Kovid 19 hospital patient says about staff for their treatment and care in ahmedabad|કોવિડ 19 હોસ્પિટલ દર્દીના કહે છે અમારે તો સગું શું? અને વહાલું કોણ? જે ગણો એ આ સ્ટાફ જ છે

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ બનાવી દેવાઈ
  • કોરોનાના સંકટ વચ્ચે કોવિડ ડેઝિગ્નેટેડ સિવિલ હોસ્પિટલમાં 1125 કોરોના યોદ્ધાઓ 24*7 ખડેપગે અવિરત સેવા બજાવે છે

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 04:32 PM IST

અમદાવાદ. અમારે તો સગું શુ…? અને વહાલુ કોણ..? જે ગણો એ આ આ સ્ટાફ જ છે. સિવિલ હોસ્પિટલના પરિસરમાં કોવિડ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓ પૈકી એક દર્દીના આ શબ્દો ઘણું બધું કહી જાય છે. કોવિડ-19 વાઈરસની મહામારીએ વિશ્વ આખાને ભરડામાં લીધું છે. આ રોગને નાથવા રાજ્ય પ્રશાસન સતત કાર્યરત છે. ત્યારે અમદાવાદની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં 1200 બેડની હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં ફેરવવામાં આવી છે.
3 પાળીમાં 125 કોરોના યોદ્ધા ચોવીસે કલાક ખડેપગે
સિવિલ હોસ્પિટલમાં આખા રાજ્યમાંથી અને કેટલાક કિસ્સાઓમાં રાજ્ય બહારથી પણ દર્દીઓને અહીં દાખલ કરાયા છે. આ દર્દીઓની સેવામાં ત્રણ પાળીમાં અંદાજે 125 કોરોના યોધ્ધાઓ 24*7 ખડેપગે અને અવિરત સેવા બજાવે છે.  અહીં સેવા બજાવતા તબીબો પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ સ્ટાફ સાચા અર્થમાં અત્યંત નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.
દર્દી કહે છે ઘરે આટલી સંભાળ ન લેવાત
હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા રૂદ્રેશશભાઈ કહે છે કે, કોઈ બીમારીમાં હોસ્પિટલમાં રહેવું કોઈને ન ગમે પરંતુ અહીં દાખલ થયા પછી એવું લાગે છે કે કદાચ ઘરે પણ અમારી આટલી સંભાળ ન લેવાઇ હોત.સવારે ઉકાળો, પછી ચા-નાસ્તો,  જમવાનું, બપોરે ચા, સાંજે ફ્રૂટ, જમવાનું અને રાત્રે સૂતાં પહેલા ગરમ દૂધ આ વ્યવસ્થા અહીં  તમામ દર્દીઓ માટે છે. એટલે સાચું કહું તો પરિવારની ખોટ તો લાગે જ પરંતુ આ વ્યવસ્થાથી એ કમી મહેસુસ નથી થતી.

કોરોના યોદ્ધા પણ કહે છે અમને પણ દર્દી વ્હાલા છે
કોઈના બાળકો નાના છે… કોઈના પરિવારમાં તકલીફ છે…પણ સેવા જ તેમનો ધર્મ…. કદાચ આ જ અભિગમને પગલે દર્દીઓ એમ માને છે કે આજ અમારા સગાવહાલા છે. આ વોર્ડમાં ફરજ બજાવતા મુક્તિ પટેલ કહે છે કે,  આ દર્દીઓના દવા સારવારની સાથે સાથે  ભોજન, પાણી અને અન્ય કોઈ જરૂરિયાત હોય તેનું અમે ધ્યાન રાખીએ છીએ. એટલે જ દર્દીઓ એમ માને છે કે અમે તેમના સગા છીએ અને અમે પણ એવું માનીએ છીએ કે આ દર્દીઓ જ અમારા વ્હાલા છે.
દર્દીઓની તમામ જરૂરિયાત પૂર્ણ કરાય છે
નર્સિંગ સ્ટાફમાં ફરજ બજાવતા પ્રવીણ પારેખ કહે છે કે, આ દર્દીઓની તમામ જરૂરિયાતો અમે નિષ્ઠાપૂર્વક પૂર્ણ કરીએ છીએ. એમાં ક્યાંય કોઇ કચાસ ન રહી જાય તેનું પણ ધ્યાન રાખીએ છીએ. તેમના સગા વ્હાલા તો અહીંયા પ્રવેશ નથી મેળવી શકતા. એ લોકો આ પરિસરમાં બનાવાયેલા ડોમમાં બેસે છે પરંતુ દર્દીઓના સગાવ્હાલાની જેમ જ અમે ફરજ બજાવીએ છીએ.

Source link

Leave a Comment

%d bloggers like this: