Rishi Kapoor was very fond of food, his wife Neetu used to make new dishes for him every day|ખાવાના ખૂબ શોખીન હતા રિશી કપૂર, પત્ની નીતુ રોજ તેમના માટે નવી નવી ડીશ બનાવતી હતી

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 10:33 PM IST

મુંબઈ. બોલિવૂડના ઉમદા કલાકાર રિશી કપૂરે ગુરુવારે આખરી વિદાય લીધી છે. રિશી હંમેશાંથી ખાવાના અને ક્લાસિકલ મ્યુઝિકના શોખીન હતા. પતિના શોખના કારણે નીતુ સિંહ તેમના માટે રોજ નવી નવી રેસિપી બનાવતા. પોતાના આ શોખ વિશેની જાણ તેમણે તેની બુક ખુલ્લમ ખુલ્લામાં પણ કરી હતી.

પંજાબી પરિવાર સાથે કનેક્શન ધરાવનાર રિશી હંમેશાંથી નોનવેજ, ઇટાલિયન ફૂડની સાથે અલગ અલગ સ્વાદના રસિયા હતા. તેમના આ શોખને કારણે નીતુ તેમના માટે અલગ અલગ ડીશ બનાવતા. કપિલ શર્માના શોમાં નીતુ સિંહે કહ્યું હતું કે, મને ખાવાનું બનાવવાનો કોઈ શોખ નથી પરંતુ મારા પતિને ખાવાનો શોખ છે. તેમના માટે હું રોજ ઓનલાઇન નવી ડીશ બનાવતા શીખું છું અને બનાવું છું. જો મહિનામાં હું કોઈ ડીશ રિપીટ કરું તો રિશી ગુસ્સે થઈને કહેતા કે આ તો કાલ જ બનાવી હતી. માટે હું રોજ અલગ અલગ ડીશ બનાવું છું જેથી તેઓ ખુશ રહે. 2017માં તેઓ કપિલ શર્માના શોમાં ગયા હતા.

નીતુ ઘણીવાર રિશી સાથેની લંચ ડેટ કે ડિનર ડેટનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતા. રિશી તેમના ભાઈ સાથેની મીટિંગમાં ખાવા પર જ ચર્ચા કરતા. નીતુએ ઘણા સમય પહેલાં ઇન્સ્ટા પર એક ફોટો શેર કર્યો હતો જેમાં રણધીર કપૂર અને કરિશ્મા રિશી સાથે હતા. નીતુએ લખ્યું હતું કે, બેસ્ટ બ્રધર, તેમની વાતો હંમેશાં ખાવા પર જ હોય છે.

સ્વેટર કલેક્શનનો પણ શોખ હતો 
રિશી કપૂરે તેમની ફિલ્મોમાં પોતાની આગવી સ્ટાઇલથી ઘણીવાર નવા ટ્રેન્ડ સેટ કર્યા હતા. તેમણે ઘણી ફિલ્મ્સમાં અલગ અલગ રંગના સ્વેટર્સ પહેર્યા હતા. તેમણે એક ટ્વીટ કરીને આ માહિતી શેર કરી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: