજ ડોલર (40 હજાર 470 કરોડ રૂપિયા)ની રેવેન્યૂ એકઠી કરી હતી. જેનો 73 ટકા ભાગ મીડિયા રાઈટ્સ વેચીને મળ્યો છે. બાકીનો 27 ટકા ભાગ સ્પોન્સર્સ પાસેથી મળ્યો છે. જો ગેમ રદ થશે તો IOCએ આ રકમ પાછી આપવી પડશે. આટલું જ નહીં IOC દુનિયાભરમાં એથલીટ્સ માટે સ્કોલરશીપ, એજ્યુકેશન પ્રોગ્રામ્સ સાથે જ ફેડરેશન પાસેથી જે ફંડ મળે છે, એ પણ તેને પાછું આપવું પડશે.

જાપાનનું શું થશે?
ટોકિયો ઓલિમ્પિક 2020ની યજમાની જાપાન પાસે છે. સત્તાવાર આંકડાઓ પ્રમાણે, તે તૈયારીઓ માટે અત્યાર સુધી 12.6 અબજ ડોલર ખર્ચી ચુક્યું છે. કુલ અંદાજિત ખર્ચ આનો બમણો એટલે કે 25 અબજ ડોલર છે. ચિંતાની વાત તો એ છે કે ડિક પાઉન્ડના ટોકિયો ઓલિમ્પિક પર નિવેદન બાદ જાપાનની સૌથી મોટી એડ એજન્સી દેત્સૂના શેર સાત વર્ષના સૌથી નીચલા સ્તરે આવી ગઈ છે. પાઉન્ડે ટોકિયો ઓલમ્પિકને રદ કરવા અથવા તારીખમાં ફેરફાર કરવાની ચર્ચા કરી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: