Rishi Kapoor dies in Mumbai, says Amitabh Bachchan

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 10:17 AM IST

મુંબઈ. 67 વર્ષીય રીષિ કપૂરનું નિધન થઈ ગયું હતું. ખરાબ તબિયતને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. અમિતાભ બચ્ચને તેમના નિધનની માહિતી આપી હતી.

અમિતાભ બચ્ચને ટ્વીટ કરી
તે ગયો…રીષિ કપૂર ગયો.. હમણાં જ તેમનું નિધન થયું. હું તૂટી ગયો છું. કપૂર ફેમિલી તરફથી રણધીર કપૂરે રીષિના નિધનના ન્યૂઝને કન્ફર્મ કર્યાં છે. રીષિ કપૂરને બુધવારે (29 એપ્રિલ) એડમિટ કરવામાં આવ્યા હતાં. તેમને એચ એન રિલાયન્સમાં દાખલ કરવામાં આવ્યા હતાં. તેમને ભાઈ રણધીરે કહ્યું હતું કે તેમને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી. 

હજી 29 એપ્રિલે ઈરફાન ખાનનું નિધન
હજી એક દિવસ પહેલાં જ એટલે કે 29 એપ્રિલે ઈરફાન ખાનનું કેન્સરને કારણે નિધન થયું હતું. તેમણે કોકિલાબેન હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં. 

મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ પાસ આપ્યો હતો
ગયા ગુરુવારે (23 એપ્રિલ) રીષિ કપૂરની તબિયત સારી નહોતી. તેમને એડમિટ કરવામાં આવ્યા હતાં પરંતુ ચાર કલાક બાદ ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યા હતાં. હોસ્પિટલ માટે મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ પાસ પણ રિલીઝ કર્યો હતો. તેમનો મેડિકલ રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા હેલ્થ ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યો હતો. 

2 વર્ષ પહેલાં કેન્સર થયું હતું
2018માં રીષિ કપૂરને કેન્સર થયું હતું. સારવાર માટે તેઓ અમેરિકા ગયા હતાં. અહીંયા 11 મહિના સારવાર કરાવ્યા બાદ સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં. અહીંયા તેમની પત્ની સતત તેમની સાથે હતી. દીકરો રણબીર કપૂર તેમને મળવા માટે અવારનવાર ન્યૂ યોર્ક જતો હતો. કેટલાંક દિવસ પહેલાં રીષિ કપૂરે કહ્યું હતું કે તે હવે સારું ફીલ કરે છે અને કોઈ પણ કામ કરી શકે છે. તેઓ એક્ટિંગ બીજીવાર શરૂ કરવાને લઈ ઉત્સાહી છે. ન્યૂ યોર્કમાં તેમને અનેકવાર લોહી ચઢાવવામાં આવ્યું હતું. ત્યારે તેમણે પત્નીને કહ્યું હતું કે આશા છે કે નવા લોહીથી તેઓ એક્ટિંગ ભૂલી નહીં જાય. 

ચાહકો ન્યૂ યોર્ક ગયા હતાં
રીષિ કપૂરની ન્યૂ યોર્કમાં સારવાર ચાલતી હતી ત્યારે તેમની તબિયત પૂછવા માટે સતત બોલિવૂડ સેલેબ્સ ન્યૂ યોર્ક જતા હતાં. પ્રિયંકા ચોપરા, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, આમિર ખાન, શાહરુખ ખાન, દીપિકા, કરન જોહર, મલાઈકા સહિતના સેલેબ્સ સામેલ છે. રીષિ કપૂરને છેલ્લીવાર ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ધ બૉડી’માં જોવા મળ્યાં હતાં. તેઓ ફિલ્મ ‘શર્માજી નમકીન’નું શૂટિંગ કરતાં હતાં. 

આ વર્ષે ફેબ્રુઆરીમાં બેવાર એડમિટ થયા હતાં
રીષિ કપૂર આ વર્ષે બેવાર ફેબ્રુઆરી મહિનામાં દાખલ થયા હતાં. પહેલાં તેઓ દિલ્હીમાં એડમિટ થયા હતાં અને ત્યારબાદ તેમને મુંબઈમાં દાખલ કરવામાં આવ્યા હતાં. 

છેલ્લા મહિનાથી સોશિયલ મીડિયાથી દૂર
અગ્રેસિવ કમેન્ટ્સ માટે જાણીતા રીષિ કપૂરે 2 એપ્રિલ પછી ટ્વિટર પર કંઈ જ પોસ્ટ કરી નહોતી. તેમણે દીપિકા પાદુકોણ સાથે હોલિવૂડ ફિલ્મ ‘ધ ઈન્ટર્ન’ની હિંદી રીમેકમાં કામ કરવાની જાહેરાત કરી હતી. 

Source link

Leave a Comment

%d bloggers like this: