meeting on the issue of shutting down the diamond industry for a week on the rise in the case of diamond worker in surat|હીરા ઉદ્યોગ બંધ નહી રહે જેને ત્યાં ત્રણથી વધુ કેસ આવે તે યુનિટને બંધ કરવા પાલિકા સાથેની બેઠકમાં નિર્ણય

  • મિનીબજાર,ચોકસીબજાર અને મહિધરપુરા બજાર શની-રવિ બંધ રહેશે
  • મહિધરપુરા-મિનીબજારમાં સેફ વોલ્ટ શની અને રવિવારે બંધ રહેશે
  • માત્ર 21 દિવસમાં 250થી વધુ રત્નકલાકારો પોઝિટિવ આવ્યા છે

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 01:01 PM IST

સુરત. રત્નકલાકારોના કોરોનાના કેસમાં વધારો થતા હીરા ઉદ્યોગ બંધ રાખવા મુદ્દે બેઠક યોજાઈ છે. પાલિકા કમિશનર સાથે GJEPC અને સુરત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો સાથે મિટિંગ ચાલી રહી છે. જેમાં હીરા ઉદ્યોગ બંધ નહી રહે જેને ત્યાં કેસ આવે તેણે સ્વયંભૂ બંધ કરવા નિર્ણય લેવામાં આવ્યો છે.  અત્રે ઉલ્લેખનિય છે કે, માત્ર 21 દિવસમાં 250થી વધુ રત્નકલાકારો પોઝિટિવ આવ્યા છે. જેને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે.

હીરા ઉદ્યોગમાં રત્નકલાકારો સંક્રમણ માટે સુપર સ્પ્રેડર બન્યા
અનલોક-1 સાથે ઉદ્યોગ-ધંધાને છુટછાટ આપવામાં આવી છે. પરંતુ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝરના ઉપયોગ સહિતના કેટલાક નિયમો પાળવાની શરતે છુટ આપવામાં આવી હતી. વાઈરસના સક્રમણને અટકાવવા માટે સોશિયલ ડિસ્ટન્સીંગ અત્યંત જરૂરી છે. પરંતુ ડિસ્ટન્સ નહી જળવાતા કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ રહ્યો છે. જ્યારે હીરા ઉદ્યોગમાં રત્નકલાકારો સંક્રમણ માટે સુપર સ્પ્રેડર બન્યા છે. જેને પગલે શહેરની મોટી હીરા કંપનીઓએ શનિવાર અને રવિવારે બંધ રાખવાનો તો કેટલીક કંપનીઓ અઠવાડિયાની રજા આપી દીધી છે. 

સુરત ડાયમંડ એસોસિએશન ટીમ બનાવી ઇન્પેક્સન કરશે
આજ રોજ પાલિકા, GJEPC અને ડાયમંડ એસોસિશેશનના હોદ્દેદારોએ હીરા ઉદ્યોગકારો સાથે બેઠક યોજી છે. બેઠકમાં પાલિકા કમિશનર, સુરત મેયર, કલેક્ટર સહિના હાજર રહ્યા હતા. જેમાં મહિધરપુરા અને મિનીબજારમાં સેફ વોલ્ટ શની અને રવીવારે બંધ રહેશે. હીરાના કારખાનામાં કેન્ટીન બંધ રહેશે. એકથી વધુ કેસ આવે તો સંપૂર્ણ યુનિટ સ્વયંભુ બંધ રાખવાનું રહેશે. મહિધરપુરા, મિનીબજાર અને ચોકસી બજાર શની અને રવિવારે બંધ રહેશે. આ માટે સુરત ડાયમંડ એસોસિએશન ટીમ બનાવી ઇન્પેક્સન કરશે. આ સાથે મનપાની ટીમ પણ ખાસ તપાસ કરશે અને રત્નકલાકારોને ગરમ પાણી પણ આપવામાં આવશે.

Source link

Leave a Comment

%d bloggers like this: