Rishi Kapoor made her screen debut at the age of 3 with her father in the film Shri 420|એક્ટ્રેસ નરગિસે મનાવ્યા બાદ 3 વર્ષની ઉંમરે રિશી કપૂર પહેલીવાર સ્ક્રીન પર આવ્યા હતા, ‘શ્રી 420’ ફિલ્મમાં પિતા સાથે કામ કર્યું હતું

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 12:04 PM IST

મહાન એક્ટર રિશી કપૂર નથી રહ્યા. 67 વર્ષીય રિશી કપૂરે વર્ષો સુધી ઇન્ડ્રસ્ટીમાં દાયકાઓ સુધી રાજ કર્યું. તેમણે ‘બોબી’ ફિલ્મથી લીડ એક્ટર તરીકે કરિયરની શરૂઆત કરી હતી. પરંતુ તેમની પહેલી ફિલ્મ ‘બોબી’ નહીં પિતા રાજ કપૂર સાથેની ‘શ્રી 420’ હતી. આ વિશે ખુદ રિશી કપૂરે એકવાર ખુલાસો કર્યો હતો કે કઈ રીતે નરગિસે તેમને રોલ માટે મનાવ્યા હતા. રિશી કપૂર ‘શ્રી 420’ના સોન્ગ ‘પ્યાર હુઆ ઈકરાર હુઆ’ સોન્ગમાં દેખાયા હતા. તેમાં રાજ અને નરગિસની પાછળ વરસાદમાં ચાલનારા ત્રણ બાળકોમાં એક રિશી કપૂર હતા.

રિશી કપૂરનો પહેલો શોટ 
ત્યારે રિશી કપૂરની ઉંમર 3 વર્ષની હતી અને નરગિસે તેમને ચોકલેટની લાલચ આપીને આ સોન્ગમાં કામ કરાવ્યું. રિશીએ આ બાબતે વાત કરતા જણાવ્યું હતું કે, મને કહેવામાં આવ્યું હતું કે શ્રી 420માં મારે એક શોટ આપવાનો છે અને મારા મોટા ભાઈ અને બહેન પણ આ શોટમાં હશે. અમારે વરસાદમાં ચાલવાનું છે. ત્યારે પણ શોટ દરમ્યાન જ્યારે પાણી મારા પર પડતું ત્યારે હું રડવા લાગતો. તેને કારણે શૂટિંગ કરી શકતો ન હતો. તો નરગિસે કહ્યું કે જો હું શોટ દરમ્યાન મારી આંખ ખુલી રાખીશ અને રડીશ નહીં તો મને ચોકલેટ આપશે. ત્યારબાદ મેં માત્ર ચોકલેટ માટે જ મારો પહેલો શોટ આપ્યો.

પિતાના યંગ રોલમાં રિશી કપૂર 
ત્યારબાદ રિશી કપૂરે ‘મેરા નામ જોકર’ ફિલ્મમાં રાજ કપૂરના કેરેકટરના યંગ વર્ઝનનો રોલ પ્લે કર્યો હતો. 1970માં આવેલ આ ફિલ્મમાં તેમને કાસ્ટ કરવાની વાત પિતા રાજ કપૂરે માતા કૃષ્ણા કપૂરને કરી હતી.

રિશી કપૂરે કહ્યું હતું કે, અમે ઘરે જમી રહ્યા હતા અને મારા પિતાએ માતાને કહ્યું, કૃષ્ણા હું ઈચ્છું છું કે ચિન્ટુ મેરા નામ જોકરમાં મારા યંગ વર્ઝનને નિભાવે.આ સાંભળી હું ઉત્સુક થઇ ગયો હતો કી મારી એક્ટિંગને લઈને વાત થઇ રહી છે. મેં તેમની સામે કઈ ન કહ્યું. જમીને હું રૂમમાં ગયો. મમ્મી ત્યારે પપ્પાને કહી રહ્યા હતા કે ફિલ્મને કારણે મારા સ્ટડી પર તેની અસર પડશે. એ અલગ વાત છે કે તે ફિલ્મથી મારી જિંદગી પર કોઈ અસર ન પડી. પરંતુ જ્યારે તેઓ આ બાબતે વિચાર કરી રહ્યા હતા ત્યારે હું રૂમમાં હતો. મેં સ્ટડી ટેબલનો દરવાજો ખોલી એક ફૂલ શીટ કાઢી અને તેના પર ઓટોગ્રાફની પ્રેક્ટિસ શરૂ કરી દીધી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: