Public curfew just before police curfew: City markets closed spontaneously from 8 pm before curfew is enforced from 9 pm | પોલીસના કફર્યૂ પહેલાં જ જનતાનો કફર્યૂ : રાત્રે 9 વાગ્યાથી કફર્યૂનો અમલ થાય તે પહેલાં જ 8 વાગ્યાથી શહેરના બજારો સ્વયંભૂ બંધ થઇ ગયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વડોદરાએક કલાક પહેલા

  • કૉપી લિંક

નાઈટ ક્વોરન્ટાઈન

  • પોલીસે સવારથી જ વેપારીઓ સાથે બેઠક કરી પાલન અંગે સમજાવ્યા હતા
  • દિવસે જનજીવન રાબેતા મુજબ રહેતા શહેરીજનો પેનિક બાઇંગથી દૂર રહ્યાં

શહેરમાં કોરોના સંક્રમણને રોકવા માટે સરકાર દ્વારા શનિવારે 21 નવેમ્બરથી રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે પોલીસે શનિવારે રાત્રે સમગ્ર શહેરમાં મુખ્ય ચાર રસ્તાઓ ઉપર બેરીકેડ મુકી દઇ સઘન ચેકીંગ શરુ કર્યું હતું અને કારણ વગર ઘરની બહાર નીકળેલા લોકોને પરત મોકલી દીધા હતા. રાત્રિ કરફ્યુના અમલના 1 કલાક પહેલાંથી જ બજારો બંધ થઇ ગયા હતા. એકલ દોકલ ખુલ્લી રહેલી દુકાનોને પોલીસે સુચના આપીને બંધ કરાવી દીધી હતી પણ શહેરમાં મંગળબજાર, નવાબજાર, એમ જી રોડ સહિત મોટા ભાગના બજારો કરફ્યુના અમલ પહેલાં જ બંધ થઇ ગયા હતા. રાત્રે શહેરના રસ્તાઓ સુમસામ ભાસી રહ્યા હતા.

રાત્રે બહારથી આવેલા મુસાફરોને પોલીસે પોતાના વાહનમાં ઘરે પહોંચાડ્યા
રાત્રિ કરફ્યુનો અમલ કરાવવા પોલીસે શનિવારે દિવસભર વેપારી અગ્રણીઓ સાથે બેઠક કરી હતી. જયારે પાલિકાએ વિવિધ બજારોમાં એનાઉન્સમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરી લોકોને જાગૃત કરવાના પ્રયાસ કર્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે, જેમને છુટછાટ અપાઇ છે તેવા લોકો સિવાય કારણ વગર ઘરની બહાર નીકળનારા લોકો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધાશે. રાત્રે સાડા નવ વાગ્યાના અરસામાં સુરતથી આવેલું પરિવાર બસ ડેપોમાં અટવાઇ ગયું હતું. જેને પોલીસે પોતાના વાહનમાં ઘરે પહોંચાડયું હતું.

વેપારીઓને માસ્ક પહેર્યા વિના કોઈ શાક લેવા આવે તો ન આપવા માઇક પર સૂચના આપી
શનિવારે પાલિકા દ્વારા વિવિધ વિસ્તારોમાં લાઉડ સ્પીકર સાથે સંક્રમણ થી બચવા માટેની જાહેર સૂચનો આપવામાં આવ્યા હતાં. ખંડેરાવ માર્કેટમાં પાલિકાની ટીમે ફરીને શાકભાજીના વેપારીઓને માસ્ક પહેર્યા વિના કોઈ શાક લેવા આવે તો ન આપવા માઇક પર સૂચના આપી હતી. જોકે 1 વેપારીએ 2 ગ્રાહકને માસ્ક ન હોવાથી પાછા કાઢ્યા હતા. બીજી તરફ રાત્રે 9 વાગે કફર્યૂનો સાય શરૂ થતા પહેલા જ મોટાભાગના બજારો બંધ થઇ ગયા હતા. લોકોએ શિસ્ત દાખવતા રસ્તાઓ પણ સૂમસામ થઇ ગયા હતા.

Source link

Leave a Comment

%d bloggers like this: