McCullum says T-20 World Cup difficult during Corona, should be postponed for a year and replaced by IPL|ફિન્ચે કહ્યું- કોરોનાના કારણે T-20 વર્લ્ડ કપ 3 મહિના માટે સ્થગિત થઈ શકે છે; મેક્કુલમનું સૂચન- તેની જગ્યાએ IPL કરાવવી જોઈએ

દિવ્ય ભાસ્કર

Apr 23, 2020, 04:35 PM IST

ઓસ્ટ્રેલિયાની વનડે અને T-20 ટીમના કપ્તાન આરોન ફિન્ચે કોરોનાવાયરસના કારણે T-20 વર્લ્ડ કપ સ્થગિત થવાની વાત કરી છે. તેણે કહ્યું કે, ટૂર્નામેન્ટ માટે ફેન્સે 3 મહિના રાહ જોવી પડે તેવું લાગે છે. જ્યારે ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમે બુધવારે T-20 વર્લ્ડ કપ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અંગે સૂચવ્યું હતું. તેણે કહ્યું કે, કોરોનાવાયરસને કારણે આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં T-20 વર્લ્ડ કપ થવો મુશ્કેલ છે. આવી સ્થિતિમાં તેની જગ્યાએ IPL થવી જોઈએ. કોરોનાને કારણે 29 માર્ચથી શરૂ થનાર IPLને અનિશ્ચિત સમય માટે મુલતવી રાખવામાં આવી છે. જ્યારે T-20 વર્લ્ડ કપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર દરમિયાન ઓસ્ટ્રેલિયામાં યોજાવાનો છે. કોરોનાના કારણે સપ્ટેમ્બર સુધી ઓસ્ટ્રેલિયામાં કોઈપણ વિદેશીના આવવા પર પ્રતિબંધ મુકાયો છે.

મેક્કુલમ કોલકાતા નાઈટ રાઇડર્સનો કોચ પણ છે. તેણે કહ્યું, ‘હું માનું છું કે ઓક્ટોબર વિંડોમાં IPL થવી જોઈએ. જ્યારે T-20 વર્લ્ડ કપની તારીખને આગળ વધારવામાં આવી જોઈએ. આનો અર્થ એ કે મહિલાઓની વનડે વર્લ્ડ કપની તારીખ પણ આગળ વધી શકે છે. આપણને ત્રણેય મોટી ટૂર્નામેન્ટ્સ એક સાથે જોવા મળી શકે છે. ” મહિલા વનડે વર્લ્ડ કપ ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડમાં યોજાવાનો છે.

દર્શકો વગર મેચ થાય તો ખેલાડીઓને ફર્ક પડતો નથી: ફિન્ચ
ફિન્ચે સેન રેડિયોને કહ્યું કે, “મારુ માનવું છે કે આપણે T-20 વર્લ્ડ કપ માટે વધુ રાહ જોવી પડશે. ટૂર્નામેન્ટ 1, 2 અથવા 3 મહિના પછી પણ થઈ શકે છે. આપણે જલ્દી લાઈવ મેચ જોશું. મને નથી લાગતું કે ખેલાડીઓને મેચ દર્શકો વગર થાય તો તેનાથી ફર્ક પડે છે. અમે ન્યૂઝીલેન્ડ સામે એક મેચ દર્શકો વગર રમી હતી. શરૂઆતની 4-5 ઓવર વિચિત્ર લાગ્યું હતું, પરંતુ પછી બધા ખેલાડીઓ કામે લાગી ગયા હતા. 

IPL ન થવાથી દરેકને ખૂબ નુકસાન થશે
પૂર્વ કિવિ કપ્તાને સ્કાય ક્રિકેટ પોટકાસ્ટમાં કહ્યું હતું કે, હું પ્રેક્ષકો વિના T-20 વર્લ્ડ કપ જોવા માંગતો નથી. ટૂર્નામેન્ટ માટે 16 ટીમોએ ઓસ્ટ્રેલિયા આવવું પડશે. તેમજ તેમનો સપોર્ટ સ્ટાફ અને બ્રોડકસ્ટર્સ પણ આવશે. એવું શક્ય જણાતું નથી, તેથી ટૂર્નામેન્ટ 2021ની શરૂઆતમાં યોજાવી જોઈએ. જો IPL નહીં રમાય, તો ખેલાડીઓ અને સપોર્ટિંગ સ્ટાફને ખૂબ મુશ્કેલી પડશે, તેમને પગાર આપવામાં આવશે નહીં. ”મેક્કુલમે આઈપીએલની 109 મેચોમાં 2880 રન બનાવ્યા છે. આમાં તેનો શ્રેષ્ઠ પર્સનલ સ્કોર 158 રન છે.

Source link

Leave a Comment

%d bloggers like this: