rishi kapoor aka Chintu was a darling of the family, from grandfather Prithviraj to son Ranbir Kapoor Khandan|ચિંટુ પરિવારના લાડલા હતાં, દાદા પૃથ્વીરાજથી લઈ દીકરા રણબીર સુધી આવું છે કપૂર ખાનદાન

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 12:12 PM IST

મુંબઈ. વેટરન એક્ટર રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ મુંબઈમાં નિધન થયું. તેઓ માત્ર ચાહકોના નહીં પણ પરિવારમાં પણ લાડલા હતાં. તેમના દાદા પૃથ્વીરાજ કપૂરથી લઈ પિતા રાજ કપૂરે ઈન્ડસ્ટ્રીમાં મોટું યોગદાન આપ્યું છે. 

ચાર સપ્ટેમ્બર, 1952માં રિશી કપૂરે રાજ કપૂર-કૃષ્ણા રાજ કપૂરના ઘરે જન્મ લીધો હતો. રિશીને મોટો ભાઈ રણધીર, નાનો ભાઈ રાજીવ હતાં. બહેનો રીમા જૈન તથા સ્વ. રિતુ નંદા હતાં. શમ્મી કપૂર તથા શશિ કપૂર તેમના કાકા હતાં. પિતા, દાદા તથા કાકાએ પહેલાં જ બોલિવૂડમાં આગવું સ્થાન બનાવ્યું હતું. રિશીએ ‘મેરા નામ જોકર’થી ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે એક્ટિંગ દુનિયામાં પગ મૂક્યો હતો. 1973માં આવેલી ‘બોબી’થી લીડ રોલ તરીકે ડેબ્યૂ કર્યું હતું. 

કપૂર ખાનદાનઃ રણધીર, બબીતા, રિશી, નીતુ, શશિ કપૂર, કરીના કપૂર

રિશી કપૂરે વર્ષ 1980માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. આ પહેલાં તેમણે ઘણી ફિલ્મમાં સાથે કામ કર્યું હતું. તેમના લગ્ન ચેમ્બુરના બોમ્બે પ્રેસિડન્સી ગોલ્ફ ક્લબમાં થયા હતાં અને રિસેપ્શન આર કે સ્ટુડિયોમાં થયું હતું. તેમના લગ્નમાં બોલિવૂડની અનેક હસ્તીઓ હાજર રહી હતી. લગ્ન બાદ બંનેને બે સંતાનો દીકરી રિદ્ધિમા તથા દીકરો રણબીર છે. રણબીર કપૂર બોલિવૂડ સ્ટાર તરીકે લોકપ્રિય છે. તો રિદ્ધિમા જ્વેલરી ડિઝાઈનર છે. 

આરે સ્ટુડિયોમાં રિશી-નીતુના ગ્રાન્ડ વેડિંગ થયા હતાં

રિદ્ધિમા કપૂરઃ રિશી તથા નીતુની મોટી દીકરી રિદ્ધિમાનો જન્મ 15 સપ્ટેમ્બર, 1980માં થયો હતો. તે જાણીતી જ્વેલરી ડિઝાઈનર હતી. તેણે 2006માં ભરત સહાની સાથે લગ્ન કર્યાં હતાં. તેમને એક દીકરી સમારા છે. 

દીકરી રિદ્ધિમા, દીકરા રણબીર, દોહત્રી સાથે રિશી-નીતુ

રણબીર કપૂરઃ રિશી તથા નીતુનો લાડલો રણબીર આજે બોલિવૂડનો લોકપ્રિય સ્ટાર છે. તેણે 2007માં બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે ‘રાજનીત’, ‘રોકસ્ટાર’, ‘યે જવાની હૈં દિવાની’ તથા ‘સંજુ’ જેવી ફિલ્મમાં કામ કર્યું હતું. હાલમાં તે આલિયા ભટ્ટ સાથે રિલેશનશિપમાં છે. 

કપૂર ખાનદાનના અનેક સભ્યો સ્ટાર્સઃ રિશી કપૂરના ભાઈ રણધીરે બબિતા સાથે લગ્ન કર્યાં હતાં. બબિતા એક જાણીતી એક્ટ્રેસ છે. તેમને બે દીકરી કરીના તથા કરિશ્મા છે. બંને બોલિવૂડ એક્ટ્રેસ છે. રિશીની બહેન રિમા જૈનનો દીકરો આદર તથા અરમાન છે. બંનેએ બોલિવૂડમાં કામ કર્યું છે પરંતુ સફળતા મળી નથી. પ્રેમનાથ તથા પ્રેમચોપરા બંને રિશી કપૂરના મામા છે. 

કરિશ્મા કપૂર, કરીના, આદર, અરમાન જૈન

અમિતાભ સાથે આ સંબંધઃ રિશી કપૂરની બહેન રિતુ નંદાના દીકરા નિખિલ નંદાએ અમિતાભની દીકરી શ્વેતા સાથે લગ્ન કર્યાં છે. બંનેને એક દીકરી નાવ્યા તથા દીકરો અગત્સ્ય છે. અમિતાભ તથા રિશી સંબંધીઓ હોવા છતાં સારા મિત્રો પણ છે.

અમિતાભ બચ્ચન પત્ની, દીકરી, જમાઈ, પુત્ર તથા વહુ સાથે

Source link

Leave a Comment

%d bloggers like this: