Second qualifier tournament of Cricket World Cup 2023 postponed, Paris marathon also postponed for 7 months|ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની બીજી ક્વોલિફાયર ટૂર્નામેન્ટ મુલતવી રાખવામાં આવી, પેરિસ મેરેથોન પણ 7 મહિના માટે સ્થગિત

  • કોરોનવાયરસના 80 દેશોમાં 95 હજારથી વધુ કેસ, 3282 લોકોના મોત થયા
  • ઇટલીમાં 3 એપ્રિલ સુધી બંધ સ્ટેડિયમમાં ટૂર્નામેન્ટમાં રમાશે, ભારતીય સ્પોર્ટ્સ મિનિસ્ટરની સલાહ- એથલીટસ હાથ ન મિલાવે

Divyabhaskar.com

Mar 06, 2020, 03:09 PM IST

સ્પોર્ટ્સ ડેસ્ક: ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ કોરોનવાયરસના કારણે વર્લ્ડ કપ 2023ની ક્વોલિફાયર ટૂર્નામેન્ટને મુલતવી રાખવામાં આવી છે. આ લીગ 16 માર્ચથી મલેશિયામાં રમાવવાની હતી. જ્યારે 5 એપ્રિલથી થનાર પેરિસ મેરેથોનને પણ 18 ઓક્ટોબર સુધી સ્થગિત કરવામાં આવ્યો છે. કોરોનવાયરસના કારણે 3282 લોકોનો મોત થયા છે. ઇટલીમાં 148 અને ઈરાનમાં 107 લોકોએ જીવ ગુમાવ્યો છે. ICCએ કહ્યું કે, થાઈલેન્ડમાં ચાર દેશો વચ્ચે એપ્રિલમાં જે T-20 ટૂર્નામેન્ટ થવાની હતી તેને પણ સ્થગિત કરવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં થાઈલેન્ડ ઉપરાંત આયર્લેન્ડ, નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વે પણ ભાગ લેવાના હતા.

ક્વોલિફાયર ટૂર્નામેન્ટ આવતા વર્ષે રમાઈ શકે છે
ક્રિકેટ વર્લ્ડ કપ ચેલેન્જ લીગ-A 16થી 26 માર્ચ દરમિયાન રમાવવાની છે. ICCએ કહ્યું કે, આ ટૂર્નામેન્ટ હવે આવતા વર્ષે રમાઈ શકે છે. નવી તારીખો અંગે જલ્દી જાહેરાત કરવામાં આવશે. આ ક્વોલિફાયર ટૂર્નામેન્ટમાં કેનેડા, ડેનમાર્ક, મલેશિયા, કતાર અને સિંગાપુર સામેલ થશે. આ ટૂર્નામેન્ટ ત્રણ રાઉન્ડની છે. 2019નો રાઉન્ડ થઇ ગયો છે. ત્રણેય રાઉન્ડ પછી ટોપ-2 ટીમ વર્લ્ડ કપમાં ક્વોલિફાય કરશે.

નેપાલની એવરેસ્ટ પ્રીમિયર લીગ પણ ડીલે
નેપાલમાં એવરેસ્ટ પ્રીમિયર T-20 લીગ 14 માર્ચથી રમાવવાની હતી. તેમાં વેસ્ટ ઇન્ડિઝનો ક્રિસ ગેલ પણ ભાગ લેવાનો હતો. ટૂર્નામેન્ટની નવી તારીખો અંગે જલ્દી જાહેરાત કરવામાં આવશે.

ભારતીય એથલીટસને હાથ ન મિલાવવાની સલાહ

ભારતીય સ્પોર્ટ્સ મિનિસ્ટર કિરણ રિજિજૂએ ખેલાડીઓને હાથ ન મિલાવવાની સલાહ આપી છે. તેમજ સરકારે ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં ભાગ લેતા ખેલાડીઓને સ્વાસ્થ્ય અને ટ્રેનિંગને સાવધાન રહેવાના નિર્દેશ આપ્યા છે. આર્ચરી એસોસિયેશને થાઈલેન્ડમાં થનાર એશિયા કપ વર્લ્ડ રેન્કિંગ ટૂર્નામેન્ટમાં ટીમ ન મોકલવાનો નિર્ણય લીધો છે.

Source link

Leave a Comment

%d bloggers like this: