On the occasion of the foundation day, the Chief Minister gave invaluable gifts to the middle class families, free food grains will be distributed to the APL 1 card holders, the beneficiaries of Vatsalya Yojana will get health cover.|સ્થાપના દિવસ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ મધ્યમ વર્ગિય પરિવારોને આપી અમૂલ્ય ભેટ, APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

  • 2.50 થી ૩ કરોડ  લોકોને સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પર વિનામૂલ્યે અનાજનું વિતરણ કરાશે
  • માં વાત્સલ્ય યોજનાના લાભાર્થીઓને મળશે આરોગ્ય કવચ
  • શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘ગુજરાતના કોરોના વોરિયર્સ’ ઉપર ચિત્ર-નિબંધ-કાવ્ય સ્પર્ધાના આયોજનની ઘોષણા કરી

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 12:38 AM IST

અમદાવાદ. ગુજરાત રાજ્યમાં પણ કોરોનાના કહેરના કારણે લોકડાઉન રખાયું છે. લોકડાઉનના સમયે મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતના સ્થાપના દિવસ નિમિત્તે મધ્યમ વર્ગીય પરિવારોને અનોખી ભેટ આપી છે. તેમણે લોકોને સંદેશો આપી જણાવ્યું કે રાજ્યના એપીએલ-૧ કાર્ડ ધારક મધ્યમ વર્ગીય ૬૧ લાખ પરિવારોને એટલે કે 2.50 થી ૩ કરોડ લોકોને આગામી તારીખ ૭ મે થી ૧૨ મેના પાંચ દિવસ દરમ્યાન પરિવાર દીઠ 10 કિલો ગ્રામ ઘઉં ત્રણ કિલોગ્રામ ચોખા એક કિલોગ્રામ દાળ અને એક કિલોગ્રામ ખાંડનું વિના મૂલ્ય વિતરણ કરાશે.અનાજનું વિતરણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી કરવામાં આવશે. અનાજ વિતરણમાં અંદાજે રૂ.200 કરોડનો ખર્ચ રાજ્ય સરકાર આપશે. ‘ગુજરાતના કોરોના વોરિયર્સ’ઉપર ચિત્ર-નિબંધ-કાવ્ય સ્પર્ધાનું આયોજન કરાશે, જેમાં પ થી રપ હજારના ઇનામોથી પુરસ્કૃત કરાશે. મુખ્યમંત્રીશ્રીએ કોરોનાના સંક્રમણમાં સમાજશકિતથી વિજયી થવા માટે પ્રેરણા આપી અને સોશિયલ મિડીયા પર ‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ સાથે વિડીયો-ફોટો અપલોડ કરવા જણાવ્યું. તેઓ સ્થાપના દિવસને સંવાદ દિવસ તરીકે ટેકનોલોજીના માધ્યમથી મનાવશે, જેનુ પ્રસારણ પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સ કરશે.

77 લાખ પરિવારોને આરોગ્ય કવચ
મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત સ્થાપના દિવસના અવસર પર બીજી અનોખી ભેટ લોકોને આપી.  માં વાત્સલ્ય અને માં અમૃતમ યોજના કાર્ડ ધરાવતા 77 લાખ પરિવારોને આરોગ્ય રક્ષા કવચ પુરુ પાડવામાં આવશે. આ યોજનાના લાભાર્થી પરિવારના કોઈપણ એક સભ્યને કોરોના વાઈરસની સંક્રમણની સ્થિતિ દરમ્યાન  માંદગી , સર્જરી કે ઓપરેશન કરાવવાની પરિસ્થિતિ ઉભી થાય તો સંપૂર્ણ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. પ્રસુતિ માટે દાખલ થવું પડે તો તેના ભાગ રૂપે કોરોના ટેસ્ટ કરાવવાની થાય તો ટેસ્ટ નો તમામ ખર્ચ રાજ્ય સરકાર ઉઠાવશે.

રાજ્યકક્ષામાં ત્રણેય કેટેગરીની ૪પ કૃતિઓને પ્રત્યેકને રપ-રપ હજારના ઇનામો અપાશે

શ્રી વિજયભાઇ રૂપાણીએ લોકડાઉનની સ્થિતીમાં ૬૦માં ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત ‘ગુજરાતના કોરોના વોરિયર્સ’ઉપર ચિત્ર-નિબંધ-કાવ્ય સ્પર્ધાના આયોજનની ઘોષણા કરી છે.  વિદ્યાર્થીઓ પોતે તૈયાર કરેલી આવી કૃતિઓ ઇમેઇલ અથવા પોસ્ટ મારફતે પોતે જે જિલ્લામાં અભ્યાસ કરતા હોય તે જિલ્લાના શિક્ષણાધિકારીને મોકલી શકશે. બાળ અને યુવાશકિતની આ ક્ષમતાને પ્રોત્સાહિત કરતાં શિક્ષણ વિભાગ દ્વારા ત્રણેય સ્પર્ધાઓમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગની શ્રેષ્ઠ કૃતિઓને પ્રથમ, દ્વિતીય અને તૃતિય એમ ત્રણ ક્રમ આપીને પ્રથમક્રમ માટે રૂ. ૧પ હજાર, દ્વિતીય માટે રૂ. ૧૧ હજાર અને ત્રીજા ક્રમ માટે પાંચ હજારના રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જિલ્લાકક્ષાની પસંદ થયેલી નિબંધ લેખન, કાવ્યલેખન અને ચિત્ર સ્પર્ધાની કૃતિઓની  ચકાસણી બાદ રાજ્ય કક્ષાએ શ્રેષ્ઠ પાંચ કૃતિઓ બેય વિભાગમાંથી પસંદ કરીને પ્રત્યેક કૃતિને રૂ. રપ હજારના ઇનામો રાજ્ય સરકાર આપશે.  સમગ્રતયા રાજ્યકક્ષાએ ત્રણેય કેટેગરીમાં મળીને ૪પ કૃતિઓને પ્રત્યેકને રપ-રપ હજારના ઇનામોથી પુરસ્કૃત કરાશે. 

રાજ્યના સૌ નાગરિકોને કોરોનાના સંક્રમણની સ્થિતીમાં મુખ્યમંત્રીશ્રીનું આહવાન 

તેમણે દરેકને ગુજરાતના સ્થાપના દિવસે સંકલ્પ કરવા માટે કહ્યું છે, જેમાં પ્રત્યેક વ્યકિત બહાર નિકળે ત્યારે તેને માસ્ક અવશ્ય પહેરવું, સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની સાથે સાબુથી વારંવાર હાથ ધોઇ સેનીટાઇઝ કરવા માટેની અપીલ મુખ્યમંત્રીશ્રીએ કરી છે. કોરોના વોરિયર્સનું મનોબળ વધારવા તેમણે પ્રત્યેક વ્યકિતને આ સંકલ્પ સાથેના વિડીયો-ફોટો ‘હેઝ ટેગ વિજય સંકલ્પ’ લખી સોશિયલ મિડીયા પર અપલોડ કરવા જણાવ્યું છે. મુખ્યમંત્રીશ્રીએ બધાને સાથે મળી કોરોના સામેની લડાઇમાં સમાજશકિતથી વિજયી થવા માટે પ્રેરણા આપી હતી.

મુખ્યમંત્રીશ્રી સ્થાપના દિવસને સંવાદ દિવસ તરીકે ટેકનોલોજીના માધ્યમથી મનાવશે
મુખ્યમંત્રીશ્રી રાજ્યની તમામ ૧૬ર નગરપાલિકાઓના પ્રમુખો, ઉપપ્રમુખો, સ્ટેન્ડીંગ કમિટી ચેરમેનશ્રીઓ તથા ચીફ ઓફિસરો સાથે સવારે ૧૧.૩૦ કલાકે વિડીયો કોન્ફરન્સ સંવાદ બેઠક કરશે. તેઓ કોરોના વાયરસ સામે સતર્કતા અને જનસહયોગથી મક્કમ નિર્ધાર સાથે હાથ ધરેલા પગલાંઓ અને ઉપાયો અંગે સાંજે ૬-૩૦ થી ૭ વાગ્યા દરમ્યાન પ્રાદેશિક ન્યૂઝ ચેનલો પર વાત કરશે. જેમાં જાણીતા લેખિકા શ્રી કાજલ ઓઝા વૈધ પણ હાજરી આપશે. ગુજરાતની ૬૦ વર્ષની સિદ્ધિઓની પ્રસ્તુતિને લગતા કાર્યક્રમો ૧લી મે એ સવારે ૮.૪પ તથા સાંજે ૭.૩૦ કલાકે પ્રાદેશિક ન્યૂઝ ચેનલ્સ પરથી પ્રસારિત કરવામાં આવશે.

Source link

Leave a Comment

%d bloggers like this: