Meghmaher everywhere in Halar, 8 inches in Kalyanpur|હાલારમાં સર્વત્ર મેઘમહેર , કલ્યાણપુરમાં 8 ઇંચ

  • ખંભાળિયામાં 4, ભાણવડમાં 3.5, દ્વારકામાં 3, લાલપુર અને જામજોધપુરમાં 2, જામનગરમાં અડધો ઇંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ, વાવણીકાર્ય પૂરજોશમાં શરૂ, ગતરાત્રીથી શરૂ થયેલા વરસાદથી ચોમેર આવકાર
  • સાની ડેમમાં નવા નીર આવ્યા: ધ્રોલ,જોડિયા અને કાલાવડમાં હળવા-ભારે ઝાપટાં વરસ્યા: નદી, તળાવ, ચેકડેમમાં પાણીની નોંધપાત્ર આવક

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 06:24 AM IST

જામનગર. હાલારમાં સૂર્યગ્રહણ સાથે ચોમાસાનું વિધિવત આગમન થતાં મેઘરાજાએ ધમાકેદાર પધરામણી કરતાં કલ્યાણપુરમાં 8 ઇંચ વરસાદ વરસતા સાની ડેમમાં નવા નીર આવ્યા છે. ખંભાળિયામાં 4, ભાણવડમાં 3.5, દ્વારકામાં 3, લાલપુર અને જામજોઘપુરમાં 2, જામનગરમાં અડધો ઇંચ વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થઇ ગયા છે અને વાવણીકાર્ય પૂરજોશમાં શરૂ કર્યું છે. ધ્રોલ,જોડિયા અને કાલાવડમાં હળવા-ભારે ઝાપટાં વરસ્યા છે. મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી નદી, તળાવ, ચેકડેમમાં પાણીની નોંઘપાત્ર આવક થઇ છે.

ચોમાસાનું વિધિવત આગમન થતાં મેઘરાજાની એન્ટ્રી
હાલારમાં ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન એકટીવીટીમાં અમુક તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. પરંતુ શનિવારે રાત્રીથી ચોમાસાનું વિધિવત આગમન થતાં મેઘરાજાની એન્ટ્રી થઇ હતી. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે રાત્રીના 12 વાગ્યાથી મેઘસવારી શરૂ થઇ હતી જે રવિવારે રાત્રીના 8 વાગ્યા સુધી ચાલુ રહી હતી. 20 કલાકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસતા ચોમેર પાણી પાણી થઇ ગયું હતું. જયારે ખંભાળિયા તાલુકામાં 4, ભાણવડમાં 3.5, દ્વારકામાં 3, લાલપુર અને જામજોઘપુરમાં 2, જામનગરમાં અડધો વરસાદ વરસ્યો હતો. 

દ્વારકા જિલ્લાના ગ્રામ્ય પંથકમાં 5 થી 8 ઇંચ વરસાદ 
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શનિવારે મોડીરાત્રીથી રવિવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં ધોધમાર 5 થી 8 ઇંચ વરસાદ વરસ્યાના અહેવાલ સાંપડયા છે. ખંભાળિયા તાલુકાના ભરાણા, ટીંબડી, વાડીનાર, કજુરડા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં 3.5 ઇંચ, માંઢા, સિંહણ, માંઝા, લલીયા, ભાણવારી તથા તથીયા ગામોમાં  બે થી અઢી ઈંચ, ભાડથર, બેરાજા, ભીંડા, લાલુકા, લાલપરડા, વીકે રે ગામોમાં ધોધમાર ચાર થી પાંચ ઈંચ વરસાદ પડી જતા નાના-મોટા ચેકડેમ ભરાઈ ગયા છે.

અડધો ઇંચ વરસાદથી પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખુલી 
જામનગરમાં રવિવારે સવારથી મેઘાવી માહોલ વચ્ચે સાંજે 6 વાગ્યાની આસપાસ મેઘરાજાએ પધરામણી કરી હતી. ગણતરીની મીનીટોમાં અડધો ઇંચ પાણી વરસાદ વરસી જતાં શહેરના નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જતાં મનપા દ્વારા લાખોના ખર્ચે કરવામાં આવેલી પ્રિ-મોન્સુન કામગીરીની પોલ ખૂલી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: