Paramedics strike ends in SVP, police officer tries to persuade staff|એસવીપીમાં પેરા મેડીકલ સ્ટાફની હડતાળ સમેટાઈ, પોલીસ અધિકારીએ સ્ટાફને સમજાવવા બનતા પ્રયાસો કર્યા

દિવ્ય ભાસ્કર

May 01, 2020, 07:22 PM IST

અમદાવાદ. એસવીપી હોસ્પિટલમાં કામ કરતા પેરા મેડિકલ સ્ટાફ દ્વારા વિવિધ માગણીઓને લઇને હડતાળ કરવામાં આવી હતી. જોકે હવે આ હડતાળ સમેટાઈ ગઇ છે. કોરોના વાઇરસનની દહેશત વચ્ચે સ્ટાફ દ્વારા મેડિકલ ચેકઅપ સહિતની માગણીઓ કરવામાં આવી હતી જોકે આ માગણીઓ સ્વીકારાઇ ન હોવાના આક્ષેપ સાથે સ્ટાફ દ્વારા હડતાળ કરાઈ હતી.જે દરમિયાન હાજર પોલીસ અધિકારીએ પોતાના તરફથી બનતા પ્રયાસો કરીને હોસ્પિટલના તંત્ર અને વિરોધ કરી રહેલા સ્ટાફને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 
હું મારા ખર્ચે તમારા બધાનું મેડિકલ ચેક અપ કરાવીશઃ પોલીસ અધિકારી
આજે સવારે હોસ્પિટલ ખાતે હડતાળ કરી રહેલા સ્ટાફ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. સ્ટાફ દ્વારા રજૂઆત કરવા માટે હોસ્પિટલની અંદર જતી વખતે હાજર પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા પેરા મેડિકલ સ્ટાફને સમજાવવાનો બનતો પ્રયાસ કર્યો હતો. પોલીસ અધિકારીએ વિરોધ કરી રહેલા સ્ટાફને ત્યાં સુધી સમજાવ્યા હતા કે હું મારા ખર્ચે તમારા બધાનું મેડિકલ ચેક અપ કરાવીશ. 
પેરા મેડિકલ સ્ટાફને સમજાવવા ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા
એસવીપીના પેરા મેડિકલ સ્ટાફ દ્વારા  મેડિકલ ચેક અપ, ક્વોરન્ટીન લિવ સહિતની માગ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલા સ્ટાફ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવતા ઉચ્ચ અધિકારીઓએ તેમને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. તંત્ર દ્વારા સમગ્ર મામલે સમાધાન કરીને સ્ટાફની માગ સ્વીકારી લીધી હતી. સાથે જ હોસ્પિટલના કામને રાબેતા મુજબ શરૂ કરવા પ્રયાસો હાથ ધર્યા હતા. 

Source link

Leave a Comment

%d bloggers like this: