Sharapova will now study architecture or grow her own candy business, but will not give tennis coaching|શારાપોવા હવે આર્કિટેક્ચરનો અભ્યાસ કરશે અથવા પોતાનો કેન્ડી બિઝનેસ વધારશે, પરંતુ ટેનિસ કોચિંગ નહીં આપે

  • 32 વર્ષની વયે મારિયા શારાપોવાએ ટેનિસમાંથી નિવૃત્તિ લીધી હતી, કહ્યું હતું- હવે કમબેક નહીં કરું
  • 2 વર્ષથી બ્રિટનના બિઝનેસમેન એલેક્ઝેન્ડર ગિલકેસને ડેટ કરી રહેલી શારાપોવાએ કહ્યું કે- જીવનમાં ઘણું બધું કરવાનું બાકી છે

Divyabhaskar.com

Mar 02, 2020, 10:25 AM IST

ન્યુયોર્ક (ક્રિસ્ટોફર કલેરે): ગત અઠવાડિયે મારિયા શારાપોવાનો એક્ઝિટ ઈન્ટરવ્યૂ લેતા સમયે મે પ્રશ્ન કર્યો હતો કે, શું તે કોચિંગ આપશે? 6 ફૂટ 2 ઈંચ લાંબી ટેનિસ ખેલાડી શારાપોવાએ થોડો સમય મૌન રહ્યાં બાદ કહ્યું- નહીં. તેણે કમબેકનો વિકલ્પ પણ નથી રાખ્યો. સામાન્ય રીતે મહિલા ખેલાડીઓ નિવૃત્તિ બાદ કમબેક કરતી હોય છે. 3 બાળકોની માતા એવી કિમ ક્લિસ્ટર્સે તાજેતરમાં 36 વર્ષની વયે કમબેક કર્યું હતું. તે 7 વર્ષથી વધુ સમયે ટેનિસ કોર્ટથી દૂર રહી હતી.

23 ગ્રાન્ડ સ્લેમ ચેમ્પિયન સેરેના વિલિયમ્સ 2 વર્ષીય દીકરીની માતા છે અને રેકોર્ડ 24માં ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ માટે પ્રયાસ કરી રહી છે. પરંતુ શારાપોવા કમબેક કરવા માગતી નથી. તેણે આ અંગે કહ્યું કે,‘મે તમામને વાયદો કર્યો છે કે હું કમબેક નહીં કરું.’ રશિયાના શારાપોવાએ ગત બુધવારે 32 વર્ષની વયે નિવૃત્તિની જાહેરાત કરી હતી. શારાપોવાએ કહ્યું કે,‘દરેક ખેલાડીની જુદી-જુદી સ્થિતિ હોય છે. દરેકમાં જીવનમાં બધુ અલગ રીતે આગળ વધી રહ્યું હોય છે. ખાસ તો મહિલા ખેલાડીઓના જીવનમાં. સેરેના પણ અમુક સમય માટે ટેનિસથી દૂર રહી હતી. પરંતુ તેના કમબેકમાં પરિવારની ભૂમિકા મહત્ત્વપૂર્ણ હતી. તે જ એકમાત્ર ખેલાડી છે જે 24 ગ્રાન્ડ સ્લેમનો રેકોર્ડ તોડી શકે છે.’

શારાપોવાએ કહ્યું કે,‘ મને નથી ખબર કે ખેલાડીઓ માતા બન્યા બાદ બેવડી ભૂમિકા કેવી રીતે ભજવી શકે છે. હું ક્યારેય માતા બન્યા બાદ પોતાને રમતા જોઈ શકીશ નહીં. કારણ કે રમતા રહેવાથી બાળકોને સમય આપી શકો નહીં. હું આ એટલે કહી રહી છું કારણ કે હું મારી માતા યેલેનાથી 2 વર્ષ દૂર રહી હતી. જ્યારે 6 વર્ષની વયે હું પિતા યુરી સાથે અમેરિકા આવી હતી, ત્યારે વિઝાની સમસ્યાના કારણે માતા સાથે નહોતી આવી શકી. મારા મતે ઈશ્વરે બધા માટે કંઈને કંઈ સારું વિચારી રાખ્યું હોય છે. તેથી આપણે વધુ યોજનાઓ બનાવવી જોઈએ નહીં. આપણે યોજનાઓ બનાવી રહ્યાં હોઈએ ત્યારે ઈશ્વરને હસવું આ‌વતું હોય કારણ કે તેણે તો આપણી માટે કંઈ અલગ જ વિચારી રાખ્યું હોય.’

ડોપિંગના કારણે શારાપોવા પર 2 વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. આ અંગે શારાપોવાએ કહ્યું કે,‘તે ઘણો ખરાબ સમય હતો. પરંતુ મે પ્રામાણિકતા સાથે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કમબેક સમયે લોકોએ મને અગાઉ જેવો જ પ્રેમ આપ્યો.’ શારાપોવા 17 વર્ષની વયે ગ્લોબલ સુપર સ્ટાર બની હતી, તેણે ત્યારે 2004માં વિશ્વની નંબર-1 સેરેનાને હરાવી હતી. તે પછી તે બ્રાન્ડ બની ગઈ. ફોર્બ્સની લિસ્ટ અનુસાર, તે સતત 11 વર્ષ સૌથી વધુ કમાણી કરનારી મહિલા ખેલાડી હતી. 2015માં તેની કમાણી 30 મિલિયન ડૉલર (અંદાજે 216 કરોડ રૂપિયા) હતી.

શારાપોવાએ કહ્યું કે,‘મારા જીવનમાં બિઝનેસની સાથે ઘણી બાબતો જોડાયેલી છે.’ શારાપોવા 2 વર્ષથી બ્રિટનના બિઝનેસમેન એલેક્ઝેન્ડર ગિલકેસને ડેટ કરી રહી છે. એલેક્ઝેન્ડર ઓનલાઈન ઓક્શન સાઈટનો ફાઉન્ડર છે. શારાપોવાએ કહ્યું કે,‘એલેક્ઝેન્ડરની મારા જીવન પર સકારાત્મક અસર થઈ છે. હું ખુશ છું કે તે મારી સાથે છે. અગાઉ તે મારા વ્યસ્ત જીવનને જોઈ મને ‘હરિકેન મારિયા’ કહેતો હતો. પરંતુ હવે હું તેને પણ વધુ સમય આપી શકીશ.’

મોટી કંપનીઓની એન્ડોર્સમેન્ટ ડીલ આગળ પણ ચાલુ રહેશે

શારાપોવા પોતાના એજન્ટ મેક્સ એસિનબડથી સલાહ લે છે. મેક્સ કહે છે કે,‘નિવૃત્તિ બાદ પણ શારાપોવાની નાઈકી, ઈવિયન અને પોર્શે સાથેની એન્ડોર્સમેન્ટ ડીલ ચાલુ રહેશે. તેને આર્કિટેક્ચરના અભ્યાસમાં રસ છે. તે પોતાની કેન્ડી કંપની ‘શુગરપોવા’ને આગળ વધારવા પર પણ ફોક્સ કરશે. તે વહેલી તકે બિઝનેસ કૉન્ફ્રેન્સમાં ભાગ લેશે.’

(દિવ્ય ભાસ્કર સાથેના વિશેષ કરાર હેઠળ)

Source link

Leave a Comment

%d bloggers like this: