rajkot based jyoti CNC makes dhaman 1 ventilator for fight against covid 19 in just rs 1 lakh cost exclusive report|ગુજરાતને રોજના 100 વેન્ટિલેટર પૂરા પાડનારી રાજકોટની જ્યોતિ સીએનસીના પ્લાન્ટમાં આ રીતે બને છે ‘ધમણ-1’

  • રાજકોટના મટોડા સ્થિત જ્યોતિ સીએનસીના પ્લાન્ટમાં DivyaBhaskarની ટીમે જઈ વેન્ટિલેટર નિર્માણની જટિલ પ્રક્રિયા જાણી
  • સીએનસી, ગ્રાઈન્ડિંગ, ટીથીંગ, ટીથ કટિંગ જેવી જટિલ પ્રક્રિયાઓ વચ્ચે પણ રોજનો ટાર્ગેટ પૂરો કરવા કંપનીનો સ્ટાફ કટિબદ્ધ

જીગ્નેશ કોટેચા

જીગ્નેશ કોટેચા

Apr 29, 2020, 06:47 PM IST

રાજકોટ. કોરોના મહામારી સામેની લડતમાં સૌથી મોટું હથિયાર ગણાતા વેન્ટિલેટરની અછત દૂર કરવા રાજકોટની જ્યોતિ સીએનસી કંપનીએ 10 દિવસમાં ગુજરાત સરકારને 1000 વેન્ટિલેટર પૂરા પાડવાની ઘોષણા કરી છે. પ્રત્યેક રૂ. 1 લાખથી પણ ઓછી પડતર ધરાવતા ‘ધમણ-1’ નામના આ વેન્ટિલેટરની ઉત્પાદક રાજકોટની જ્યોતિ સીએનસીના રાજકોટના મટોડા સ્થિત પ્લાન્ટમાં DivyaBhaskarએ જઈને આ આખી પ્રોસેસ કઈ રીતે થવાની છે તે જાણ્યું. એક સાથે 50થી વધુ પ્રોસેસમાંથી પસાર થતા વેન્ટિલેટરના નિર્માણની પ્રક્રિયા અત્યંત જટિલ છે અને 150થી વધુ ઈજનેરો સહિતની ટીમ અત્યારે દિવસ-રાત કામે લાગી છે જેથી આગામી 10 દિવસમાં 1000 વેન્ટિલેટરના ટાર્ગેટને પૂરો કરી શકાય.

કંપની ડાયરેક્ટર સહદેવસિંહ કહે છે, ‘અત્યારે સમય સામે નથી જોતા’
DivyaBhaskar જ્યારે જ્યોતિ સીએનસીના પ્લાન્ટમાં ગયું અને કંપનીના ડાયરેક્ટર સહદેવસિંહ જાડેજા સાથે વાત કરી તો તેમણે જણાવ્યું કે, ‘‘વેન્ટિલેટર નિર્માણની પ્રક્રિયા અત્યંત જટિલ છે અને તેમાં સંખ્યાબંધ પ્રોસેસ સામેલ છે. પરંતુ અમે અત્યારે કામના કલાકો સામે નથી જોતા. આ મહામારીના સમયમાં અમારે સવારે 9 વાગ્યે આવી જવાનું નક્કી છે પણ રાત્રે જવાનો સમય નક્કી નથી. વેન્ટિલેટર નિર્માણમાં સંખ્યાબંધ પ્રોસેસ સામેલ છે જેમાં સીએનસી, ગ્રાઈન્ડિંગ, ટીથિંગ, ટીથ કટિંગ, એનોડાઈઝ જેવી પ્રક્રિયાઓ અને પ્રોસેસ હોય છે. એક વેન્ટિલેટર બનતા કોઈ નિશ્ચિત સમય નથી હોતો પણ અત્યારે અમારો ટાર્ગેટ છે કે કાલે સવારથી અમારે રોજના 100 નંગ કાઢવા છે. અમારી આખી 150 જણની ટીમ કામે લાગી છે અને અમે કોઈ પણ ભોગે આ કામ પાર પાડવાના જ છીએ.’’

જ્યોતિ સીએનસીના ક્વોલિટી કંટ્રોલરે DivyaBhaskarની ટીમને જણાવ્યું હતું કે, અહીં તૈયાર થયેલા સ્વદેશી વેન્ટિલેટરને 250 જેટલા પાર્ટ્સ દ્વારા એક યુનિટને તૈયાર કરાય છે. મશીનિંગ, પીઆર, એનોડાઈ અલ્ટ્રાસોનિક સહિત અનેક પ્રોસેસ બાદ સ્વદેશી વેન્ટિલેટર તૈયાર થયા છે. અહીં રોજના 100 વેન્ટિલેટર બનાવવાના ટાર્ગેટ સાથે ઈજનેરો અને કારીગરો કામગીરી કરી રહ્યા છે. વધુ વેન્ટિલેટર બનાવવાની જરૂરિયાત ઊભી થશે તો ડબલ શિફ્ટ કરીને દરરોજ 200 અને તેનાથી વધારેની માંગ થશે તો 24 કલાકમાં ત્રિપલ શિફ્ટ કરીને 300 યુનિટ વેન્ટિલેટર તૈયાર કરવાનું આયોજન કરાયું છે.

Source link

Leave a Comment

%d bloggers like this: