Laxman’s 281 runs is one of the best two innings against spin bowling: Ian Chappell|લક્ષ્મણની 281 રનની ઇનિંગ્સ સ્પિન બોલિંગ સામે સૌથી સારી બે ઇનિંગ્સમાંથી એક છે: ઇયાન ચેપલ

  • વીવીએસ લક્ષ્મણે 281 રનની ઇનિંગ્સ 2001માં ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર શેન વોર્ન સામે કોલકાતા ખાતે રમી હતી
  • ઓસ્ટ્રેલિયાના ડગ વોલ્ટર્સે 1969માં ચેન્નાઇ ખાતે કરેલા 102 રન ચેપલ અનુસાર બીજી શ્રેષ્ઠ ઇનિંગ્સ છે

દિવ્ય ભાસ્કર

Mar 29, 2020, 05:14 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન ઇયાન ચેપલે વીવીએસ લક્ષ્મણની 281 રનની ઇનિંગ્સને સ્પિન બોલિંગ સામેની સૌથી સારી બે ઇનિંગ્સમાંથી એક ગણાવી છે. લક્ષ્મણે આ ઇનિંગ્સ 2001માં ઓસ્ટ્રેલિયાના લેગ સ્પિનર શેન વોર્ન સામે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમી હતી. આ મેચમાં ફોલોઓન પછી લક્ષ્મણ અને રાહુલ દ્રવિડની 180 રનની ઇનિંગ્સ થકી ભારતે મેચ જીતી હતી. બીજી ઇનિંગ્સ ઓસ્ટ્રેલિયાના ડગ વોલ્ટર્સની છે. તેણે 1969માં મદ્રાસ માઈનફિલ્ડમાં એરાપલ્લી પ્રસન્નાના ઓફ-સ્પિન સામે 102 રન કર્યા હતા.

ચેપલે ક્રિકેટ વેબસાઈટ ઇએસપીએન ક્રિકઇન્ફો પર લખ્યું કે, કોરોનાવાઇરસના કારણે ક્રિકેટ ક્યાય નથી રમાતું. આવા સમયે તે સારા બેટ્સમેન વિશે વિચારું છું જેમણે શાનદાર ફૂટવર્કનો ઉપયોગ કરતા સ્પિન બોલિંગ સામે મોટી ઇનિંગ્સ રમી હતી. તેમાં બે ઇનિંગ્સ સૌથી સારી છે. એક ભારતના લક્ષ્મણની અને બીજી ઓસ્ટ્રેલિયાના વોલ્ટર્સની છે. 

ચેપલે કહ્યું કે, સ્પિન સામે લક્ષ્મણનું ફૂટવર્ક શાનદાર

  • તેમણે લખ્યું કે, “મેં અત્યાર સુધીમાં લેગ સ્પિન સામે જેટલી પણ ઇનિંગ્સ જોઈ તેમાં 2001માં લક્ષ્મણે રમેલી 281 રનની ઇનિંગ્સ સર્વશ્રેષ્ઠ છે. તે સીરિઝ પછી મેં શેન વોર્નને પૂછ્યું હતું કે તેણે કેવી બોલિંગ કરી. ત્યારે વોર્ને કહ્યું હતું કે, “મને નથી લાગતું કે મેં એટલી ખરાબ બોલિંગ કરી છે.” ત્યારે મેં તેને કહ્યું કે, ખરેખરમાં આવું જ હતું.
  • ચેપલે કહ્યું, જો લક્ષ્મણ ક્રિઝથી 3 કદમ આગળ આવીને સ્પિન સામે ઓન-ડ્રાઈવ રમે છે અને તે પછીના બોલે તમે થોડો શોર્ટ બોલ ફેંકીને વધુ એક ડ્રાઈવ મારવા કહો છો અને તે બેકફૂટ પર જઈને તેને પુલ કરી દે છે. આ ખરાબ બોલિંગ નથી, પરંતુ સારું ફૂટવર્ક છે. લક્ષ્મણે 452 બોલની ઇનિંગ્સમાં સતત પોતાનું સારું ફૂટવર્ક દાખવ્યું હતું. તેણે મેદાનની ચારેય બાજુ શોટ માર્યા હતા.

Source link

Leave a Comment

%d bloggers like this: