Kohli, “This year is only for T20 and Tests,” Nehra said- “It is wrong to make such a statement after losing an ODI series.”|કોહલીએ કહ્યું હતું, આ વર્ષ માત્ર ટી-20 અને ટેસ્ટનું છે, નેહરાએ કહ્યું- વનડેમાં હાર્યા પછી આવું નિવેદન આપવું ખોટું છે

  • આ વર્ષે ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે વનડેમાં ભારતનો 3-0થી વ્હાઇટવોશ કર્યો હતો
  • નેહરાએ કહ્યું, વનડે જીતવા પર તમારું ધ્યાન નહોતું તો તમે રમવા માટે મેદાન પર ઉતર્યા જ કેમ હતા?

દિવ્ય ભાસ્કર

May 06, 2020, 03:12 PM IST

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ આ વર્ષે ન્યૂઝીલેન્ડમાં વનડે સીરિઝ 0-3થી હાર્યા પછી કહ્યું હતું કે, “આ વર્ષ ટેસ્ટ અને ટી-20નું છે. વનડેનું એટલું મહત્ત્વ નથી.” પૂર્વ ફાસ્ટ બોલર આશિષ નેહરાએ કોહલીના આ નિવેદનની ટીકા કરી છે. નેહરાએ કહ્યું કે, કોહલીએ જીત્યા પછી આવું કહ્યું હોત તો બરાબર હતું, પરંતુ હાર્યા પછી આવું નિવેદન આપવું ખોટી વાત છે.

નેહરાએ એક રેડિયો કાર્યક્રમમાં આકાશ ચોપરાને કહ્યું કે, હું કોહલી સાથે સહમત નથી કે આ વર્ષ ટી-20નું છે. જો વનડે જીતવા પર તમારું ધ્યાન નહોતું તો તમે રમવા માટે મેદાન પર ઉતર્યા જ કેમ હતા? જીત્યા પછી તમે આવું કીધું હોત તો સમજી શકાતું હતું. હાર્યા પછી આવું નિવેદન આપવું ખોટું છે. આનાથી ટીમના પ્રયત્નો પર પણ પ્રશ્ન ઉઠે છે. 

ઑસ્ટ્રેલિયાની સરખામણીએ હજી ઘણા સુધારાની જરૂર છે
નેહરાએ કહ્યું કે, ‘ વર્ષ 2000 પછી ભારતની બેટિંગ અને બોલિંગમાં સુધારો થયો છે. પરંતુ, ઑસ્ટ્રેલિયાની સરખામણીએ હજી ઘણા સુધારાની જરૂર છે. અમે તેમનાથી ઘણા દૂર છીએ. તમારાથી વધુ વખત ઘરની બહાર ટેસ્ટ મેચ જીત્યું છે. મને આશા છે કે, આવનારા સમયમાં ભારતીય ટીમ વધુ મજબૂત થશે. 

કેપ્ટન તરીકે વિરાટે વધુ કામ કરવું પડશે
પૂર્વ ભારતીય ઝડપી બોલરે કહ્યું કે, “હું કોહલીની કેપ્ટનશીપ વિશે વધારે કહેવા માંગતો નથી, કારણ કે હું તેની કેપ્ટનશીપ હેઠળ વધારે ક્રિકેટ નથી રમ્યો.” પરંતુ મારું માનવું છે કે વિરાટની કેપ્ટનશીપ હજી સુધરી રહી છે. કોહલીને ખેલાડી તરીકે કોઈ માન્યતાની જરૂર નથી, કારણ કે તેનો ગ્રાફ બધુ બતાવે છે. તેણે એક ખેલાડી તરીકે અદભૂત કામ કર્યું છે. 

Source link

Leave a Comment

%d bloggers like this: