Rishi Kapoor’s demise, special photos with wife Neetu, son Ranbir and family|રિશી કપૂરનું નિધન, પત્ની નીતુ, દીકરા રણબીર તથા પરિવાર સાથેની ખાસ તસવીરો

દિવ્ય ભાસ્કર

Apr 30, 2020, 11:41 AM IST

મુંબઈ. રિશી કપૂરનું 30 એપ્રિલના રોજ નિધન થયું હતું. તેઓ દીકરી રિદ્ધિમા, દીકરો રણબીર તથા પત્ની નીતુ સિંહને વિલાપ કરતાં મૂકી ગયા છે. રણધીર કપૂરે નાના ભાઈના દુઃખદ ન્યૂઝ આપતા કહ્યું હતું કે હવે, તે આ દુનિયામાં નથી. 

વર્ષ 2018માં રિશી કપૂર કેન્સરની સારવાર માટે ન્યૂ યોર્ક ગયા હતાં. ત્યારબાદ તેઓ 2019માં સપ્ટેમ્બરમાં ભારત પરત ફર્યાં હતાં. રિશી કપૂરના ખાસ મિત્ર રાહુલ રવૈલે એક્ટર હવે કેન્સર ફ્રી થઈ ગયા હોવાની ફેસબુક પોસ્ટ કરી હતી. 

નીતુ સિંહે નવું વર્ષ 2020ના સ્વાગતમાં કહ્યું હતું કે હેપ્પી, 2020. આશા છે કે આ વર્ષ બધા માટે સારું સ્વાસ્થ્ય તથા ખુશીઓ લઈને આવે. 

નીતુએ આ વર્ષે માર્ચમાં રિશી કપૂર સાથેની એક તસવીર શૅર કરીને કહ્યું હતું કે લાંબા સમય બાદ તેઓ બહાર જમવા ગયા. તમારે દરેક ક્ષણની કિંમત કરવી જોઈએ. 

ન્યૂ યોર્કમાં રિશી કપૂરની સારવાર દરમિયાન નીતુએ મજબૂતાઈથી સાથ આપ્યો હતો. ન્યૂ યોર્કમાં બોલિવૂડના અલગ-અલગ સેલેબ્સ તેમને મળવા આવતા હતાં 

રિશી કપૂરના કેન્સર થયું હોવાની જાણ થઈ ત્યારે નીતુ સિંહેએ કહ્યું હતું કે તેમનુી પહેલી પ્રતિક્રિયા ઘણી જ ખરાબ હતી. તેઓ ભાંગી પડ્યાં હતાં. તેમના બંને બાળકો પણ ભાંગી પડ્યાં હતાં. તેમને ખ્યાલ જ નહોતો કે શું કરવું. જોકે, પછી તેમને વિચાર્યું કે આનો સામનો કરવો પડશે. રિશીએ શરૂઆતના ચાર-પાંચ મહિના બીમારી હોવાનો સ્વીકાર જ ના કર્યો. બીમારીના પાંચ-છ મહિના બાદ રિશીએ પોતાને કેન્સર છે, તે વાતનો સ્વીકાર કર્યો હતો અને મક્કતાથી આ લડાઈ લડ્યાં હતાં. 

Source link

Leave a Comment

%d bloggers like this: