Rishi Kapoor says goodbye, other celebs including Priyanka Chopra, Akshay Kumar, Rajinikanth express grief|રિશી કપૂરે અલવિદા કહ્યું, પ્રિયંકા ચોપરા, અક્ષય કુમાર, રજનીકાંત સહિત અન્ય સેલેબ્સે દુઃખ વ્યક્ત કર્યું

  • ક્રિકેટર વિરાટ કોહલી, રાજકારણી અરવિંદ કેજરીવાલે પણ શ્રદ્ધાંજલિ અર્પણ કરી 

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 11:02 AM IST

મુંબઈ. મુંબઈ ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સતત બીજા દિવસે એક મોટો ઝટકો લાગ્યો છે. હજી ઈરફાન ખાનના નિધનને લઈ બોલિવૂડ શોકમાંથી બહાર પણ આવી શક્યું નહોતું અને ગુરુવારે (30 એપ્રિલ) રિશી કપૂરે અણધારી વિદાય લીધી હતી. બોલિવૂડ સેલેબ્સે સોશિયલ મીડિયામાં પોતાના આ ફેવરિટ એક્ટરને શ્રદ્ધાંજલિ આપી છે.

પ્રિયંકા ચોપરા 

પ્રિયંકાએ નીતુ સિંહ અને રિશી કપૂર સાથેનો ફોટો શેર કરી લખ્યું કે, મારું હૃદય ખૂબ ભારે છે. આ એક સદીનો અંત છે. રિશી સર તમારું કેન્ડિડ હાર્ટ અને માપી ન શકાય એટલું ટેલેન્ટ ફરી ક્યારેય નહીં મળે. તમને વધુ સારી રીતે જાણવાનો એક ખાસ મોકો મળ્યો હતો. મારી સહાનુભૂતિ નીતુ મેમ, રિધિમા અને રણબીર અને બાકીના પરિવાર સાથે છે.

અક્ષય કુમાર 
એવું લાગે છે કે આપણે કોઈ ખરાબ સપનાની વચ્ચે છીએ. રિશીકપૂરના મૃત્યુના સમાચાર સાંભળ્યા, દિલને આઘાત થાય એવું છે. એ લેજન્ડ, ગ્રેટ કો-સ્ટાર અને પરિવારના સારા મિત્ર હતા. મારી પ્રાર્થના તેમના પરિવાર સાથે છે.

શિલ્પા શેટ્ટી 
ઉઠીને આવા સમાચાર મળે એ દિલ ચીરી નાખે એવા છે. એક મહાન કલાકાર, દુનિયાના કરોડો લોકોએ જેને પ્રેમ કર્યો તે હવે નથી રહ્યા. તમારી સ્ટાઇલ, સ્માઈલ બધું મિસ કરશું. આવતી પેઢીઓ તમારી લેગસીને યાદ રાખશે.

અનુષ્કા શર્મા 
મને હાલ કોઈ જ શબ્દો નથી મળી રહ્યા. ફોન હાથમાં પકડ્યો છે. ગઈકાલે ઈરફાન અને હવે… દુઃખી, હાર્ટબ્રોકન. મને ખરેખર હતું કે તમે આ બધામાંથી બહાર આવી જશો. તમારી ઘણી યાદ આવશે. રેસ્ટ ઈન પીસ, ઓમ શાંતિ.

રજનીકાંત 
હાર્ટબ્રોકન. ભગવાન એમની આત્માને શાંતિ આપે. મારા પ્રિય મિત્ર રિશી કપૂર.

અજય દેવગણ 
એક પછી બીજા ગયા. રિશીજીનું મૃત્યુ દિલ પર પથ્થર કોઈએ મૂક્યો હોય એવું છે. અમે રાજુ ચાચા (2000) ફિલ્મમાં સાથે હતા અને ત્યારથી અત્યારસુધી ટચમાં રહ્યા. નીતુજી, રણબીર, રિધિમાને સહાનુભૂતિ.

તાપસી પન્નુ 
તાપસીએ મુલ્ક ફિલ્મનો ફોટો શેર કરી લખ્યું કે, મારો સૌથી ગમતો ફોટો તેમની સાથેનો. બે વખત તેમની સાથે કામ કર્યું અને જે સાચા કોમ્પલિમેન્ટ આ વ્યક્તિ આપતા તે મારું મગજ અને દિલ ક્યારેય ભૂલી ન શકતા.

રવિના ટંડન 
એવું લાગે છે કે મારી જિંદગીનો એક હિસ્સો, મારી બાળપણની યાદો, મારો વર્તમાન બધું ફટાફટ જતું રહ્યું છે. ચિન્ટુ અંકલ આ યોગ્ય નથી. આપણી બધા સાથે આ યોગ્ય નથી. અમે તમને ખૂબ યાદ કરશું. સર આપણી હેટ ટ્રીક રહી ગઈ.

રિતેશ દેશમુખ

રાકેશ રોશન 

કૃતિ સેનન 

ફરહાન અખ્તર

કમલ હાસન 

સની દેઓલ 

કૃણાલ ખેમુ  

એકતા કપૂર 

અરવિંદ કેજરીવાલ 

વિરાટ કોહલી 

Source link

Leave a Comment

%d bloggers like this: