Rakul Preet Singh is serving two meals to 200 needy families around his house.|રકુલ પ્રીત સિંહ તેના ઘર આસપાસના 200 જેટલા જરૂરિયાતમંદ પરિવારને બે સમયનું ભોજન પૂરું પાડી રહી છે

દિવ્ય ભાસ્કર

Apr 06, 2020, 06:10 PM IST

ગુરુગામ. કોરોના વાઇરસને અટકાવવા માટે ચાલી રહેલ લોકડાઉનમાં જરૂરિયાતમંદ લોકોની મદદ માટે એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ ઉમદા કામ કરી રહી છે. તે ગુરુગ્રામમાં તેના ઘર આસપાસ સ્લમ વિસ્તારના આવા 200 જેટલા પરિવારને રોજ બે સમયનું ભોજન પૂરું પાડે છે. તે તેનાં માતા પિતાની મદદથી આ કામ કરી રહી છે. 

તેણે જણાવ્યું કે, મારા પિતા આ સ્લમ વિસ્તાર શોધી આવ્યા જ્યાં લોકોની પાયાની જરૂરિયાત પણ સંતોષાતી નથી. અમે તેઓને બે ટંકનું ભોજન આપી રહ્યા છીએ અને જ્યાં સુધી આ લોકડાઉન ચાલું છે ત્યાં સુધી અમે આ કામ કરતા રહીશું. જો લોકડાઉનનો સમયગાળો વધ્યો તો અમે પણ મદદ ત્યાં સુધી લંબાવશું. હાલ અમે એપ્રિલ મહિના સુધી તો આ મદદ કરવા માટે કટિબદ્ધ છીએ. આ જમવાનું અમારી સોસાયટીમાં બને છે ને ત્યારબાદ લોકોને પહોંચાડવામાં આવે છે.

રકુલના આ નોબલ કામથી પ્રભાવિત થઈને તેના ફેન્સ પણ તેના પગલે ચાલીને લોકોને જમવાનું પૂરું પાડી રહ્યા છે. તેના ફેન્સને રકુલે વળતો જવાબ આપી ઉત્સાહ વધાર્યો છે. તેણે લખ્યું કે, આ જોઈને મને ઘણું ગર્વ થયું. ભગવાન તમારું ભલું કરે અને સુરક્ષિત રહો. તેણે એવું પણ કહ્યું કે, આ બધું મારાં માતાપિતાની મદદ વગર શક્ય ન બન્યું હોત. તેઓ દરેક વસ્તુ પર ધ્યાન આપી રહ્યા છે અને બને એટલી મદદ કરી રહ્યા છે.

Source link

Leave a Comment

%d bloggers like this: