Screenshot viral in the name of Bollywood actor Javed Jaffrey is fake|બોલિવૂડ અભિનેતા જાવેદ જાફરીના નામથી વાઈરલ થઈ રહેલ સ્ક્રીનશોટ નકલી છે

  • શું છે સત્યઃ જાવેદ જાફરીએ આ ટ્વીટનું ખંડન કરતા લખ્યું છે કે, ફેક ન્યૂઝ ફેલાવનારાઓ તેને વાઈરલ કરી રહ્યા છે. 

દિવ્ય ભાસ્કર

Apr 27, 2020, 06:38 PM IST

બોલિવૂડ અભિનેતા જાવેદ જાફરીના નામથી એક ટ્વીટનો સ્ક્રીનશોટ વાઈરલ થઈ રહ્યો છે. તેમાં લખ્યું છે કે, ‘જરૂરી નથી કે થૂંક લગાવીને ફળ અને શાકભાજી વેચતા તમામ મુસ્લિમોને કોરોના પોઝિટિવ હોય. તેમ છતાં કેટલાક હિન્દુ ગ્રાહકો મુસ્લિમ વિક્રેતાઓનો બહિષ્કાર કરીને નફરત ફેલાવી રહ્યા છે. તમે આટલા અસહિષ્ણુ કેમ છો ‘. ઘણા યુઝર્સ આ સ્ક્રીનશોટને ફેસબુક અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરી રહ્યા છે. અમારી તપાસમાં વાઈરલ દાવો ખોટો હોવાનું બહાર આવ્યું છે.

શું છે હકીકત 

  • વાઈરલ થઈ રહેલ ટ્વીટની હકીકત જાણવા માટે અમે ગૂગલ પર સર્ચ કર્યું પરંતુ અમને તે ક્યાંય ન મળી. તેનાથી એ જાણવા મળ્યું કે, એક જ સ્ક્રીનશોટને યુઝર્સ ડાઉનલોડ કરીને શેર કરી રહ્યા છે. 
  • રિવર્સ સર્ચિંગમાં અમને જાવેદ જાફરીના ઓફિશિયલ અકાઉન્ટમાંથી કરવામાં આવેલી ટ્વીટ મળી. 
  • તેમાં તેમણે વાઈરલ થઈ રહેલા સ્ક્રીનશોટનું ખંડન કરતાં લખ્યું છે કે, મારા નામવાળો આ સ્ક્રીનશોટ ખોટો છે. ફેક ન્યૂઝ ફેલાવનારાઓ લોકો તેને વાઈરલ કરી રહ્યા છે. મારા ટ્વીટ અને ભાષણો હંમેશાં સાંપ્રદાયિક સંપને પ્રોત્સાહન આપે છે. અત્યારે દુનિયા માનવતાના દુશ્મનની સામે લડવા માટે એક સાથે પ્રયાસ કરી રહી છે’. 

જાવેદ જાફરીએ એક અન્ય પોસ્ટ શેર કરતા લખ્યું કે, હું હંમેશાં ટ્રોલ થયા બાદ વ્યક્તિગત વીડિયો પોસ્ટ નથી કરતો, પરંતુ આ વખતે કરવો પડશે. એવા સમયે જ્યારે માનવતા એક મહામારીનો સામનો કરી રહી છે, જાતિ, ધર્મ, રંગ, દેશનો કોઈ અર્થ નથી, કેટલાક ભારતીય અત્યારે પણ ફેક ન્યૂઝ,  હિન્દુ-મુસ્લિમ, હેટમંગરિંગ કરી રહ્યા છે. 

Source link

Leave a Comment

%d bloggers like this: