PK Banerjee passed away at the age of 83, FIFA declared India’s greatest footballer in the 20th century|83 વર્ષની ઉંમરે પીકે બેનર્જીનું નિધન થયું, ફિફાએ 20મી સદીમાં ભારતના સૌથી મહાન ફૂટબોલર જાહેર કર્યા હતા

  • બેનર્જી 2 માર્ચથી નિમોનિયાના કારણે કોલકાતાની એક હોસ્પિટલમાં એડમિટ હતા
  • 1962માં એશિયન ગેમ્સમાં ગોલ્ડ જીતાડનાર ભારતીય ટીમના સદસ્ય હતા

દિવ્ય ભાસ્કર

Mar 20, 2020, 03:35 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: 1962માં એશિયન ગેમ્સમાં ભારતને ફૂટબોલમાં ગોલ્ડ જીતાડનાર પીકે. બેનર્જીનું શુક્રવારે 83 વર્ષની વયે કોલકાતાના મેડિકા સુપરસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ 2 માર્ચથી નિમોનિયાના કારણે એડમિટ થયા હતા. તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરતા તેમને લાઈફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જોકે શુક્રવારે બપોરે 12:30 વાગે તેમણે છેલ્લો શ્વાસ લીધો હતો. ઇન્ટરનેશનલ ફૂટબોલ એસોસિયેશને તેમને 20મી સદીમાં ભારતના સૌથી મહાન ફૂટબોલ ખેલાડી જાહેર કર્યા હતા. ફિફાએ 2004માં તેમને ઓર્ડર ઓફ મેરિટ આપ્યો હતો.

તેઓ પાર્કિસન, દિલની બીમારી અને ડિમનેશિયાથી પીડિત હતા. તેમના નાના ભાઈ પ્રસૂન બેનર્જી કોંગ્રેસના સાંસદ છે.

1960માં રોમ ઓલિમ્પિકમાં ટીમ ઇન્ડિયાના કપ્તાન હતા
23 જૂન 1936ના રોજ જલપાઇગુરીમાં જન્મેલા બેનર્જી ભાગલા બાદ જમશેદપુર આવ્યા હતા. તેમણે અહીંથી ફૂટબોલ રમવાનું શરૂ કર્યું. બેનર્જીએ ભારત માટે 84 મેચમાં 65 ગોલ કર્યા હતા. તેમણે 1960ના રોમ ઓલિમ્પિક્માં ભારતનું નેતૃત્વ કર્યું હતું. ત્યારે ફ્રાન્સ સામે 1-1થી ડ્રો રહેલી મેચમાં તેમણે ભારત માટે બરાબરી કરી હતી. તેઓ 1956માં મેલબોર્નમાં ઓલિમ્પિક રમનાર ભારતીય ટીમના સદસ્ય હતા. ત્યારે ભારતે ઓસ્ટ્રેલિયાને 4-1થી હરાવ્યું હતું અને ટૂર્નામેન્ટમાં ચોથા સ્થાને રહ્યું હતું.

Source link

Leave a Comment

%d bloggers like this: