South Gujarat Latest news, 14 November 2020, Rainy weather in Navsari, fire breaks out in Valsad | નવસારીના વાતાવરણમાં પલટાં સાથે વરસાદી માહોલ, વલસાડમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભયાવહ આગ લાગી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુરત4 કલાક પહેલા

  • કૉપી લિંક

નવસારીમાં વરસાદી છાંટાથી રસ્તાઓ ભીના થઈ ગયા.

નવસારીના વાતાવરણમાં પલટાં સાથે વરસાદી માહોલ
ચોમાસાની ઋતુ દરમિયાન અનરાધાર વરસાદ પડ્યા બાદ શિયાળાની શરૂઆત થઈ છે. જો કે નવસારી જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરના આકાશમાં વરસાદી માહોલ છવાયો હોય તેમ કાળા ડિબાંગ વાદળાઓ ઉતરી આવ્યાં છે. વરસાદી માહોલ વચ્ચે દિવાળીના દિવસે બપોર બાદ ધીમી ધારે છાંટા પડવા લાગે છે.

વલસાડના ધમડાચીમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં ભયાવહ આગ ફાટી નીકળી
વલસાડ નજીક આવેલા ધમડાચીના પીરૂ ફળિયામાં પ્લાસ્ટિકના દાણા બનાવતી કંપનીમાં આગ ફાટી નીકળી છે. દિવાળીના દિવસે સવારના સમયે શોર્ટ સર્કિટથી લાગેલી આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. કંપનીમાં રહેલા પ્લાસ્ટિકના દાણા સળગવા લાગતાં ધૂમાડા ઊંચે સુધી ઉઠ્યાં છે. જેથી આસપાસમાં ભયનો માહોલ પેદા થયો છે. આગ લાગ્યાનો કોલ મળતાં જ ફાયરબ્રિગેડ અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. ફાયરબ્રિગેડ દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. બીજી તરફ પોલીસ કાફલા દ્વારા આગ પર કાબૂ મેળવવા માટે ફાયરબ્રિગેડને કોઈ અડચણ ન આવે તે માટે કંપની તરફ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે.

ગોલણ ખાતે HIL ફેકટરીમાં કામદારોએ બોનસ માટે સતત ત્રીજા દિવસે હડતાળ યથાવત
વાલોડ તાલુકાના ગોલણ ખાતે આવેલ HIL ફેકટરીમાં કર્મચારીઓ અને કોન્ટ્રાકટરો કે વ્યવસ્થાપકો સાથે કામદારોએ સંઘર્ષમાં આવી બોનસ કે પગાર માટે સતત ત્રણ દિવસથી મોરચો માંડી દેવા છતાં ઉકેલ આવ્યો નથી. ઓછા બોનસમાં પરવડતું હોય તો નોકરી કરો નહિતર નવા કામદારોની ભરતી કરવાની ગર્ભિત ધમકી ઉચ્ચારી હોવાનું કામદાર નેતાઓને કહેવું. કામદારો દિવાળીની રજાઓ બાદ આક્રમક મૂડમાં કાર્યક્રમો કરવાની આશંકાઓ સેવાઈ રહી છે.

સરભોણ ગામે બંધ ઘર અને મોબાઈલ દુકાનમાં ચોરી
બારડોલીના સરભોણ ગામે રાત્રી દરમિયાન બંધ ઘર અને મોબાઇલની દુકાનમાં તસ્કરો ઘુસી જઈ રોકડ અને મોબાઈલ ચોરી ગયા હતા. બારડોલી તાલુકાના સરભોણ ગામે રહેતા છગનભાઇ રણછોડભાઇ મિસ્ત્રીના દીકરાનું અવસાન થતાં, તા.1 નવેમ્બરના રોજ ઘર બંધ કરી ચીખલીના ધામબેર ગામે ગયા હતા. ગુરુવારની રાત્રે તસ્કરો બંધ ઘરનો લોક તોડી ઘરમાં ઘૂસી ગયા હતા. ઘરમાં કબાટમાં મુકેલ રોકડા 10 હજારની ચોરી કરી ગયા હતા. જે ઘટના અંગે સવારે ફળિયાના રહીશોએ ઘરમાલિકને જાણ કરતા ગામથી પરત ફરી પોલીસને જાણ કરી હતી. જ્યારે ગામમાં એક મોબાઇલની દુકાનું તાળું તોડી અંદર ઘૂસી મોબાઇલની ચોરી કરી ગયા હોવાનું જાણવા મળેલ છે. ચોરી અંગે છગનભાઇ મિસ્ત્રીએ પોલીસમાં ફરિયાદ કરી છે. જ્યારે મોબાઇલની દુકાન માલિક હજુ સત્તાવાર ચોરી અંગે જાણ કરી ન હોવાનું જાણવા મળેલ છે.

મહુવાના દાતા નારણભાઈ ભક્તના 81માં જન્મ દિવસની ગ્રામજનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરી
મહુવાના ભામાષા એવા નારણભાઈ ભક્તનો 81મો જન્મ દિવસની મહુવા ગ્રામજનો દ્વારા અનોખી રીતે ઉજવણી કરી તેમને જન્મ દિવસની શુભકામના પાઠવી હતી. સાંપ્રત સમયમા મહુવામા જો કોઈ સાચા અર્થમા દાન આપવાની સાચી પાત્રતા ધરાવતુ હોય તો એ નારણભાઈ ભક્ત સિવાય કોઈ ના હોય શકે. તેમણે સમગ્ર મહુવા-બારડોલી પંથકમા શિક્ષણ-આરોગ્ય-સામાજિક તેમજ ધાર્મિક ક્ષેત્રે એમનું વિશેષ યોગદાન આપી પોતાની અનોખી ઓળખ ઉભી કરી છે. આ ઉપરાંત મહુવા ગ્રામપંચાયતનું નિર્માણ પામી રહેલ અદ્યતન માલીબા પંચાયત ભવનમા પણ તેમણે માતબાર દાન આપ્યુ છે. સામાજિક ધાર્મિક કે શૈક્ષણિક સેવામાં પાછા ન પડનાર દાતા નારણભાઈ જી ભક્તના 81મા જન્મ દિવસ નિમિત્તે મહુવા ગ્રામજનો દ્વારા તેમના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે. મહુવાના સરપંચ નિલાબેન અનિલભાઈ પટેલ ઉપરાંત મહુવાના અગ્રણી પોરસભાઈ મોગલ,આનંદભાઈ જોષી, હિનેશભાઈ ઉપાધ્યાય,ગૌરાંગભાઈ વ્યાસ,ઉપ સરપંચ જીનેસભાઈ ભાવસાર,સુનિલભાઈ ઢીમ્મર સહિત મહુવા ગ્રામપંચાયતના સભ્ય અને ગ્રામજનોએ તેમના ઘરે જઈ કેક કાપી તેમને સાલ ઓઢાડી જન્મ દિવસની શુભકામના પાઠવી હતી.અને તેમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી હતી.

Source link

Leave a Comment

%d bloggers like this: