Riddhima Kapoor shares Rishi Kapoor’s pic with his mother Krishna Raj, says ‘Reunited with his most favourite person’|દીકરી રિધ્ધિમા કપૂરે પિતા રિશી કપૂરનો માતા સાથેનો ફોટો શેર કરી લખ્યું, તેમના સૌથી વધુ ગમતા વ્યક્તિને ફરી મળી ગયા

દિવ્ય ભાસ્કર

May 05, 2020, 07:09 PM IST

મુંબઈ. રિધ્ધિમા કપૂરે પિતા રિશી કપૂરને યાદ કરીને સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી છે. 67 વર્ષીય રિશી કપૂરનું મૃત્યુ 30 એપ્રિલે થયું હતું. પિતાના નિધનના દિવસે રિધ્ધિમા મુંબઈમાં હાજર ન હતી. શનિવારે મોડી રાત્રે તે દિલ્હીથી મુંબઈ બાય રોડ પહોંચી હતી. રિધ્ધિમા સોશિયલ મીડિયા પર પિતાને યાદ કરીને પોસ્ટ કરતી રહેતી હોય છે. તેણે પિતાનો અને માતા નીતુ કપૂરનો લગ્નનો ફોટો શેર કર્યો હતો. ઉપરાંત રિશી કપૂર અને તેમના મમ્મી ક્રિષ્ના રાજ કપૂરનો ફોટો તેણે ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કર્યો હતો. તેણે લખ્યું કે, તેમના સૌથી વધુ ગમતા વ્યક્તિને ફરી મળી ગયા.

બે વર્ષ સુધી કેન્સર સામે લડ્યા બાદ રિશીએ 30 એપ્રિલે મુંબઈની રિલાયન્સ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. રિશી કપૂરની અંતિમ વિધિમાં તેમની દીકરી રિધ્ધિમા લોકડાઉનને કારણે હાજર રહી શકી ન હતી. દિલ્હી કોર્પોરેશન દ્વારા રિધ્ધિમાને મંજૂરી મળતા તે અંદાજે 36 કલાકમાં દિલ્હીથી મુંબઈ 1400 કિલોમીટરનો સફર ખેડીને શનિવારે મોડી રાત્રે બાય રોડ પહોંચી હતી. રિધ્ધિમા તેની દીકરી સમારા સાથે મુંબઈ આવી છે. રિધ્ધિમાના આવ્યા બાદ ઘરે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બાણગંગા ટેન્કમાં રિશીની અસ્થિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું.

નીતુ સિંહે અંબાણી પરિવારનો આભાર માનવા સમગ્ર કપૂર વતી એક પોસ્ટ શેર કરી હતી. રિધ્ધિમાએ પણ નીતુ સિંહ, રિશી કપૂર, મુકેશ અને નીતા અંબાણીનો ફોટો ઇન્સ્ટા સ્ટોરીમાં શેર કરી તેમનો આભાર માન્યો હતો.

Source link

Leave a Comment

%d bloggers like this: