Rise of AAP in Surat, Arvind Kejriwal will come on 26th to celebrate victory, will hold road show-Public Rally | સુરતમાં AAPનો ઉદય, જીતનું જશ્ન મનાવવા 26મીએ અરવિંદ કેજરીવાલ આવશે, રોડ શો-સભા કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરતએક કલાક પહેલા

  • કૉપી લિંક

મતદારોનો આભાર માનવા દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ સુરતમાં રોડ શો કરશે.

  • સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં આપએ મેળવેલી જીતની ઉજવણી થશે

સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીનો ભવ્ય વિજય થયો છે. જેથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સુરત આવશે 26 ફેબ્રુઆરીના દિવસે અરવિંદ કેજરીવાલ સુરતમાં રોડ શો અને જાહેર સભા સંબોધશે. પ્રજાએ બતાવેલા વિશ્વાસનો આભાર માનવા માટે તેઓ સુરત આવશે.સરથાણા, કાપોદ્રા, કતારગામ, વરાછા વિસ્તારોમાં રોડ શૉ કરશે.સુરત કોર્પોરેશનમાં વિરોધ પક્ષ તરીકે પોતાની પાર્ટી બેસે ત્યારે લોકોએ આમ આદમી પાર્ટીમાં બતાવેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવા તેઓ આવશે. આપના જીતના જશ્નને તેઓ ઉજવશે.

આમ આદમી પાર્ટીના વિજયી કાર્યકરોએ જીતનું જશ્ન મનાવ્યું હતું.

આમ આદમી પાર્ટીના વિજયી કાર્યકરોએ જીતનું જશ્ન મનાવ્યું હતું.

કોંગ્રેસ કરતાં આપ મોટો પક્ષ બન્યો પાલિકાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને ધારણા કરતાં પણ વધુ હતો લોકોએ મત આપ્યા છે. જેથી આપના ઉમેદવારો તરફ મૂકેલા વિશ્વાસનો આભાર માનવા અરવિંદ કેજરીવાલ તમામ વિસ્તારોમાં રોડ શો કરશે, અને જાહેર સભા સંબોધશે. અરવિંદ કેજરીવાલ આગામી દિવસોમાં ગુજરાત ના વિકાસમાં આમ આદમી પાર્ટી કેવી રીતે આગળ વધવા માંગે છે, તે અંગે પણ તેઓ પોતાની વાત મૂકી શકે છે. કેજરીવાલની સીધી નજર ગુજરાતના વિધાનસભાની ચૂંટણી ઉપર દેખાઈ રહી છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણીની માફક જ વિધાનસભામાં પણ આમ આદમી પાર્ટી ધમાકેદાર એન્ટ્રી મેળવે એ પ્રકારની તેઓ રણનીતિ ઘડાઈ રહી છે. ખૂબ ઓછા સમયમાં તેમણે સુરત જે પ્રકારે 27 બેઠકો પર વિજય મેળવ્યો અને વોટ શેરિંગમાં કોંગ્રેસ કરતા ખૂબ આગળ વધી છે.

આપના કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલનું અદકેરું સ્વાગત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

આપના કાર્યકરો દ્વારા અરવિંદ કેજરીવાલનું અદકેરું સ્વાગત કરવાની તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે.

આપ ભાજપને ટક્કર આપશે પાટીદાર વિસ્તારમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા અને રોડ શો યોજીને ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પાયાને વધુ મજબૂત કરવા માટેનો પ્રયાસ કરશે. સુરતની અરવિંદ કેજરીવાલની મુલાકાત રાજકીય રીતે આથી મહત્વની બની રહેશે. વિધાનસભાના ચૂંટણીના બીજ તેઓ આ વખતે સુરત મુલાકાતમાં વાવીને જશે એ વાત ચોક્કસ દેખાઈ રહી છે. રાજકીય રીતે અરવિંદ કેજરીવાલનો આ પ્રવાસ ભારતીય જનતા પાર્ટી માટે માથાનો દુઃખાવા સમાન બની રહેશે. જો આ જ પ્રકારે ધીમી અને મક્કમ ગતિથી અરવિંદ કેજરીવાલ કોંગ્રેસની નિષ્ક્રિયતાનો લાભ લેશે તો વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને આમ આદમીની સીધી ટક્કર જોવા મળી શકે છે અને આ ટક્કર ભાજપ માટે પણ ખૂબ જ પડકારજનક બની રહેશે.

Source link

Leave a Comment

%d bloggers like this: