Out of 3278 corona positive cases in Ahmedabad, the highest number of 674 cases was reported in Jamalpur, 335 in Behrampura and 227 in Danilimda|અમદાવાદમાં 3278 કોરોના પોઝિટિવમાંથી સૌથી વધુ 674 કેસ જમાલપુરમાં, બહેરામપુરામાં 335 અને દાણીલીમડામાં 227 કેસ નોંધાયા

  • Divya Bhaskar દ્વારા પહેલીવાર અમદાવાદમાં ઝોનવાર નહીં પરંતુ વિસ્તાર પ્રમાણે કોરોનાના દર્દીઓની યાદી તૈયાર કરાઈ
  • રાણીપ, સાબરમતી, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, કુબેરનગર, સૈજપુર, ભાઈપુરા, અમરાઈવાડી, ઈન્દ્રપુરી, ખોખરામાં એક પણ મોત નહીં

અનિરુદ્ધસિંહ મકવાણા

અનિરુદ્ધસિંહ મકવાણા

May 02, 2020, 07:00 PM IST

અમદાવાદ. શહેરમાં કોરોના મહામારી માઝા મૂકી રહી છે. છેલ્લા આંક પ્રમાણે શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંક 3278ને ઓળંગી ગયો છે. Divya Bhaskar દ્વારા પહેલીવાર અમદાવાદમાં ઝોનવાર નહીં પરંતુ વિસ્તાર પ્રમાણે કોરોનાના કેટલા દર્દીઓ છે તેની વિગતો રજૂ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. દ્વારા રોજબરોજ ઝોનવાર આંકડાઓ રજૂ કરવામાં આવે છે, પરંતુ Divya Bhaskarએ વિસ્તારવાર શંશોધન કરીને આંકડા રજૂ કર્યા છે. નોંધનીય છે કે, અમદાવાદમાં અત્યારસુધીમાં કોરોનાના સૌથી વધુ કેસ મધ્યઝોનના જમાલપુર વિસ્તારમાં 674 જેટલા નોંધાયા છે. જ્યારે બહેરામપુરામાં 335 અને દાણીલીમડામાં 227 પોઝિટિવ કેસ નોંધાયા છે.
જમાલપુર 61 મૃત્યુઆંક સાથે ટોચે, ખાડિયા-દરિયાપુરમાં 12ના મોત
અમદાવાદમાં અત્યારસુધીમાં સ્વાભાવિકપણે સૌથી વધુ મૃત્યુઆંક પણ જમાલપુરનો રહ્યો છે જ્યાં કોરોનાના 61 દર્દીના મૃત્યુ થયા છે. જ્યારે ત્યારપછી મૃત્યુઆંકની દૃષ્ટિએ ખાડિયા અને દરિયાપુર વિસ્તારનો ક્રમ આવે છે જ્યાં અત્યારસુધીમાં 12-12 દર્દીના મરણ થયા છે. આ સિવાય બહેરામપુરામાં 10 અને દાણીલીમડામાં 7 કોરોના પેશન્ટના મૃત્યુ થયા છે. જ્યારે રાણીપ, સાબરમતી, થલતેજ, ચાંદલોડિયા, ઘાટલોડિયા, વેજલપુર, કુબેરનગર, સૈજપુર, ભાઈપુરા, અમરાઈવાડી, ઈન્દ્રપુરી, ખોખરા વિસ્તારોમાં હજી સુધી એક પણ કોરોના પેશન્ટના મૃત્યુ થયા નથી.
સૌથી વધુ દર્દી સાજા થવામાં પણ જમાલપુર-દરિયાપુર-ખાડિયા-બહેરામપુરા મોખરે
અમદાવાદમાં અત્યારસુધી કોરોનાના દર્દીઓ સાજા થવાની બાબતમાં પણ જમાલપુર 77ના આંક સાથે ટોચ પર રહ્યું છે. જમાલપુરમાં અત્યારસુધીમાં 77 દર્દી સાજા થઈ ચૂક્યા છે. જ્યારે દરિયાપુરમાં 53, ખાડિયામાં 41, બહેરામપુરામાં 46 અને દાણીલીમડામાં 33 દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. પોઝિટિવ દર્દીઓના સાજા થવાનો આંક દિવસે-દિવસે સુધરી રહ્યો છે જે અમદાવાદ માટે સારા સમાચાર છે.

Source link

Leave a Comment

%d bloggers like this: