Rishi Kapoor was previously in love with a Parsi girl Yasmin, revealed in the book|રિશી કપૂર પહેલાં પારસી યુવતી યાસ્મીનના પ્રેમમાં હતાં, પુસ્તકમાં ખુલાસો કર્યો હતો

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 11:53 AM IST

મુંબઈ. રિશી કપૂરના આકસ્મિક નિધનથી બોલિવૂડ જ નહીં ચાહકો પણ ગમગીન છે. છેલ્લાં બે વર્ષથી કેન્સરથી પીડિત રિશી કપૂરના નિધનના સૌ પ્રથમ સમાચાર અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને આપ્યા હતાં અને તેમણે કહ્યું હતું કે તેઓ કેવી રીતે અંદરથી તૂટી ગયાં. 

1980માં લગ્ન કર્યાં હતાં
રિશી કપૂરે 1980માં નીતુ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, નીતુ પહેલાં તેઓ એક મહિલા સાથે રિલેશનશિપમાં રહ્યાં હતાં અને તેને લઈ ઘણાં જ ગંભીર હતાં. 

રિશીએ પોતાના પુસ્તક ‘ખુલ્લમ ખુલ્લાઃ રિશી કપૂર દિલ સે’માં આ વાતનો ખુલાસો કર્યો હતો કે તેમની પહેલી પ્રેમિકા પારસી યુવતી હતી, જેનું નામ યાસ્મીન મહેતા હતું. તેઓ ડેબ્યૂ ફિલ્મ ‘બોબી’ પહેલાં તેને ડેટ કરતાં હતાં. 

આ કારણે સંબંધ તૂટ્યો
1973માં રિશી કપૂરની ‘બોબી’ રિલીઝ થઈ હતી અને આ ફિલ્મથી રિશી તથા ડિમ્પલ કાપડિયાએ ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મ રિલીઝ થયાના થોડો સમય બાદ એક જાણીતા મેગેઝિને બંને વચ્ચે અફેર હોવાની વાત છાપી હતી. આ વાતની ડિમ્પલ પર તો કોઈ અસર ના થઈ, કારણ કે ત્યાં સુધીમાં ડિમ્પલે રાજેશ ખન્ના સાથે લગ્ન કરી લીધા હતાં. જોકે, રિશી તથા યાસ્મીનના સંબંધો પર ખરાબ અસર થઈ હતી અને બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું. 

યાસ્મીનને મનાવવા અનેક પ્રયાસ કર્યાં
રિશી પોતાની પ્રેમિકા યાસ્મીનને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યાં હતાં. તો બીજી બાજું રિશી તથા નીતુની જોડી ફિલ્મમાં હિટ રહી હતી. તેઓ એક પછી એક હિટ ફિલ્મ આપતા હતાં. બંને વચ્ચે સારું બોન્ડિંગ હતું. પછી ધીમે ધીમે આ બોન્ડિંગ પ્રેમમાં બદલાયું હતું. 

Source link

Leave a Comment

%d bloggers like this: