Police action plan against night walkers will use thermal drones as well as videographers|રાત્રે ટહેલવા નીકળતા લોકો સામે પોલીસનો એક્શન પ્લાન, થર્મલ ડ્રોનનો ઉપયોગ કરશે સાથે વીડિયોગ્રાફર પણ રાખશે

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 10:12 PM IST

અમદાવાદ. રાજ્યમાં લોકડાઉનનું સખત પાલન કરવાવવામાં આવી રહ્યું છે ત્યારે રાતના સમયે ટહેલવા નીકળતા લોકો માટે પોલીસે નવો એક્શન પ્લાન રેડી કર્યો છે. ત્યારે ગુજરાત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં આ પ્લાનની જાહેરાત કરી છે. ઘણા વિસ્તારોમાં પોલીસ હજુ પણ ફરી રહી છે ત્યારે શિવાનંદ ઝાએ જણાવ્યું છે કે લોકડાઉનનો ભંગ કોઇપણ સંજોગમાં ચલાવી લેવાશે નહીં. રાત્રે બહાર નીકળતા લોકો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

થર્મલ ડ્રોનનો ઉપયોગ થશે
શિવાનંદ ઝાએ આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે, જે લોકો રાત્રે ટહેલવા માટે નીકળે છે તે લોકોને ઝડપી પાડવા પોલીસ થર્મલ ડ્રોનનો ઉપયોગ કરશે. અમદાવાદના તમામ કન્ટેઇન્ટમેઇન્ટ વિસ્તાર છે. ત્યાં નાઇટવિઝન સુવિધાયુક્ત થર્મલ ડ્રોનનો ઉપયોગ કરવામાં આવશે. ઘોડેસવાર પોલીસ સઘન પેટ્રોલિંગ કરે છે. આ ઉપરાંત પોલીસને જોઇને ભાગી જતા લોકો માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લોકોને પકડવા માટે વીડિયોગ્રાફરને રાખવામાં આવશે.

ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ સતર્ક રહેવા સૂચના
સીસીટીવી કેમેરા, ડ્રોન અને એ.એન.પી.આર.ના માધ્યમથી શહેરની હિલચાલ ઉપર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ઇન્ટેલિજન્સ બ્યૂરોને પણ લોકડાઉન ભંગ વિશે સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે. ઇન્ટેલિજન્સ બ્યૂરો દ્વારા મળેલા ઈનપુટને આધારે ગઈકાલે લોકડાઉન ભંગના 8 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે એક મહિનામાં આઇ.બી.ના ઇનપુટ આધારે રાજ્યભરમાં 590 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. લૉકડાઉન દરમિયાન જાહેર સ્થળોએ ભીડ થતી હોય છે અને સોશિયલ ડિસ્ટેન્સિંગનો ભંગ થતો હોવાના બનાવોની 100 નંબર કે પોલીસ કંટ્રોલરૂમને જાણ થશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે. ગઈકાલે 100 નંબર પર મળેલા કોલને આધારે રાજ્યમાં 74 ગુના દાખલ કરાયા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: