kidnaps 6-month-old baby in Sachin GIDC’s colony|સચીન GIDCની કોલોનીમાં 6 મહિનાના બાળકનું અપહરણ

  • સીસીટીવી કેમેરામાં અનીતા નામની મહિલા  અપહરણ કરતી દેખાઈ,  અગાઉ આ મહિલા પડોશમાં જ રહેતી હતી 

દિવ્ય ભાસ્કર

May 02, 2020, 06:38 AM IST

સુરત. સચીન જીઆઇડીસીમાં રામેશ્વર કોલોનીમાં ભાડેથી રહેતા પરિવારના 6 મહિનાના બાળકનું  શુકવારે સાંજે અપહરણ થયું હતું. સીસીટીવી કેમેરામાં તપાસ કરતા અનીતા નામની મહિલા હોવાનું બહાર આવ્યું હતું. મહિલા અગાઉ તેના પડોશમાં રહેતી હતી. 
પડોશી મહિલા બાળકની માતાની બહેનપણી પણ હોવાની વાત છે અને તેને સંતાન ન નથી. જેના કારણે અપહરણ કર્યુ હોવાની આશંકા પોલીસને લાગી રહી છે. આ ઘટના પછી બાળકના માતા-પિતાએ તેના ઘરે શોધખોળ કરવા છતાં બાળકનો કોઈ વાવડ ન મળતા આખરે સચીન જીઆઇડીસી પોલીસમાં ગયા હતા. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી હતી. 
શુકવારે સવારથી પોલીસ પ્રરપાંતીય લોકોને બસમાં બેસાડવા માટેના બંદોબસ્તમાં લાગી હતી. તેવામાં આ બનાવ બનતા પોલીસ દોડતી થઈ હતી. એવી પણ આશંકા છે. અગાઉ પડોશમાં રહેતી અનીતા બાળકને બસમાં લઈને નાસી ગઈ હોઈ શકે, જેથી ક્રાઇમબ્રાંચ અને સચીન જીઆઇડીસી પોલીસની ટીમે સાંજે 4 વાગ્યા પછી સચીન જીઆઇડીસીમાંથી નીકળેલી બસોમાં તપાસ કરવા માટે હાઇવેના રૂટો પર ગઈ હતી. 
મોડીરાતે પોલીસે આ કેસમાં કોઈ ચોક્કસ કડી હાથ લાગી હતી. વધુમાં પોલીસે જણાવ્યું કે મહિલાનો પતિ નોકરીએ ગયો હતો અને મહિલા બિમાર હોવાથી ઊંધી ગઈ હતી. જયારે મોટી બહેન 6 મહિનાના ભાઈને રમાડતી હતી તે સમયે અનીતા તેને ઊંચકી ગઈ હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: