rajkot’s ward no 14 officer create hand free sanitizer machine|રાજકોટમાં વોર્ડ નં.14ના ઓફિસર અને તેની ટીમે હેન્ડ ફ્રિ સેનિટાઇઝર અને હેન્ડ ફ્રિ વોશ બેસીન મશીન બનાવ્યું

  • બાંધકામ સાઈટ પરના વધારાના મટીરીયલમાંથી બહુ સામાન્ય ખર્ચે મશીન બનાવ્યું
  • હેન્ડ ફ્રિ સેનેટાઇઝર મશીન પાછળ 1600થી 1700 ખર્ચ, હેન્ડ ફ્રિ વોશ બેસીન પાછળ 10થી 12 હજારનો ખર્ચ

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 02:29 PM IST

રાજકોટ. રાજકોટ મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની નિયત ફરજની સાથોસાથ પોતાની સમજદારી અને સંવેદનશીલતા સાથે સામાજિક ઉત્તરદાયિત્વ પણ નિભાવી રહ્યા છે.  હાલ શહેરમાં કોરોના વાઈરસ સામેની કાર્યવાહી ચાલી રહી છે. કોરોના વાઇરસના સંક્રમણને ધ્યાનમાં રાખી વોર્ડ નં. 14ના વોર્ડ ઈજનેર એચ.એ.વસાવા, વોર્ડ ઓફિસર હેમાદ્રીબા ઝાલા, આસી.ઈજનેર હર્ષવિજયસિંહ ગોહીલ, વર્ક આસી. પાર્થ પરમાર દ્વારા હેન્ડ ફ્રિ સેનિટાઈઝર મશીનનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમજ સાથોસાથ હેન્ડ ફ્રિ વોશ બેસીન મશીન પણ બનાવ્યું છે.  આ મશીન દ્વારા હાથ સ્પર્શ કર્યા વગર પગના સહયોગ વડે હેન્ડ વોશ કરી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.

હાથથી સ્પર્શ કર્યા વગર પગના સહયોગથી મશીન કામ કરે છે

આ મશીનને હાથેથી સ્પર્શ કર્યા વગર પગના સંચાલન દ્વારા હાથને સેનિટાઈઝ થઈ શકે તે મુજબનું બનાવવામા આવ્યું છે. આ મશીન માટે બાંધકામ સાઈટ પરના હાજર ફાજલ મટીરીયલમાથી બહુ સામાન્ય ખર્ચે બનાવવામા આવ્યું છે. આ નવીનતમ મશીન દ્વારા વોર્ડ 14ની ઓફિસ ખાતે આવતા સફાઈ કામદારો, કર્મચારીઓ તથા અન્ય જરુરી કામ માટે આવતા અરજદારો તુરંત હાથને સેનિટાઈઝ કરી શકે છે. સાથોસાથ હાલમા COVID-19ના મહામારીના દિવસોમા આરોગ્ય કેન્દ્ર પર દર્દીઓનો રોજબરોજ ખૂબ ધસારો રહે છે. જેમાં લક્ષ્મીવાડી મેઈન રોડ પર આવેલા આરોગ્ય કેન્દ્ર ખાતે દરરોજ ખૂબ વધુ પ્રમાણમાં લોકો અન્ય બીમારી સબબ સારવાર અર્થે આવતા હોય છે. જેના સ્વાસ્થ્યની ચિંતા ધ્યાને લઈ  હાથ ધોવા માટે વોશ બેસીન તથા હેન્ડ વોશ (લીક્વીડ)નો હાથેથી સ્પર્શ કર્યા વગર હાથને હેન્ડવોશથી ધોઈ શકાય તેવું હેન્ડ ફ્રિ વોશ બેસીન તૈયાર કર્યું છે. જેમા હાથ સાફ કરવા માટે નળ કે હેન્ડ વોશની બોટલના સ્પર્શ વગર પગનો ઉપયોગ કરી હાથને સાફ કરી શકાય છે. હાલમાં આ મશીન ટીમ વોર્ડ-14 દ્વારા લક્ષ્મીવાડી મેઇન રોડના આરોગ્ય કેન્દ્ર ખાતે M.O.ડો. મૌલીબેન ગણાત્રાને સોપવામા આવ્યું છે.

હેન્ડ ફ્રિ સેનેટાઇઝર મશીન પાછળ 1600થી 1700 ખર્ચ

આ અંગે હર્ષવિજયસિંહ ગોહિલે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, બંને મશીન વેસ્ટ મટીરીયલ્સમાંથી બનાવવામાં આવ્યા છે.  હેન્ડ ફ્રિ સેનેટાઇઝર મશીન પાછળ 1600થી 1700 રૂપિયાનો ખર્ચ થાય છે અને હેન્ડ ફ્રિ વોશ બેસીન મશીન પાછળ ટાંકા સાથે 10થી 12 હજારનો ખર્ચ થાય છે. હાલ સેમ્પલ બનાવવામાં આવ્યું છે. વધુ મશીન બનાવવાની કામગીરી ચાલી રહી છે.

Source link

Leave a Comment

%d bloggers like this: