My friend is constantly online, skeptical|મારો ફ્રેન્ડ સતત ઓનલાઇન રહે છે, તેના પર શંકા જાય છે

  • સિગારેટ ન મળવાથી માથું દુ:ખે છે, હું શું કરું ?
  • આજે ‘લોક્ડ બટ નોટ ડાઉન’ અંગે વેબિનાર
  • લોકડાઉનમાં કચ્છ યુનિ.ની હેલ્પલાઇન પર 100થી વધુ પ્રશ્નો પૂછાયા

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 05:00 AM IST

ભુજ. કોરોના મહામારીને પગલે વિદ્યાર્થીઓ માટે કચ્છ યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ હતી, જેમાં છાત્રો દ્વારા 100થી વધુ વિવિધ પ્રશ્નો પૂછાયા હતા. ભુજની આર.આર. લાલન કોલેજના ત્રણ અધ્યાપકોને સાથે રાખીને કચ્છ યુનિવર્સિટી દ્વારા હેલ્પલાઇન શરૂ કરાઇ હતી, જેના પર ‘‘હું 19 વર્ષની વિદ્યાર્થિની છું અને લોકડાઉન થયું ત્યારથી મારા મિત્રને નથી મળી શકી. એની ખૂબ યાદ આવે છે, ઘરના વાતાવરણને કારણે છૂટથી ફોન પર પણ વાત નથી થઇ શકતી. સ્વભાવ શંકાશીલ થઈ ગયો છે અને એને watsapp પર સતત online જોવું તો ઈર્ષા આવે છે અને શંકા જાગે છે. રાત્રે ઊંઘ નથી આવતી અને એને ખોવી દેવાની બીક લાગે છે. માર્ગદર્શન આપશો’’
‘‘હું ૨૦ વર્ષનો છું અને મને સિગરેટનું વ્યસન છે. લોકડાઉનને કારણે મને સિગરેટ મળતી નથી અને એના કારણે મને ખુબ જ માથું દુખે છે, સુસ્તી રહે છે અને એની તલબ રહ્યા કરે છે. હું શું કરું?’’ સહિત 100થી વધુ પ્રશ્નો પૂછાયા હતા.
આવા પ્રશ્નોના નિરાકરણ માટે જાણીતા સાઇક્રિયાટ્રીસ્ટ હંસલ ભચેચનો તા.1/5, શુક્રવારના સવારે 11.30 કલાકે ‘લોક્ડ બટ નોટ ડાઉન’ વિષય પર વેબિનાર યોજાશે. જેમાં જુદા-જુદા પ્રશ્નો પર ચર્ચા કરવાની સાથે આવા વિદ્યાર્થીઓ પણ ઓનલાઇન જોડાઇને પોતાના પ્રશ્નો રજૂ કરશે. આ વેબિનાર https://urlzs.com/bqnSs, https://urlzs.com/9fkwK પર લાઇવ રહેશે, જેની મીટિંગ આઇ.ડી. 9656646413 અને પાસવર્ડ 334455 છે. આ વેબિનારનું સંચાલન અંગ્રેજી વિભાગના હેડ ડો. કાશ્મિરા મેહતા કરશે એમ કચ્છ યુનિ.ના ઇ.ચા. વાઇસ ચાન્સેલર ડો. પી.એસ. હીરાણીએ જણાવ્યું હતું. 

Source link

Leave a Comment

%d bloggers like this: