Karan Johar replaces Rishi Kapoor with face mapping in Bobby’s Main Shayar Toh Nahin song|‘બોબી’ના ‘મૈં શાયર તો નહીં’ ગીતમાં ફેસ મેપિંગની મદદથી રીષિ કપૂરના સ્થાને કરન જોહરનો ચહેરો ફિટ કરવામાં આવ્યો

દિવ્ય ભાસ્કર

Apr 28, 2020, 12:02 PM IST

મુંબઈ. લૉકડાઉનમાં કરન જોહર બંને બાળકો તથા માતા સાથે મુંબઈમાં જ સમય પસાર કરી રહ્યો છે. તે અવાર-નવાર સોશિયલ મીડિયામાં વીડિયો શૅર કરે છે. હવે, કરન જોહરે એક ફની વીડિયો શૅર કર્યો છે. આ વીડિયોમાં કરન જોહર ફિલ્મ ‘બોબી’ના ‘મૈં શાયર તો નહીં’ ગીતમાં રીષિ કપૂરની જગ્યાએ જોવા મળે છે.

કરને વીડિયો શૅર કરીને આ વાત કહી
કરને વીડિયો શૅર કરીને કહ્યું હતું કે ફેસ મેપિંગનો જાદુ. સંજય ત્રિમ્બક્કડ નામના આર્ટિસ્ટે ‘મૈં શાયર તો નહીં’ ગીતમાં રિષી કપૂરના સ્થાને કરન જોહરનો ચહેરો ફિટ કર્યો હતો. આ વીડિયો ફિલ્મમેકર સંદિપ કમલને મળ્યો હતો. સંદિપ કમલે આ વીડિયો કરન જોહરને ફોરવર્ડ કર્યો હતો. આ વીડિયો જોયા બાદ કરને ઈન્સ્ટાગ્રામમાં શૅર કર્યો હતો. કરને કહ્યું હતું કે રાજ કપૂર તેના ફેવરિટ ફિલ્મમેકર છે અને રીષિ કપૂર તેના ફેવરિટ એક્ટર છે. તે ઈચ્છે છે કે બધા આ વીડિયો જુએ અને હસે.

રીષિની દીકરીએ કમેન્ટ કરી
કરનનો આ વીડિયો જોઈને ચાહકોએ કમેન્ટ્સ કરી હતી. રીષિ કપૂરની દીકરી રિદ્ધિમા કપૂરે આ વીડિયો જોઈને ક્લેપિંગ હેન્ડ્સ તથા લાફિંગ ઈમોજી કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરી હતી. સંગીતકાર વિશાલ દદલાનીએ કહ્યું હતું કે આ લિજેન્ડરી કરન જોહર છે. રીષિ કપૂરે કોઈ કમેન્ટ કરી? તે કોઈ કમેન્ટ કરે એ જ વાત મહત્ત્વની છે. પ્રીટિ ઝિન્ટાથી લઈ કાજોલ સહિતના સેલેબ્સે લાફિંગ ઈમોજી કમેન્ટ બોક્સમાં પોસ્ટ કરી હતી. તાહિરા કશ્યપે કહ્યું હતું કે તારા પિતાને તારી ટેલેન્ટ અને લુક્સની ખબર હતી. તારે તારા પિતાની વાત સાંભળવા જેવી હતી. 

રીષિ કપૂરની ડેબ્યૂ ફિલ્મ ‘બોબી’ હતી
રીષિ કપૂર તથા ડિમ્પલ કાપડિયાની ડેબ્યૂ ફિલ્મ ‘બોબી’ હતી. 1973માં રિલીઝ થયેલી આ ફિલ્મને રાજ કપૂરે ડિરેક્ટ કરી હતી. ફિલ્મમાં સંગીત લક્ષ્મીકાંત-પ્યારેલાલનું હતું. જ્યારે ‘મૈં શાયર તો નહીં’ ગીત શૈલેન્દ્ર સિંહે ગાયું હતું. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરડુપર હિટ રહી હતી. 

કરન-રીષિએ સાથે કામ કર્યું છે
કરન જોહરના પ્રોડક્શન હાઉસ હેઠળ બનેલી ફિલ્મ ‘સ્ટૂડન્ટ ઓફ ધ યર’, ‘અગ્નિપથ’, ‘કપૂર એન્ડ સન્સ’માં રીષિ કપૂરે કામ કર્યું છે. 

Source link

Leave a Comment

%d bloggers like this: