Shoaib Akhtar says Imran Nazir was more talented than Sehwag, but was not appreciated by Pakistan|શોએબ અખ્તરે કહ્યું- સહેવાગથી વધુ પ્રતિભાશાળી હતો ઇમરાન નઝીર, પરંતુ પાકિસ્તાને કદર કરી નહિ

  • શોએબે કહ્યું કે, પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટેલેન્ટેડ ખેલાડીનો સરખો ઉપયોગ કર્યો નહોતો
  • શોએબે કહ્યું કે, જાવેદ મિયાંદાદે ઇમરાન નઝીરનું હંમેશા સમર્થન કર્યું હતું

દિવ્ય ભાસ્કર

Apr 29, 2020, 03:40 PM IST

પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર શોએબ અખ્તરનું માનવું છે કે વિરેન્દ્ર સહેવાગના જમાનામાં રમનાર ઇમરાન નઝીર, તેના કરતા વધારે પ્રતિભાશાળી હતો. પરંતુ નઝિરે તેના મગજનો યોગ્ય રીતે ઉપયોગ કર્યો નહોતો. ઉપરાંત, દેશના ક્રિકેટ બોર્ડે તેની સંભાળ લીધી ન હતી અને કદર કરી નહિ. આ કારણોસર, તે તેની કારકિર્દીમાં એટલું સારું પ્રદર્શન કરી શક્યો નહીં.

અખ્તરે કહ્યું કે મને લાગે છે કે ઇમરાન નઝીર પાસે એવું મગજ નહોતું જે સેહવાગ પાસે છે અને સેહવાગ પાસે નઝીર જેવી પ્રતિભા નહોતી. પ્રતિભાની દ્રષ્ટિએ આ બંને ખેલાડીઓ વચ્ચે કોઈ સરખામણી થઈ શકે નહીં. તેણે વધુમાં કહ્યું કે, જ્યારે નઝીરે ભારત સામે સદી ફટકારી હતી, ત્યારે મેં ટીમ મેનેજમેન્ટને કહ્યું હતું કે, ઈમરાનને સતત રમાડો, પરંતુ તેમણે મારું સાંભળ્યું નહીં. અમારી પાસે નઝીરના રૂપમાં  સહેવાગ કરતા વધુ સારો ખેલાડી હોઈ શકતો હતો. તેની પાસે શ્રેષ્ઠ શોટ્સ હતા. તે એક મહાન ફિલ્ડર પણ હતો. અમે તેનો સારો ઉપયોગ કરી શકતા હતા, પરંતુ કરી શક્યા નહિ. 

મિયાંદાદે નઝીરના કરિયરમાં મહત્ત્વની ભૂમિકા ભજવી
શોએબે કહ્યું કે, નઝીરના કરિયરમાં જાવેદ મિયાંદાદે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જ્યારે પણ નઝીર સારું રમતો તો તેની પાછળ મિયાંદાદનો હાથ હતો. તે ખરાબ શોટ્સ રમતો તો મિયાંદાદ તેને મેસેજ કરતા હતા કે, પોતાની રમત પર ફોકસ કર. તે ડ્રેસિંગરૂમથી સતત નઝીરને સારું રમવા પ્રેરિત કરતા હતા. 

રનના મામલે સહેવાગ નઝીર કરતા ઘણો આગળ
નઝીરે પાકિસ્તાન માટે 8 ટેસ્ટમાં 427 રન, જ્યારે 79 વનડેમાં 1895 રન કર્યા હતા. બીજીતરફ, સહેવાગે 104 ટેસ્ટમાં 8586 અને 251 વનડેમાં 8273 રન કર્યા હતા. 

Source link

Leave a Comment

%d bloggers like this: