Out of 63500 in Ahmedabad district, 25 thousand reached foreign provinces|અમદાવાદ જિલ્લાના 63500માંથી 25 હજાર પરપ્રાંતીય વતન પહોંચ્યા

  • 10 હજાર લોકો ટ્રેન મારફતે બાકીના ખાનગી વાહનોમાં ગયા

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 06:58 AM IST

અમદાવાદ. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધીમાં 63,500 પરપ્રાંતીય નોંધાયા છે, જેમાંથી 25 હજાર જેટલા શ્રમિકો વતન પહોંચ્યા છે. તેમાંથી 10 હજાર શ્રમિકો ટ્રેન મારફતે અને બાકીના 15 હજાર પરપ્રાંતીય ખાનગી વાહનો મારફતે વતનમાં પહોંચ્યા છે.  સોમવારે સાબરમતી રેલવે સ્ટેશન પરથી વધુ ત્રણ ટ્રેન 3600 શ્રમિકોને લઈને બિહાર, ઉત્તરપ્રદેશ રવાના કરાઈ હતી.
સોમવારે વધુ ત્રણ ટ્રેન બિહાર, ઉત્તરપ્રદેશ માટે રવાના કરાઈ
લોકડાઉનને પગલે અમદાવાદ અને અન્ય જગ્યાએ ફસાયેલા પરપ્રાંતીયોને તેમના વતન પરત જવા માટે જિલ્લા કલેક્ટર કચેરીએ વિશેષ સુવિધા ઊભી કરાઈ હોવાનું અમદાવાદ જિલ્લા કલેક્ટર કે. કે. નિરાલાએ કહ્યું છે. તેમણે જણાવ્યું કે, જેઓ ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ નોંધણી નથી કરી શકતા, તેઓ કોલ સેન્ટર પર ફોન કરી નોંધણી કરાવી શકશે. જિલ્લાના જે પરપ્રાંતીયોને અગાઉથી જાણ કરાઈ છે, તેમના માટે સાબરમતી રેલવે સ્ટેશન પરથી સોમવારે રાતે બિહાર માટે બે અને ઉત્તરપ્રદેશ માટે એક ટ્રેન રવાના કરાઈ છે. બાકીના પેસેન્જરોને લઈ જવા માટે ટ્રેનોની વ્યવસ્થા થયા બાદ કલેક્ટર કચેરી તરફથી જાણ કરાશે.
આ હેલ્પલાઇન નંબર પર નામ નોંધાવો 
જિલ્લાના શ્રમિકો સહિત જે પરપ્રાંતીયોને ઓનલાઇન અરજી કરવામાં સમસ્યા થતી હોય તેઓ હેલ્પલાઇન નંબર 1800-233-9008 અને 079 26440626 પર પોતાની વિગતો આપી શકશે. આ વિગતો ફોનથી ભરાશે અને ત્યારબાદ વ્યવસ્થા કરી જે તે પરપ્રાંતીયને જાણ કરાશે.

Source link

Leave a Comment

%d bloggers like this: