Laxman’s reply to Clarke – Good deal with Kohli does not give place in IPL; Srikanth said – Sledging didn’t win the match|ક્લાર્કને લક્ષ્મણનો જવાબ- કોહલી સાથે સારો વ્યવહાર IPLમાં જગ્યા નથી આપતો; શ્રીકાંતે કહ્યું

  • ક્લાર્કે કહ્યું હતું કે, IPLમાં કોન્ટ્રાકટ માટે ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓએ કોહલી સાથે સ્લેજિંગ નહોતી કરી
  • ભારતે 2018-19માં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, ત્યારે પહેલીવાર કોઈ એશિયન દેશે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી

દિવ્ય ભાસ્કર

Apr 15, 2020, 06:44 PM IST

પૂર્વ ભારતીય બેટ્સમેન વીવીએસ લક્ષ્મણ અને પૂર્વ ઓપનર કૃષ્ણમાચારી શ્રીકાંતે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન માઈકલ ક્લાર્કને જવાબ આપ્યો છે. ક્લાર્કે આરોપ લગાવ્યો હતો કે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માં કોન્ટ્રાકટ માટે અમારા ખેલાડીઓ કોહલી સામે સ્લેજિંગ કરતા નથી. આના પર લક્ષ્મણે કહ્યું કે, કોહલી સહિત તમામ ભારતીય ખેલાડીઓ સાથે સારો વ્યવહાર કરવાથી IPLમાં જગ્યા મળતી નથી. શ્રીકાંતે ક્લાર્કના નિવેદનને હાસ્યસ્પદ બતાવતા કહ્યું કે, સ્લેજિંગથી મેચ નથી જીતાતી. 

લક્ષ્મણે સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેક્ટેડમાં કહ્યું કે, “કોઈ ખેલાડી સાથે સારો વ્યવહાર કરવાથી તમને IPLમાં જગ્યા નથી મળતી. તમામ ફ્રેન્ચાઇઝ ખેલાડીઓની પ્રતિભાના આધારે તેમને ટીમમાં સામેલ કરે છે. ટીમમાં ઉપયોગી સાબિત થઈ શકે તેમને જ ખરીદવામાં આવે છે. અન્ય કોઈ રીતે તમે IPLનો ભાગ બની શકતા નથી.

મેચ જીતવા માટે સારું રમવું પડે છે: શ્રીકાંત 
શ્રીકાંતે આ જ પ્રોગ્રામમાં કહ્યું કે, “માત્ર સ્લેજિંગથી મેચ નથી જીતાતી. ક્લાર્કનું નિવેદન હાસ્યસ્પદ છે. જો તમે નાસિર હુસેન અથવા સર વિવિયન રિચર્ડ્સને પૂછ્યું હોત જે અનુભવી ખેલાડી છે, તો તેમણે તમને કહ્યું હોત કે- સ્લેજિંગથી રન બનાવી નથી શકતા અને વિકેટ લઈ નથી શકતા. તમારે આ માટે સારી બેટિંગ અને સારી બોલિંગ કરવી પડે છે. સ્લેજિંગથી મારા હિસાબે કોઈપણ રીતે ફાયદો થતો નથી.

ઑસ્ટ્રેલિયાના ખેલાડીઓ લાખો ડોલર કમાવવામાં થોડા સોફ્ટ હતા

ક્લાર્કે કહ્યું હતું કે, “કોહલી અને રોહિત IPLમાં બેંગલુરુ અને મુંબઇના કપ્તાન છે. પોતાની ટીમ પસંદ કરવામાં તેમની મહત્ત્વની ભૂમિકા હોય છે. બંને ખેલાડીઓને પોતાની ટીમમાં લેવા મોટી બોલી લગાવે છે. તેથી ખેલાડીઓ વિચારે છે કે હું કોહલી સામે આક્રમક રીતે નહિ રમું. આમ કરવાથી હું 6 અઠવાડિયામાં 10 લાખ ડોલર કમાઈ શકીશ. મને લાગે છે કે વચ્ચે એવો સમય હતો જ્યારે ઓસ્ટ્રેલિયા અમને જોવાની આદત છે એ અંદાજથી હવે ક્રિકેટ રમી રહ્યું નહોતું.

ભારતે 2018-19માં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવ્યું હતું, ત્યારે પહેલીવાર કોઈ એશિયન દેશે ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ સીરિઝ જીતી હતી. 

Source link

Leave a Comment

%d bloggers like this: