Mohammad Shami, who took a hat-trick in the World Cup, said – Following Dhoni’s advice, he was able to take third wicket|વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર મોહમ્મદ શમીએ કહ્યું

  • શમી પહેલા ભારત માટે ચેતન શર્માએ 1987ના વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ નાગપુરમાં હેટ્રિક લીધી હતી
  • શમીએ 2019ના વનડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી

દિવ્ય ભાસ્કર

Apr 16, 2020, 04:01 PM IST

કોરોનાવાયરસને કારણે તમામ રમતોની ટૂર્નામેન્ટ્સ રદ્દ કરવામાં આવી છે અથવા જુલાઈ સુધી મુલતવી રાખવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટરો સહિત વિશ્વના અન્ય ખેલાડીઓ પણ લોકડાઉનમાં ઘરે બેસીને મિત્રો સાથે ઓનલાઇન ચેટ કરી રહ્યા છે. આ દરમિયાન ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ઈરફાન પઠાણ સાથે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો ચેટ કર્યું હતું. શમીએ વનડે વર્લ્ડ કપ -2019માં અફઘાનિસ્તાન સામેની લી હેટ્રિક વિશે પણ ખુલાસો કર્યો હતો. શમીના કહેવા પ્રમાણે, બે વિકેટ બાદ મહેન્દ્રસિંહ ધોનીએ તેને સલાહ આપી હતી. આ જ બાબતને ધ્યાનમાં રાખીને શમીએ ત્રીજી વિકેટ લીધી અને વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર બીજા ભારતીય બન્યો.

ચેતન શર્મા શમી વર્લ્ડ કપમાં હેટ્રિક લેનાર પ્રથમ ભારતીય છે. ચેતને 1987ના વર્લ્ડ કપમાં નાગપુર ખાતે ન્યૂઝીલેન્ડ સામે આ સિદ્ધિ હાંસલ કરી હતી. તે જ સમયે, ઇરફાન ટેસ્ટમાં હેટ્રિક લેનાર બીજો ભારતીય છે. સલમાન બટ, યુનુસ ખાન અને મોહમ્મદ યુસુફને આઉટ કરીને 2006માં કરાચી ટેસ્ટમાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. આ સિવાય હરભજન સિંહ અને જસપ્રીત બુમરાહે પણ ટેસ્ટમાં હેટ્રિક લીધી છે.

140ની સ્પીડે યોર્કર નાખ્યો હતો: શમી
શમીએ ઇરફાનને કહ્યું કે, તે મારી ઓવરનો 5મો બોલ હતો અને મેં સતત 2 બોલમાં 2 વિકેટ લીધી હતી. પછી માહી (ધોની) ભાઈ મારી પાસે આવ્યા. તેઓએ મને કહ્યું – તું સારું કરી રહ્યો છો. બસ આ રીતે કરવાનું ચાલુ રાખ, પરંતુ બોલને ઝડપથી નાખજે. માહી ભાઈ જતા જ મેં નક્કી કર્યું હતું કે 140ની ઝડપે યોર્કર નાખીશ. મેં આ જ કર્યું અને મુજીબ બોલ્ડ થઈ ગયો. હું જાણતો હતો કે, આટલી સ્પીડમાં સરખી જગ્યાએ બોલ પિચ થાય તો શ્રેષ્ઠ બેટ્સમેનને ફાફા પડે છે, તો આ પૂંછડીયો બેટ્સમેન છે. બોલ્ડ થઈ ગયો. શમીએ મેચની અંતિમ ઓવરમાં હેટ્રિક લઈને ભારતને 11 રને જીત અપાવી હતી.

મેચમાં શમીએ ચાર વિકેટ ઝડપી હતી
અફઘાનિસ્તાન સામેની મેચમાં શમીએ 9.5 ઓવરમાં 40 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. છેલ્લી ઓવરમાં અફઘાનિસ્તાનને 16 રનની જરૂર હતી. નબીએ શમીનો પહેલો બોલ ચોગ્ગાથી ફટકાર્યો. બીજો બોલ ખાલી ગયો. પછીના ત્રણ બોલમાં શમી ત્રણ વિકેટ લીધી. આ દરમિયાન, તેમણે મોહમ્મદ નબી, આફતાબ આલમ અને મુજીબ ઉર રેહને આઉટ કર્યા હતા.

Source link

Leave a Comment

%d bloggers like this: