Rathyatra from ISKCON temple will not start for 27 years, the chariot will be rotated in the temple itself|ઈસ્કોન મંદિરેથી 27 વર્ષથી નીકળતી રથયાત્રા નહીં નીકળે, મંદિરમાં જ રથ ફેરવવામાં આવશે

  • 30 જેટલા સેવકો દ્વારા ભગવાનનો રથ મંદિરમાં ફેરવવામાં આવશે
  • 30 જૂન સુધી મંદિરમાં ભાવિકોને પ્રવેશ ન આપવાનો નિર્ણય કરાયો

દિવ્ય ભાસ્કર

Jun 22, 2020, 03:25 PM IST

સુરત. કોરોનાની મહામારી વચ્ચે સુરતના જ્હાંગીરપુરા વિસ્તારમાં આવેલા ઈસ્કોન મંદિરની રથયાત્રા ન યોજવા નિર્ણય કરાયો છે. છેલ્લા 27 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વર્ષે નહિ નીકળે. આ ઉપરાંત ભાવિકોને 30 જુન સુધી મંદિર પરિસરમાં પ્રવેશ ન આપવાનો પણ નિર્ણય કરાયો છે. માત્ર મંદિરના 30 જેટલા સેવકો દ્વારા જ ભગવાનનો રથ મંદિરના પરિસરમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત 22મીએ મંદિરમાં સેનેટાઈઝ કરવામાં આવશે.

ટેક્નોલોજીના માધ્યમથી દર્શન થશે
કોરોના વાયરસના પોઝીટીવ કેસોમાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે. જયારે મૃતકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. આ વાતાવરણ વચ્ચે આગામી મંગળવારને અષાઢી બીજના રોજ શહેરના માર્ગો પર ભગવાન જગન્નાથ રથયાત્રામાં બેસી ભક્તોને દર્શન આપવા નીકળે છે. પરંતુ ઘણા વર્ષો પછી કોરોનાની મહામારીના કારણે આ રથયાત્રા શહેરમાં નીકળશે નહિ. મંદિરોના પુજારી દ્વારા મંદિરની અંદર જ ધાર્મિક શાસ્ત્રો પ્રમાણે પૂજા-અર્ચના કરવામાં આવશે. ભાવિકોને મંદિરની અંદર પ્રવેશ આપવામાં આવશે નહિ. પરંતુ ભક્તોએ ઘરે બેસીને ટેકનોલોજીના માધ્યમથી દર્શન કરવા પડશે.

વધતા કેસના પગલે રથયાત્રા નહીં યોજાય
જહાંગીરપુરા ઇસ્કોન મંદિરના સ્વામીએ જણાવ્યું હતું કે.  ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 27 વર્ષથી રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે કોરોનાની મહામારીના કારણે વધતા કેસને ધ્યાનમાં રાખીને ભક્તોનું આરોગ્ય સલામત રહે તે માટે ઇસ્કોન મંદિર દ્વારા રથયાત્રા ન યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવિકોને 30 જુન સુધી મંદિર પરિસરમાં પ્રવેશ ન આપવાનો પણ નિર્ણય કરાયો છે. માત્ર મંદિરના 30 જેટલા સેવકો દ્વારા જ ભગવાનનો રથ મંદિરના પરિસરમાં ફેરવવામાં આવશે. આ ઉપરાંત 22મીએ મંદિરમાં સેનેટાઈઝ કરવામાં આવશે.

Source link

Leave a Comment

%d bloggers like this: