Nakhtrana cheated with the old man, took drugs and met death | નખત્રાણાના વૃદ્ધ સાથે છેતરપિંડી થતા દવા પીધી અને મોતને ભેટયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભુજ41 મિનિટ પહેલા

  • કૉપી લિંક
  • પોલીસ ફરીયાદ નહીં કરાય ત્યાં સુધી ભુજમાં લાશ સ્વિકારવાનો ઇન્કાર કરાયો

ભુજની એકોર્ડ હોસ્પિટલમાં નખત્રાણાના વૃદ્ધે અંતીમ શ્વાસ લીધા હતા, તેમણે એક માસ અગાઉ ભુમાફીયાઓના માનસિક ત્રાસથી તેમજ છેતરપિંડી થઇ હોવાથી ઝેરી દવા પીવાનું પગલુ ભર્યું હતું. મૃતકના પરીજનો અને સમાજના લોકોએ જયાં સુધી પોલીસ ફરીયાદ નહીં થાય ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર કરતા હોસ્પિટલે હોબાળો મચ્યો હતો.

નખત્રાણામાં રહેતા જાનમામદભાઇ રાઠોડે 2016ની સાલમાં જલારામ નગરમાં પ્લોટ નંબર 21 વેચાણથી ખરીદ્યો હતો, જે પ્લોટ પર મકાન બનાવી નાખ્યું હતું. બાદમાં ધ્યાન આવ્યું કે તેઓને 18 નંબરનો પ્લોટ પધરાવી દેવાયો છે. પ્રવીણસિંહ સોઢા, રબારી વેરશી, સર્વેયર દવે અને મોહનભાઇ પટેલ ચારેય જણા મળી 25 લાખ રૂપીયા આપો તો વચલો રસ્તો કાઢી આપીએ તેમ કહ્યું હતું. ત્રણ વર્ષ પૂર્વે બાંધકામ કરી નાખ્યું હતું તે પ્લોટ અન્ય માલિકીનું હતું અને મૃતકને ગાળો ભાંડવા લાગ્યો હતો.

25 લાખ રૂપીયાની માગણી કરી માનસિક ત્રાસ આપતા જાનમામદ ભાઇ રાઠોડે 24 ઓકટોબરના દવા પીધી હતી જેથી ભુજ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. રજૂઆત કરવા છતાંય એક માસ જેટલો સમય થઇ ગયો પણ પોલીસ દ્વારા ભુમાફીયાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. શનિવારે સાંજે જાનમામદભાઇ અંતીમ શ્વાસ લીધા હતા જેથી પરીજનો અને મુસ્લિમ સમાજના લોકોએ વિરોધ નોંધાવી જયાં સુધી પોલીસ ફરીયાદ દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી લાશ સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો.

Source link

Leave a Comment

%d bloggers like this: